SearchBrowseAboutContactDonate
Page Preview
Page 431
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૮ સગ ૨ જે તે દુર્મતિ કમઠ અને વસુંધરાએ નિ:શંકપણે ચિરકાળ કામક્રીડા કરી. જે જવાનું હતું તે મરૂભૂતિએ જોઈ લીધું, પણ લકેપવાદના ભયથી તેણે તે વખતે કાંઈ પણ વિરુદ્ધ કાર્ય કર્યું નહીં. પછી તેણે અરવિંદ રાજા પાસે જઈને બધી વાત કહી બતાવી; એટલે અનીતિને નહીં સહન કરનારા રાજાએ આરકેને આજ્ઞા કરી કે- પુરેહિત પુત્ર કમકે મડા દુશ્ચરિત કર્યું છે, પણ તે પુરોહિતપુત્ર હોવાથી અવધ્ય છે, માટે તેને ગધેડા ઉપર બેસાડી વિટંબણું સાથે ગામમાં ફેરવીને બહાર કાઢી મૂકે.” રાજાનો આ પ્રમાણે આદેશ થતાં આરક્ષક એ કમઠનું અંગ વિચિત્ર ધાતુવડે રંગી ગધેડા પર બેસાડી, વિરસ વાજિંત્ર વગાડતા આખા નગરમાં ફેરવી તેને નગર બહાર કાઢી મૂક્યો. નગરના લોકોના દેખતાં શરમથી નીચું મુખ કરી રહેલે કમઠ કાંઈ પણ પ્રતિકાર કરી શકે તેમ ન હોવાથી જેમ તેમ વનમાં આવ્યું. પછી અત્યંત નિર્વેદ પામીને શિવ તાપસની પાસે જઈ તપસ્વી થશે, અને તે વનમાં જ રહીને તેણે અજ્ઞાન તપ આરંભ્ય. અહીં મરૂભૂતિ પશ્ચાત્તાપ કરવા લાગ્યું કે મે મારા ભાઈનું દુશ્ચરિત રાજાને જણાવ્યું, તે અતિ ધિક્કાર ભરેલું કામ કર્યું, માટે ચાલ, જઈને તે યેષ્ઠ ભ્રાતાને ખમાવું.' આ વિચાર કરીને તેણે રાજાને પૂછયું, રાજાએ ઘણે વાર્યો, તો પણ તે કમઠ પાસે ગયો, અને તેના ચરણમાં પડ્યો. કમઠે પૂર્વે થયેલી પિતાની વિડંબનાને સંભારીને અત્યંત ક્રોધથી એક શિલા ઉપાડીને મરૂભૂતિના મસ્તપરનાખી, તેના પ્રહારથી પીડિત થયેલા મરૂભૂતિના ઉપર પાછી ફરીવાર ઉપાડીને પિતાના આત્માને નિર્ભયપણે નરકમાં નાખે તેમ તેણે તે શિલા નાખી. તેના પ્રહારની પીડાથી આધ્યાને મૃત્યુ પામીને મરૂભૂતિ પીડાથી વિંધ્ય પર્વતમાં વિંધ્યાચળ જે ચૂથપતિ હાથી થયે. પિલી કમઠની સ્ત્રી વરૂણા પણ કોપાંપણે કાળધર્મને પામીને તે ચૂથનાથ ગજેની વહાલી હાથિણું થઈ. યુથપતિ ગિરિ નદી વિગેરેમાં સ્વેચ્છાએ તેણીની સાથે અખંડ સંગસુખ ભેગવતે વિશેષ પ્રકારે કડા કરવા લાગ્યું. તે અરસામાં પિતનપુરનો રાજા અરવિંદ શરદઋતુમાં પિતાના અંતઃપુરની સ્ત્રીઓની સાથે હવેલી ઉપર કીડા કરતો હતો તે વખતે ક્રીડા કરતા રાજાએ આકાશમાં ઇદ્રધનુષ્ય એ વિજળીને ધારણ કરતા અને ઘણા શોભતા નવીન મેઘને ચઢેલ છે. તે વખતે “અહો ! આ મેઘ કે રમણીય છે” એમ રાજા બોલવા લાગ્યો. તેવામાં તે મેટા પવનથી તે મેઘ આકડાના તલની જેમ તત્કાળ નષ્ટ થઈ ગયો. તે જોઈને રાજાએ ચિંતવ્યું કે “અહા ! આ સંસારમાં સર્વ શરીરાફિક પણ આ મેઘની જ જેવા નાશવંત છે, તો તેમાં વિવેકી જન શી આશા રાખે?” આ પ્રમાણે તીવ્રપણે શુભ ધ્યાન કરતાં તત્કાળ તે રાજાનાં જ્ઞાનાવરણીય અને ચારિત્રમોહનીય કર્મ ક્ષે પશમને પામી ગયાં, તેથી તેને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું. પછી મહેંદ્ર નામના પુત્રને પોતાના રાજ્યપર સ્થાપન કરીને તેણે સમંતભદ્રાચાર્યની પાસે દીક્ષા અંગીકાર કરી. અનુક્રમે ગીતાર્થ થઈ ગુરૂની આજ્ઞાથી એકલવિહારી પ્રતિમાને ધારણ કરીને અરવિંદ મુનિ ભવમાર્ગનું છેદન કરવાને માટે એકાકીપણે પૃથ્વી પર વિહાર કરવા લાગ્યા. શરીર ઉપર પણ મમતા વિનાના તે રાજાને વિહાર કરતાં ૩જડમાં કે વસ્તીમાં, ગ્રામમાં કે શહેરમાં, કોઈ સ્થાનકે કદિ પણ આસક્તિ થતી નહોતી. અન્યદા તપસ્યાથી કૃશ અંગવાળા અને વિવિધ અભિગ્રહને ધારણ કરનારા એ રાજમુનિ સાગરદત્ત શેઠના સાથે સાથે અષ્ટાપદ ગિરિ તરફ ચાલ્યા. સાગરદત્ત પૂછ્યું “હે મહામુનિ ! તમે ક્યાં જશે ?” મુનિ બોલ્યા-અષ્ટાપદ ગિરિપર દેવ વાંદવાને માટે જવું છે. સાર્થવાહે ફરીથી
SR No.032706
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy