SearchBrowseAboutContactDonate
Page Preview
Page 438
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ ૯ મું ૩૫ અશ્વ સહિત રાજા વિચિત્ર વૃક્ષોથી સંકીર્ણ અને વિવિધ પ્રાણીઓથી આકુળ એવા દૂરના વનમાં આવી પહોંચ્યા. ત્યાં પિતાના આશય જેવું નિર્મળ એક સરવર રાજાના જોવામાં આવ્યું. તેને જોતાંજ તૃષાતુર અને શ્વાસપૂર્ણ થયેલે અશ્વ પિતાની મેળે ઊભો રહ્યો. પછી અશ્વ ઉપરથી પર્યાણ ઉતારી તેણે અશ્વને ન્હાવરાવ્યો અને જળ પાયું. પછી પોતે સ્નાન કરીને જળપાન કર્યું. સરોવરમાંથી નીકળીને ક્ષણવાર તેના તીર ઉપર વિસામો લઈ રાજા આગળ ચાલ્ય; ત્યાં એક રમણિક તપવન જોવામાં આવ્યું. તેમાં તાપસનાં નાનાં નાનાં બાળકો ઉત્સવમાં મૃગનાં બચ્ચાંઓ લઈને કયારામાં રહેલાં વૃક્ષોનાં મૂળને જળવડે પૂરતાં હતાં, તે જોઈને રાજા ઘણે ખુશી થયે. તે તપવનમાં પ્રવેશ કરતાં વિચારમાં પડેલા તે રાજાનું જાણે નવીન કલ્યાણ સૂચવતું હોય તેમ દક્ષિણ નેત્ર ફરકવું. પછી હર્ષયુક્ત ચિત્તે આગળ ચાલતાં દક્ષિણ તરફ સખીઓની સાથે જળના ઘડાથી વૃક્ષેને સિંચન કરતી એક મુનિકન્યા તેમના જોવામાં આવી તેને જોઈને રાજા વિચારવા લાગ્યું કે “અહો ! આવું રૂપ અપ્સરાઓ માં, નાગપત્નીમાં કે મનુષ્યની સ્ત્રીઓમાં જોવામાં આવ્યું નથી, આ બાળા તો ત્રણ લોકમાં પણ અધિક રૂપવંત છે.” આવો વિચાર કરીને તે વૃક્ષના ઓથામાં રહી તેણીને જેવા લાગે. તેવામાં તે બાળા સખીઓ સહિત માધવીમંડપમાં આવી. પછી પહેરેલાં વ વસ્ત્રનાં દઢ બંધનો શિથિલ કરીને બકુલ પુપના જેવા સુંગધી મુખવાળી તે બાળ બોરસલીના વૃક્ષને સિંચન કરવા લાગી, રાજાએ ફરીવાર ચિંતવ્યું કે “આ કમળ જેવાં નેત્રવાળી રમણીનું આવું સુંદર રૂપ ક્યાં! અને એક સાધારણ સ્ત્રી જનને યોગ્ય એવું આ કામ કયાં! આ તાપસકન્યા નહીં હોય, કારણ કે મારું મન તેના પર રાગી થાય છે, તેથી જરૂર આ કઈ રાજપુત્રી હશે; અને કયાંકથી અહીં આવી હશે ?' રાજા આ વિચાર કરતા હતા, તેવામાં એ પદ્માવતીના મુખ પાસે તેના શ્વાસની સુગંધથી ખેંચાઈને એક ભમરો આવ્ય; અને તેના મુખપર ભમવા લાગ્યો; એટલે તે બાળા ભયથી કરપલવ ધ્રુજાવતી તેને ઉડાડવા લાગી, પણ જ્યારે ભમરાએ તેને છોડી નહીં, ત્યારે તે સખીને ઉદ્દેશીને કહેવા લાગી કે આ ભ્રમર-રાક્ષસથી મારી રક્ષા કરો, રક્ષા કરો.” સખીએ કહ્યું, “બેન ! સુવર્ણ માહે રાજા વગર તારી રક્ષા કરવાને બીજો કોણ સમર્થ છે? માટે જ રક્ષા કરાવવાનું પ્રયોજન હોય તે તે રાજાને અનુસર.” પદ્માવતીની સખીનાં આવાં વચન સાંભળી ‘જ્યાંસુધી વજબાહુનો પુત્ર પૃથ્વી ઉપર રાજ્ય કરે છે ત્યાં સુધી કોણ ઉપદ્રવ કરનાર છે?” એમ બોલતે પ્રસંગ જાણનાર સુવર્ણબાહુ તત્કાળ પ્રગટ થયે. તેને અકસ્માત્ પ્રગટ થયેલ જોઈ બને બાળા ભય પામી ગઈ તેથી ઉચિત પ્રતિપત્તિ કંઈ કરી શકી નહીં, તેમ કાંઈ બોલી પણ શકી નહીં. એટલે આ અને ભય પામી છે” એવું જાણીને રાજા પુનઃ બેલ્યો કે હે ભદ્ર ! અહી તમાર તપ નિર્વિદને ચાલે છે તેના આવા પ્રશ્નને સાંભળીને સખીએ ધીરજ ધરીને કહ્યું કે “જ્યાં સુધી વજાબાહુના કુમાર રાજ્ય કરે છે ત્યાં સુધી તાપસના તપમાં વિન્ન કરવાને કેણુ સમર્થ છે ? હે રાજન ! આ બાળા તે માત્ર કમળની ભ્રાંતિથી કઈ ભ્રમરે તેના મુખ પર કંસ કર્યો, તેથી કાયર થઈને રક્ષા કરે, રક્ષા કરો” એમ બોલી હતી. આ પ્રમાણે કહીને તેણીએ એક વૃક્ષની નીચે આસન આપી રાજાને બેસાડયો. પછી તે સખીએ સ્વચ્છ બુદ્ધિવડે અમૃત જેવી વાણીથી પૂછ્યું કે- તમે નિર્દોષ મૂરિથી કોઈ અસાધારણ જન જણાઓ છે, તથાપિ કહો કે તમે કોણ છો ? કેઈ દેવ છો ? કે વિદ્યાધર છો ?” રાજાએ પોતાની જાતે પોતાને ઓળખાવવું અગ્ય ધારીને કહ્યું કે હું સુવર્ણબાહ રાજાને માણસ છું, અને તેમની આજ્ઞાથી આ આ શ્રમવાસીઓના વિદ્યાનું નિવારણ કરવા માટે અહીં આવ્યો છું, કેમકે આવાં
SR No.032706
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy