SearchBrowseAboutContactDonate
Page Preview
Page 427
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૪ - સર્ગ ૧ લે પૂછયું કે “તમે અકસ્માત કેમ હસ્યા છે હવે તે કહેવાથી મૃત્યુ થાય એ ભય હેવાથી રાજાએ કહ્યું કે “એમજ.” રાણી બેલી – “હે નાથ ! આ હસવાનું કારણ મને અવશ્ય કહેવું જોઇશે; નહીં તે હું મરચું પામીશ, કેમ કે મારાથી ગોપવવાનું શું કારણ છે ?' રાજાએ કહ્યું, “તે કારણે તમને ન કહેવાથી તમે તો મરશે કે નહીં, પણ તે કહેવાથી હું તે જરૂર મરી જઈશ” રાજાનાં આ વર, શ્રદ્ધા ન આવવાથી રાણી ફરીથી બેલી કે, “તે કારણ તે મને જરૂર કહો, તે કરે છે. આપણે બંને સાથે મરી જઈશું, તો આપણે બંનેની સરખી ગતિ થશે, માટે વી .” આ પ્રમાણેના સ્ત્રીના દુરાગ્રહમાં પડેલા રાજાએ શ્મશાનમાં ચિતા રચાવી, અને રાણીને કહ્યું કે “હે રાણી ! ચિતાની આગળ જઈ મરવા તત્પર થઈને હું તે વાત તને કહીશ. પછી બ્રહ્મદર ચક્રી સ્નાન કરીને રાણી સાથે ગજારૂઢ થઈ ચિતા પાસે આવ્યા તે વખતે નગરજનો દિલગીર થઈને સજળ નેત્રે તેમને ફદા. એ વખતે ચક્રવતીની કોઈ કળદેવી એક મંઢાનું અને એક સગર્ભા મેઢીનું રૂપ મિથુન ચક્રન્તીને પ્રતિબોધ આપવા માટે ત્યાં આવી. “આ રાજા સર્વ પ્રાણીની ભાષા જાણે છે.” એવું જાણીને ગર્ભવંતી મેંઢીએ પિતાની જ ભાષામાં મેંઢાને કહ્યું કે, “હે પતિ ! આ જવના ઢગેલામાંથી એક જવને પુળો તમે લઈ આવે કે જેનું ભક્ષણ કરવાથી મારો દેહદ (મનોરથ પૂર્ણ થાય.” મેંઢે બોલ્યો “આ જવને ઢગલો તે બ્રહ્મદત્ત ચક્રવત્તીના ઘોડાને માટે રાખેલે છે, તેથી તે લેવા જતાં તે મારું મૃત્યુ થાય.” મેંઢી બોલી કે – ‘જો તમે એ જવ નહીં લાવો તો હું મરી જઈશ, ‘એટલે મેંહે કહ્યું કે – “જો તું મરી જઈશ તે હું બીજી મેંઢી લાવીશ.” મેંઢી બોલી કે-જુઓ ! આ બ્રહ્મદત્ત ચકી પિતાની સ્ત્રીને માટે પિતાનું જીવિતવ્ય ગુમાવે છે. એને જ ખરો નેહ છે, તમે તે નેહ વગરના છો. મેં બોલ્યો-“એ રાજા અનેક સ્ત્રીઓને પતિ છે, તે છતાં એક સ્ત્રીની વાણીથી મરવાને ઈરછે છે, તે તો ખરેખરી તેની મૂર્ખતા છે, હું કાંઈ તેના જેવો મૂર્ખ નથી. કદિ તે રાણુ સાથે મરશે, તો પણ ભવાંતરમાં તે બંનેને યોગ થશે નહીં, કેમકે પ્રાણીઓની ગતિ તો કર્મને આધીન હોવાથી ભિન્ન ભિન્ન માર્ગવાળી છે. આવી મેંઢાની વાણી સાંભળીને ચક્રવર્તી વિચારમાં પડયા કે “અહો ! આ મે હે પણ આવું કહે છે, તે હું એક સ્ત્રીથી મોહિત થઈને શા માટે મરું?’ આ પ્રમાણે વિચારી સંતુષ્ટ થઈ ગયેલા ચક્રીએ તે મેંઢા પર પ્રસન્ન થઈને કનકમાળા અને પુષ્પમાળા તે મેંઢાના કંઠમાં પહેરાવી અને હું તારે માટે મરણ નહીં પામું !' એમ રાણીને કહીને પોતે સ્વધામ ગયા; અને અખંડ એવી ચક્રવત્તી પણાની લક્ષ્મી અને રાજ્ય પાળવા લાગ્યા. એવી રીતે અનેક પ્રકારે ક્રીડા કરતાં બ્રહ્મદત્ત ચક્રવત્તીને જન્મથી માંડીને સોળે ઉણુ સાત વર્ષ વ્યતીત થયાં. એક વખત કોઈ પૂર્વના પરિચિત બ્રાહ્મણે આવીને બ્રાહ્મદત્તને કહ્યું કે હે ચક્રવર્તી રાજન ! જે ભેજન તું જમે છે તે ભજન મને આપ.” બ્રહ્મદરે કહ્યું, “હે દ્વિજ ! મારું અન્ન ઘણું દુર્જર છે. કદિ ચિરકાળે કરે છે તે પણ ત્યાં સુધી તે મહા ઉન્માદ કરે છે. બ્રાહ્મણ બે-“અરે રાજન્ ! તું અનનું દાન આપવામાં પણ કૃણુ છે, માટે તને ધિક્કાર છે ! આવું તે બ્રાહ્મણનું વચન સાંભળી તે બ્રાહ્મણને કુટુંબ સહિત પોતાનું ભજન ખવરાવ્યું. રાત્રીએ તે બ્રાહ્મણના શરીરમાં તે અનરૂપી બીજમાંથી કામદેવના ઉન્માદરૂપી વૃક્ષ સેંકડો શાખાયુક્ત પ્રગટ થયું. તેમજ બીજાઓને પણ કામદેવ ઉત્પન્ન થયે, તેથી તે બ્રાહ્મણ પુત્ર સહિત માતા, બહેન અને પુત્રવધૂને સંબંધ ભૂલી જઈ તેમની સાથે પશુવત્ વિષય ૧, ગરોળી. ૨. વિલેપન.
SR No.032706
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy