SearchBrowseAboutContactDonate
Page Preview
Page 433
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૦ સર્ગ ૨ જે તે હાથીને વિશેષ સ્થિર કરવાને માટે ગૃહીધમ પુનઃ સંભળાવ્યું, તેથી તે ગજેન્દ્ર શ્રાવક થઈ મુનિને નમીને સ્વસ્થાને ચાલ્યો ગયો. ગજેદ્રને બોધ થયેલ જોઈ ત્યાં રહેલા ઘણા લોકે આશ્ચર્ય પામીને તરત જ સાધુ થયા, અને ઘણા લોકો શ્રાવક થયા. તે વખતે સાગરદત્ત સાર્થવાહ જિનધર્મમાં એ દૃઢ થયે કે તેને દેવતાઓથી પણ ચળાવી શકાય નહીં. પછી અરવિંદ મહામુનિએ તેની સાથે અષ્ટાપદ ગિરિ પર જઈ સર્વ અહંતને વંદના કરી, અને ત્યાંથી વિહાર કરીને અન્યત્ર ચાલ્યા ગયા. તે ગજેન્દ્ર શ્રાવક ઈર્યાસમિત્યાદિકમાં તતપરપણે નિરતિચાર અષ્ટમ વિગેરે તપસ્યા આચરતો ભાવયતિ થઈને રહ્યો. સૂર્યથી તપેલું જળ પીતે અને સૂકાં પાત્રોનું પારણું કરતો તે ગજ હાથિણીઓ સાથે કીડા કરવાથી વિમુખ થઈ ખરેખર વિરક્ત બુદ્ધિવાળે બની ગયે. તે હાથી હમેશાં એવું ધ્યાન ધરતા કે “જે પ્રાણું મનુષ્યપણાને પામીને મહાવતને ગ્રહણ કરે છે તેજ ધન્ય છે, કેમકે દ્રવ્યનું ફળ જેમ પોત્રમાં દાન દેવું તે છે તેમજ મનુષ્યત્વનું ફળ ચારિત્ર ગ્રહણ કરવું તેજ છે. મને ધિક્કાર છે કે તે વખતે હું દ્રવ્યને લોભી જેમ તેના ફળને હારી જાય તેમ દીક્ષા લીધા વગર મનુષ્યપણાને હારી ગયે. આવી રીતે શુભ ભાવના ભાવતે ગુરૂની આજ્ઞામાં સ્થિર મનવાળે તે હાથી સુખદુઃખમાં સમાનપણે કાળ નિર્ગમન કરવા લાગ્યા. અહીં કમઠ મરૂભૂતિના વધથી પણ શાંત થયો નહીં. તેનું આવું માઠું કૃત્ય જોઈ તેના ગુરૂ તેની સાથે બોલ્યા નહીં, અને બીજા તાપસે એ પણ તેની ઘણી નિંદા કરી. પછી વિશેષ આર્તધ્યાનથી મૃત્યુ પામીને તે કુકકુટ જાતિને સર્પ થયે. તે ભવમાં જાણે પાંખવાળો યમરાજ હોય તેમ તે અનેક પ્રાણીઓને સંહાર કરતે ફરવા લાગ્યો. એક વખતે ફરતાં ફરતાં તેણે કઈ સરેવરના સૂર્યના તાપથી તપેલા પાસુક જળનું પાન કરતા પેલા મરૂભૂતિ ગજેદ્રને જોયો, એટલામાં તે તે ગજેન્દ્ર કાદવમાં ખેંચી ગયો, અને તપસ્યાથી શરીર કૃશ થઈ ગયું હતું, તેથી તે નીકળી શક્યો નહીં. તે વખતે એ કુકકુટ નાગ ત્યાં જઈને તેના કુંભસ્થળ પર ડો. તેનું ઝેર ચઢવાથી ગજે પિતાનું અવસાનકાળ સમીપ જાણી તત્કાળ સમાધિપૂર્વક ચતુર્વિધ આહારનાં પચ્ચખાણ કર્યા, પંચ નમસ્કાર મંત્રના સ્મરણપૂર્વક ધર્મધ્યાન ધરતો તે મૃત્યુ પામીને સહસ્ત્રાર દેવકમાં સત્તર સાગરોપમના આયુષ્યવાળા દેવતા થયે. વરૂણ હાર્થિણીએ પણ એવું દુસ્તપ તપ કર્યું કે જેથી તે મૃત્યુ પામીને બીજા કલ્પમાં શ્રેષ્ઠ દેવી થઈ. તે ઈશાન દેવેલકમાં કઈ એ દેવ નહીં હોય કે જેનું મન રૂપલાવણ્યની સંપત્તિથી મને હર એવી એ દેવીએ હયું ન હોય! પણ તેણીએ કોઈ દેવની ઉપર પિતાનું મન જરા પણ ધર્યું નહીં. માત્ર પેલા ગજેનો જીવ કે જે આઠમા દેવલોકમાં દેવતા થયું હતું તેનાજ સંગમના ધ્યાનમાં તત્પર રહેવા લાગી. ગજેદ્ર દેવ અવધિજ્ઞાનથી તેને પિતાની પર અત્યંત અનુરાગવાળી જાણીને તેને સહસ્ત્રાર દેવલોકમાં લઈ ગયો, અને પોતાના અંત - પુરમાં શિરોમણિ કરીને રાખી. “પૂર્વ જન્મમાં બંધાયેલો સ્નેહ અતિ બળવાન હોય છે.” સહસ્ત્રાર દેવકને યોગ્ય એવું તેની સાથે વિષયસુખ ભગવતે તે દેવ તેણીના વિરહ વિના પિતાને કાળ નિર્ગમન કરવા લાગ્યો. કેટલોક કાળ ગયા પછી પેલે કુકકુટ નાગ મૃત્યુ પામીને સત્તર સાગરોપમના આયુષ્યવાળે પાંચમી નરકભૂમિમાં નારકી થયો. નરકભૂમિને યોગ્ય એવી વિવિધ પ્રકારની વેદનાને અનુભવતે તે કમઠને જીવ કદિ પણ વિશ્રાંતિને પામતે નહીં.
SR No.032706
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy