SearchBrowseAboutContactDonate
Page Preview
Page 436
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ ૯ મું ૩૧ લાગ્યા કે-“અહો ! આજે મારા મનોરથને અનુકૂળ એવા પુણ્યદયથી અહંત પ્રભુને સમાગમ પ્રાપ્ત થયો છે.” પછી મોટી સમૃદ્ધિ સાથે લઈને દીક્ષા લેવાની ઈચ્છાએ તે તત્કાળ ભગવંતની સમીપે ગયા, ત્યાં પ્રભુને વંદના કરીને તેમની અત્યુત્તમ દેશના સાંભળી. દેશનાને અંતે અંજલિ જોડી તેમણે પ્રભુને કહ્યું કે-“ઘણું કાળથી ઈરછેલા વતનું દાન કરીને મારાપર અનુગ્રહ કરે. બીજા ઉત્તમ સાધુઓ જેવા ગુરૂ પણ પુણ્યથી જ પ્રાપ્ત થાય છે, તે તમારા જેવા તીર્થકર ભગવંત મને ગુરૂપણે પ્રાપ્ત થયા તેથી હું વિશેષ પુણ્યવાન છું, દીક્ષાની ઈચ્છાથી મેં હમણાંજ પુત્રને રાજ્યાભિષેક કર્યો છે, માટે હવે દીક્ષાનું દાન કરવારૂપ તમારે પ્રસાદ મેળવવાને માટે જ હું તત્પર થયે છું.” આ પ્રમાણેનાં વાનાભ રાજાનાં વચન સાંભળી દયાળુ પ્રભુએ પોતે તરત જ તેને દીક્ષા આપી. તીવ્ર તપસ્યાને કરનારા તે રાજર્ષિએ પણ શ્રુતને અભ્યાસ શેડા કાળમાં કર્યો પછી ગુરૂની આજ્ઞાથી એકલવિહાર પ્રતિમાને ધારણ કરતા અને તીવ્ર તપસ્યાથી જેનું શરીર કૃશ થઈ ગયું છે એવા તે મહર્ષિ અનેક નગ૨ વિગેરેમાં વિહાર કરવા લાગ્યા. અખંડ અને દઢ એવા મૂલત્તર ગુણોથી જાણે બે દઢ પાંખોવાળા હોય તેમ તે મુનિ અનુક્રમે આકાશગમનની લબ્ધિને પ્રાપ્ત થયા. એક વખતે આકાશમાર્ગે ઊડીને તપના તેજથી જાણે બીજે સૂર્ય હોય તેવા દેખાતા તે મુનિ સુકચ્છ નામના વિજયમાં આવ્યા. પિલે સપજે છઠ્ઠી નરકમાં ઉત્પન્ન થયેલો હતો, તે ત્યાંથી નીકળીને સુકરછ વિજયમાં આવેલા જવલનગિરિમાં મોટી અટવીમાં કુરંગક નામે ભિલ્લ થયે. યૌવનવય પ્રાપ્ત થતાં પ્રતિદિન તે ભિલ ધનુષ્ય ચઢાવીને આજીવિકાને માટે અનેક પ્રાણીઓને મારતો તે ગિરિની ગુહામાં ફરવા લાગ્યું. તે વખતે વજનાભ મુનિ પણ ફરતા ફરતા યમરાજાના સૈનિકો જેવા અનેક પ્રકારના શીકારી પ્રાણીઓના સ્થાનરૂપ તેજ અટવામાં આવી ચઢથા. ચમૂરૂ વગેરે ક્રર પ્રાણુઓથી ભય પામ્યા વિના તે મુનિ જવલનગિરિ ઉપર આવ્યા; તે વખતે સૂર્ય અસ્ત પામી ગયા. જ્યારે સૂર્ય અસ્ત પામ્યા ત્યારે જ્વલનગિરિની કંદરામાંજ જાણે તેનું નવીન શિખર હોય તેમ મુનિ કાત્સગ કરીને રહ્યા. તે સમયે રાક્ષસેના કુળની જેમ સર્વ દિશાઓમાં અંધકાર વ્યાપી ગયે. યમરાજનાં જાણે ક્રિીડાપક્ષી હોય તેવા ઘુવડ પક્ષીઓ ધુત્કાર કરવા લાગ્યા, રાક્ષસના ગાયક હોય તેમ બહાર પ્રાણી ઉગ્ર આકંદ કરવા લાગ્યા, ડકાથી વાજિત્રની જેમ મુંછડાથી પૃથ્વી પર પ્રહાર કરતા વાઘે આમતેમ ભમવા લાગ્યા, અને વિચિત્ર રૂપવાળી શાકિની, યોગિની અને વ્યંતરીઓ કિલકિલ શબ્દ કરતી ત્યાં એકઠી થઈ ગઈ. તેવા સ્વભાવથીજ અતિ ભયંકર કાળ અને ક્ષેત્રમાં પણ વજીનાભ ભગવાન ઉદ્યાનમાં રહેલા હોય તેમ નિભય અને નિષ્કપ થઈને સ્થિત રહ્યા. આ પ્રમાણે ધ્યાન ધરતા તે મુનિને રાત્રી નિર્ગમન થઈ ગઈ. પ્રાતઃકાળે તેમના તપની જ્યોતિની જેવી સૂર્યની જ્યોતિ પ્રકાશિત થઈ એટલે સૂર્યકિરણના સ્પર્શથીજ જતુ રહિત ભૂમિપર યુગમાત્ર દષ્ટિ નાખતા મુનિ બીજે વિહાર કરવાને માટે ત્યાંથી ચાલ્યા. એ સમયે વાઘના જે ક્રૂર અને વાઘના ચામડાને ઓઢનારે પેલે કુરંગક ભિલ હાથમાં ધનુષ્ય અને ભાથું લઈ શીકાર કરવા માટે નીકળ્યો, તેણે દૂરથી વાવાભ મુનિને આવતા જોયા, એટલે “મને આ ભિક્ષુકન અપશુકન થયાં એવા કુવિચારવડે તેને કોઇ ઉત્પન્ન થયો. પછી પૂર્વ જન્મના વૈરથી અતિ ઝેધ કરતા તે કુરંગને દૂરથી ધનુષ્ય ખેંચીને હરણની જેમ તે મહર્ષિને બાણવડે પ્રહાર કર્યો. તેના પ્રહારથી પીડિત થયા છતાં પણ ૫૦
SR No.032706
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy