SearchBrowseAboutContactDonate
Page Preview
Page 465
Loading...
Download File
Download File
Page Text
________________ જરૂર સગ ૪ થા પોતાના ઘરમા નિધન હોય તેઓને આવુ કામ કરવું ચેાગ્ય લાગે છે, તે વિષે જો તમને આશ્ચય લાગતું હાય તા મારા વિશેષ વૃત્તાંત સાંભળે. પુ’દ્ભવન નગરમાં સામદેવ નામના બ્રાહ્મણના નારાયણ નામે હું પુત્ર છું. હું ‘જીવઘાતના માર્ગોથી સ્વર્ગ મળે છે’ એવુ લાકોને કહેતા હતા. એક વખતે ચારબુદ્ધિએ પકડેલા અને દીન વદનવાળા કેટલાક પુરુષો મારા જોવામાં આવ્યા. તેને જોઇને આ માટા ચારછે માટે તેને મારી નાખો' એમ હુ ખેલ્યા. તે સાંભળીને નજીક રહેલા એક મુનિએ કહ્યું કે ‘અરે ! આ કેવુ` કષ્ટકારી અજ્ઞાન છે ?? તે સાંભળીને મેં નમસ્કાર કરી તે મુનિને પૂછ્યુ કે ‘શું અજ્ઞાન છે ? ’ ત્યારે મુનિ ખેલ્યા કે બીજાને અતિ પીડાકારી વચન એલવુ અને ખાટા દોષનું આરોપણ કરવુ' તેજ અજ્ઞાન છે. પૂર્વ કર્માંના પરિપકવ થયેલા વિપાકથી આ મનુષ્યા તો બિચારા દુઃખમાં પડવા છે, તેમને ઓળખ્યા કર્વાસિવાય મોટા ચાર હોવાને ખાટા દોષ તું કેમ આપે છે ? પૂર્વ જન્મમાં કરેલાં કર્યાંનુ અવશેષ ફળ તને ઘેાડા વખતમાં મળશે, માટે તુ બીજાની ઉપર મિથ્યા દોષના આરોપ કર નહી..' પછી મેં તે મુનિને પૂછ્યું કે ‘મારાં પૂર્વ કર્મનું અવશેષ ફળ શુ છે ? ' એટલે અતિશય જ્ઞાનવાળા અને કરૂણાનિધિ તે મુનિ ખેલ્યા કે “આ ભરતક્ષેત્રને વિષે ગન નામના નગરમાં આષાઢ નામે એક બ્રાહ્મણ હતા. તેને અચ્છુકા નામે સ્ત્રી હતી. આ ભવથી પાંચમે ભવે ચંદ્રદેવ નામે તુ તેને પુત્ર હતા. તારા પિતાએ તને ઘણું ભણાવ્યા, એટલે તુ વિદ્વાન થવાથી ત્યાંના વીર રાજાને માન્ય થઇ પડયા. તે સમયે ત્યાં યોગાત્મા નામે એક સબુદ્ધિવાન્ નિષ્પાપ સન્યાસી રહેતો હતો. ત્યાંના વિનીત નામના એક શ્રેષ્ઠીની વીરમતી નામે એક બાળવિધવા પુત્રી હતી. તે એક સિહુલ નામના માળીની સાથે નાસી ગઈ. પેલા યાગાત્મા સન્યાસીની તે વીરમતી પૂજા કરતી હતી. દૈવયેાગે નિ:સ'ગપણાને લીધે કોઇને કહ્યા વગર તે જ દિવસે તે સંન્યાસી પણ ત્યાંથી કોઈ ઠેકાણે ચાલ્યા ગયા. પ્રથમ, તેા વીરમતી નાસી ગઇ એમ બધા લેાકેા કહેવા લાગ્યા. પણ ચાગાત્માના જવાની ખખર પડવાથી તે વિચાર્યું કે –જરૂર વીરમતી ચેાગાત્માની સાથે નાસી ગઇ હશે.’ એ વાર્તા રાજદ્વારમાં થઇ કે વીરમતી નાસી ગઇ છે, ત્યારે તે' કહ્યું કે તે તા ચેાગાત્માની સાથે ગઈ છે.’ તે સાંભળી રાજાએ કહ્યું કે-યોગાત્મા સન્યાસીએ તા સ્ત્રી વિગેરેના ત્યાગ કર્યા હતા એટલે તે' જઈને કહ્યું કે વીરમતી તેની પૂજા કરતી હતી, માટે તે અ'ને સાથેજ ગયાં છે,’ આ હકીકત વિસ્તરવાથી યાગાત્મા પાખંડધારી કહેવાયા. એ સાંભળીને લાક તેના તેવા દોષથી ધર્મ ઉપર શ્રદ્ધારહિત થયા અને ખીજા સન્યાસીઓએ યાગાત્માને પોતાના સમુદાયથી દુર કર્યાં. આવાં દુર્વાંચનથી નિકાચિત તીવ્ર કમ બાંધી મૃત્યુ પામીને તું કોલ્લાક નામના સ્થાનમાં બકરા થયા. પૂર્વ કમના દોષથી તારી જીવા કુઠિત થઇ ગઇ ત્યાંથી મૃત્યુ પામીને કાલ્લાક નામની મોટી અટવીમાં તું શિયાળ થયા. ત્યાં પણ જીવા સડી જવાથી મૃત્યુ પામીને તું સાકેત નગરમાં રાજમાન્ય મદનદાતા નામની વેશ્યાને ઘેર પુત્રપણે ઉત્પન્ન થયા. જ્યારે તુ યુવાન થયા, ત્યારે એક વખતે મદિરાપાન કરી મત્ત થઇને તું રાજમાતા પર આક્રોશ કરવા લાગ્યા. રાજપુત્રે તને વાર્યા, એટલે તે તેને પણ ઊ ંચે સ્વરે આક્રોશ કર્યો તેથી તેણે તારી જીવા છેદી નાખી, પછી લજજા પામી અનશન લઈ ને તુ' મૃત્યુ પામ્યા. ત્યાંથી આ ભવમાં તું બ્રાહ્મણ થયા છે, પરંતુ અદ્યાપિ તારે પૂર્વ કમ ભેાગવવું થેાડુ આકી છે.” તે સાંભળી મને વૈરાગ્ય થયા, તેથી તત્કાળ કાઇ સારા ગુરૂની પાસે જઇને હું સન્યાસી થયે અને ગુરૂની સેવામાં તત્પર રહ્યો. ગુરૂએ મૃત્યુ વખતે તાલુાદૂઘાટિની વિદ્યા સાથે આકારાગામિની વિદ્યા મને આપી અને આદરથી શિક્ષા આપી કે ધર્મ અને શરીરના રક્ષણ
SR No.032706
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy