SearchBrowseAboutContactDonate
Page Preview
Page 417
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૪ સગ ૧ લા પ્રમાણે થયેલા વિજયથી હર્ષ પામેલેા સાગરદત્ત બ્રહ્મદ્યત્ત અને મંત્રીપુત્ર કે જે વિજય અપાવવાથી મિત્રરૂપ થઈ પડયા હતા તેમને પોતાના રથમાં બેસાડીને પેાતાને ઘેર લઈ ગયા. ત્યાં તેઓ પાતાના ઘરની જેમ બહુ દિવસ રહ્યા. એક વખતે બુદ્ધિલના સેવકે વરધનુ પાસે આવીને કાંઇક કહ્યું, તેના ગયા પછી વરધનુએ કુમારને કહ્યું કે જુએ ! બુદ્ધિલે જે અલ:ખ દ્રવ્ય મને આપવાને કહ્યું હતું તે આજે મેકલાવ્યું છે.' એમ કહી નિર્માળ, સ્થૂળ અને વર્તુલાકાર મેતીવડે શુક્રના તારામાંડળને અનુસરતા એક હાર તેણે બતાવ્યા. તે હારની સાથે પેાતાના નામથી અંકિત એક લેખ બ્રહ્મદત્તના જોવામાં આવ્યા. તે વખતે મૂર્તિમાન્ સંદેશા હાય તેવી વત્સ ! નામની એક તાપસી પણ ત્યાં આવી, તે બન્ને કુમારના મસ્તકપર આશીર્વાદ સાથે અક્ષત નાખી, વરધનુને એક તરફ લઈ જઈ કાંઇક વાર્તા કહીને ચાલી ગઈ. પછી મંત્રીપુત્રે બ્રહ્મદત્તને કહ્યું-“આ હારની સાથે જે લેખ છે, તેનો પ્રત્યુત્તર લેવાને માટે તે આવી હતી. તેણે જ્યારે કહ્યું કે હારની સાથે બ્રહ્મદત્તના લેખ છે, ત્યારે મે' પૂછ્યું કે બ્રહ્મદત્ત કાણુ ?” એટલે તે બેલી-આ નગરમાં એક શેઠની રત્નવતી નામે પુત્રી છે, પણ્ તે રૂપાંતર કરી કન્યાપણું લઈને જાણે રતિજ પૃથ્વીપર આવી હોય તેવીજ રૂપવંત છે. તે દિવસે સાગરદત્ત અને બુદ્ધિલના કુકડાનું યુદ્ધ થતુ હતુ, ત્યારે તેણીએ આ બ્રહ્મદત્તને જોયા હતા, ત્યારથી કામાત્ત થઈ તરફડતી તે ખાળા શાંતિ પામતી નથી, અને બ્રહ્મદત્ત મારું શરણુ હા' એમ તે હંમેશાં ખેલ્યા કરે છે. એક વખતે તેણે પાતે આ લેખ લખી હારની સાથે મેળવી મને આપ્યા, અને કહ્યું કે આ બ્રહ્મદત્તને માકલાવા.' પછી મે' દાસીની સાથે તે લેખ માકલાવ્યા, અને તેના ખબર આપીને તેણીને આશ્વાસન આપ્યું.” આ પ્રમાણે તેની વાત સાંભળ્યા પછી મે પણ તમારા નામના પ્રતિલેખ આપીને તેને વિદાય કરી છે. વરધનુનાં આવાં વચન સાંભળી બ્રહ્મદત્ત દુર્વાર કામના તાપથી પીડિત થયે અને મધ્યાહ્ન સૂર્યના કિરણાથી તપેલા હાથીની જેમ તે સુખે રહી શકયો નહીં. આ અરસામાં કૌશાંખી નગરીના સ્વામી પાસે દીઘ રાજાએ માકલેલા સુભટો નષ્ટ થયેલા શલ્યની જેમ બ્રહ્મદત્ત અને વરધનુને શેાધવાને માટે આવ્યા. કૌશાંબીના રાજાની આજ્ઞાથી અહીં તે બન્નેને શેાધ થવા માંડયા. તેની ખબર પડતાં સાગરદત્તે તેમને નિધાનની જેમ ભૂમિગૃહમાં સંતાડયા, તેમની ત્યાંથી બહાર જવાની ઇચ્છા થતાં તે જ રાત્રીએ રથમાં એસાડીને સાગરદત્ત તેમને કેટલેક દૂર લઇ ગયા. પછી પાતે પાળે વળ્યા. બન્ને જણ આગળ ચાલ્યા, ત્યાં નંદનવનમાં દેવીની જેમ તે નગરીના ઉદ્યાનમાં એક સુ...દર સ્ત્રી તેમના જોવામાં આવી. તે બંનેને જોઈને ‘· તમને આવતાં આટલી બધી વાર કેમ લાગી ?' એમ તેણીએ આદરથી પૂછ્યું, એટલે તેઓ વિસ્મય પામી એલ્યા-ભદ્રે ! અમે કોણ છીએ ? અને તું અમને શી રીતે એળખે છે?' તે ખાલી – “આ નગરીમાં ધનપ્રભવ નામે કુબેરના બધુ જેવા ધનાઢય શ્રેષ્ઠી છે. તેમને આઠ પુત્રો થયા પછી બુદ્ધિના આઠ ગુણુ ઉપરાંત વિવેકલક્ષ્મીની પ્રાપ્તિ થાય તેમ હું એક પુત્રી થઈ છું. ઉત્કટ યૌવનવતી થતાં મે વરની પ્રાપ્તિને માટે આ ઉદ્યાનમાં એક યક્ષનું બહુ પ્રકારે આરાધન કર્યું, કેમકે ‘સ્ત્રીઓને પતિપ્રાપ્તિ સિવાય બીજો કાંઈ પણ મનેરથ હાતા નથી.’ભક્તિથી સંતુષ્ટ થયેલા યક્ષે મને વરદાન આપ્યું કે ‘બ્રહ્મદત્ત નામે ચક્રવત્તી તારા ભર્તા થશે. જે સાગર અને બુદ્ધિલ શ્રેષ્ઠીના કુકડાને બરાબર જોડી દેનારા, શ્રીવત્સના ચિન્હવાળા અને મિત્ર સાથે રહેનારા હાય તે બ્રહ્મદત્ત છે એમ તારે એળખી લેવા. વળી આ મારા મદિરમાં રહેતાં જ તને બ્રહ્મદત્તના મેળાપ થશે.’ યક્ષનાં આવાં વચન પ્રમાણે તમે અહીં મળ્યા છેા, તેથી હું સુંદર ! તે બ્રહ્મદત્ત તમે જ છે; માટે અહીં આવેા, અને જળના પૂર જેવા તમારા સ'ગથી ચિરકાળ
SR No.032706
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy