SearchBrowseAboutContactDonate
Page Preview
Page 467
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૪ સર્ગ-૪ કેદ કરી લાવ્યા હતા તેમને છોડાવ્યા, અને ચંદ્રસેનને પૂછ્યું કે- તમે આવું કામ શા માટે કર્યું ?” એટલે ભિલેના રાજા ચંડસેને પુરુષબલિની માનતા વિગેરેનો બધે પૂર્વ વૃત્તાંત કહી સંભળાવ્યું તે સાંભળીને બંધુદત્ત બલ્ય કે “હે ચંડસેન ! જીવઘાલવડે પૂજા કરવા યોગ્ય નથી, માટે હવે પછી પુષ્પાદિકવડે દેવીની પૂજા કરજે. આજથીજ તમે હિંસા, પરધન અને પરસ્ત્રીને ત્યાગ કરો, મૃષાવાદ છોડી દે અને સંતોષનું પાત્ર થાઓ.” ચંડસેને તેમ કરવાને કબુલ કર્યું. તે વખતે દેવી પ્રગટ થઈને બોલી કે “આજથી પુષ્પાદિક પદાર્થો વડેજ મારી પૂજા કરવી.” તે સાંભળીને ઘણા ભિલ્લો ભદ્રક ભાવી થયા. પ્રિયદર્શનાએ બાળપુત્ર બંધુદત્તને અર્પણ કર્યો. બંધુદરે તે પુત્ર ધનદત્તને આપે અને પોતાની પત્નીને કહ્યું કે “આ મારા મામા થાય છે.” તત્કાળ પ્રિયદર્શના મુખ આડું વસ્ત્ર કરીને પિતાના શ્વશુરરૂપ મામાને નમી. ધનદ આશીષ આપી અને કહ્યું કે “આ પુત્રનું હવે નામ પાડવું જોઈએ.” એટલે “આ પુત્ર જીવિતદાન આપવાવડે બાંધવને આનંદદાયક થયો છે, એવું ધારીને તેનાં માતા પિતાએ તેનું “બાંધવાનંદ' એવું નામ પાડયું. પછો કિરાતરાજ ચંડસેને માતુલ સહિત બંધુદત્તને પિતાને ઘેર લઈ જઈને ભેજન કરાવ્યું અને તેનું લુંટી લીધેલું સર્વ ધન તેમને અર્પણ કર્યું. પછી અંજલિ જોડી ચિત્રકનું ચર્મ, ચમરી ગાયના વાળ, હાથીદાંત અને મુક્તાફળ વિગેરેની તેની પાસે ભેટ ધરી. પછી બંધુદ પેલા કેદ કરેલા પુરુષને બંધુવત્ ગણી ગ્ય દાન આપીને વિદાય કર્યા અને ધનદત્તને દ્રવ્યવડે કૃતાર્થ કરીને તેને ઘેર મોકલ્યા. સમર્થ બંધુદત્ત પ્રિયદર્શન અને પુત્ર સહિત ચંડસેનને સાથે લઈને નાગપુરી આવ્યું. તેના બંધુઓ પ્રસન્ન થઈને સામા આવ્યા. રાજાએ બહુમાનથી હસ્તીપર બેસાડીને તેને નગરમાં પ્રવેશ કરાવ્યો. પુષ્કળ દાન આપતો બંધુદત્ત પિતાને ઘેર આવ્યો, અને ભજન કર્યા પછી બંધુઓને પોતાનો સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યો. પછી છેવટે તેણે સર્વને જણાવ્યું કે “આજ સુધીમાં મને જે અનુભવ મળેલ છે, તે ઉપરથી હું કહું છું કે-શ્રી જિનશાસન વિના સર્વ અસાર છે.' બંધુદત્તની આવી વાણીથી સર્વ જને જિનશાસનમાં રક્ત થયા. પછી બંધુદરે ચંડસેનને સત્કાર કરીને તેને વિદાય કર્યો અને પોતે બાર વર્ષ સુધી સુખમાં રહ્યો. એક સમયે શરદ્ ઋતુમાં શ્રી પાર્શ્વ પ્રભુ ત્યાં સમવસર્યા. બંધુદત્ત મોટી સમૃદ્ધિ સાથે પ્રિયદર્શનાને અને પુત્રને લઈ તેમને પ્રણામ કરવા ગયે. પ્રભુને વંદના કરીને તેણે ધર્મદેશના સાંભળી. પછી બંધુદત પૂછયું કે હે પ્રભો ! મારી છે સ્ત્રીઓ પરણતાંજ ક્યા કર્મથી મૃત્યુ પામી ? આ પ્રિયદર્શનાને મને કેમ વિરહ થયે? અને મારે બે વખત કેમ બંદિવાન થવું પડયું ? તે કૃપા કરીને કહે.” પ્રભુ બોલ્યા કે “પૂર્વે આ ભરતક્ષેત્રને વિષે વિંધ્યાદ્રિમાં શિખાસન નામે તું ભિટ્ટને રાજા હતા. તું હિંસા કરનાર અને વિષયપ્રિય હતો. આ પ્રિયદર્શના તે ભવમાં શ્રીમતી નામે તારી સ્ત્રી હતી. તેની સાથે વિલાસ કરતે તું પર્વતના કુંજગૃહમાં રહેતો હતે. એક વખતે કેટલાએક સાધુઓને સમૂહ માર્ગ ભૂલી જવાથી અટવીમાં આમ તેમ ભમતે હતો, તે તારા કુંજગૃહ પાસે આવ્યો. તેને જોઈને તને હૃદયમાં દયા આવી. તે જઈને તેમને પૂછયું કે “તમે અહીં કેમ ભમો છો ?” તેઓ બોલ્યા કે “એમ માર્ગ ચુક્યા છીએ.” પછી શ્રીમતીએ તને કહ્યું કે “આ મુનિઓને ફળાદિકનું ભોજન કરાવીને પછી માર્ગે ચડાવી આવો, કારણ કે આ અટવી દુરૂત્તરા છે. પછી તે કંદ ફળાદિક લાવીને તેમની પાસે મૂકયાં, એટલે
SR No.032706
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy