SearchBrowseAboutContactDonate
Page Preview
Page 413
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૦ સગ ૧ લો તે બંને વાનાં લઈને ખગ વડે કદલીની જેમ તે વંશજાલિકાને છેદી નાખી. તેવામાં વંશજાળની અંદર જેના ઓષ્ટદલ ફરકે છે એવું એક મસ્તક સ્થળકમળની જેમ છેદાઈને પૃથ્વીપર પડેલું તેના જેવામાં આવ્યું, તેથી કુમારે વધારે તપાસ કરી તો “તે વંશજાળમાં રહેલા અને ધુમ્રપાન કરનારા કેઈ નિરપરાધી માણસને મેં મારી નાંખે ! મને ધિક્કાર છે !” એમ તે પિતાના આત્માની નિંદા કરવા લાગ્યા. ત્યાંથી આગળ ચાલતાં કુમારે દેવલોકમાંથી પૃથ્વી ઉપર ઉતરેલું નંદન વન હોય એવું એક રમણિક ઉદ્યાન જોયું. તેમાં પ્રવેશ કરતાં સાતલેકની લક્ષ્મીનું રહસ્ય એકઠું થયું હોય તે એક સાત ભૂમિકાવાળો પ્રાસાદ તેને જોવામાં આવ્યો. બ્રહ્મદત્ત તે આકાશ સુધી ઊંચા મહેલપર ચઢ, એટલે તેમાં હાથપર વદન રાખીને બેઠેલી એક ખેચરી જેવી સુંદર સ્ત્રી તેના જેવામાં આવી. કમા૨ તેની પાસે આવી વિમળ વાણીએ બે કે “તું કોણ છે ? અહી એકલી કેમ રહેલી છે ? અને તારે શેક કરવાનું કારણ શું છે ?” ભયભીત થયેલી તે બાળા ગદ્દગદ્દ અક્ષરે બોલી કે “મારે વૃત્તાંત ઘણો મોટો છે, માટે પ્રથમ તમે કહે કે તમે કેણુ છે ? અને અહીં કેમ આવ્યા છો ? બ્રહ્મદત્ત બાલ્યા- “પંચાલ દેશના બ્રહ્મરાજાને હું બ્રહ્મદત્ત નામે કુમાર છું.’ આવાં તેનાં વચન સાંભળતાંજ તે રમણી હર્ષથી ઊભી થઈ. તેના લેચનરૂપ અંજળિમાંથી ખરતાં આનંદાશ્રુના જળથી તેણે કુમારના ચરણમાં પાદ્ય (ચરણદક) આપ્યું. પછી “હે કુમાર ! સમુદ્રમાં ડુબતાને વહાણની જેમ આ હુ અશરણ બાળાને તમે શરણ રૂપ અહીં આવ્યા છે.” એમ કહેતી તે બાળા રૂદન કરવા લાગી. કુમારે પૂછયું તું કેમ રૂવે છે ?” બાળા બેલી-“હું તમારા મામા પુષ્પચૂલની પુષ્પવતી નામે પુત્રી છું, હજુ હું કન્યા છું, મારા પિતાએ તમને સંબંધ કરીને આપેલી છે. અન્યદા વિવાહને ઉન્મુખ થયેલી હું હંસીની જેમ ઉદ્યાનની વાપિકાના તીર ઉપર રમવા ગઈ હતી, તેવામાં જાનકીને રાવણની જેમ નાટોન્મત્ત નામને એક દુષ્ટ વિદ્યાધર મને હરીને અહીં લાગે છે, તે મારી દષ્ટિને સહન કરી શકે નહીં, તેથી સૂર્પણખાના પુત્રની જેમ વિદ્યાસાધનને માટે અહીંથી જઈને એક વંશજાલિકામાં ધુમ્રપાન કરતો ઉર્ધ્વ પગે રહેલો છે. તે વિદ્યાધરને આજે વિદ્યા સિદ્ધ થવાની છે. વિદ્યા સિદ્ધ થયા પછી શક્તિમાન થયેલ તે મને પરણવા પ્રયત્ન કરશે. તે સાંભળી કુમારે તેને પોતે વધ ક્યને વૃત્તાંત કહ્યો. તે સાંભળીને તે રમણને હર્ષ ઉપર હર્ષ થયે. પછી પરસ્પર અનુરક્ત થયેલા તે દંપતીએ ત્યાં ગાંધર્વ વિવાહ કર્યો. “એ વિવાહ મંત્ર રહિત છે, તે છતાં સકામ દંપતીને માટે ક્ષત્રિઓમાં શ્રેષ્ઠ ગણાય છે. પછી વિચિત્ર વાર્તાલાપવડે તેની સાથે ક્રીડા કરતાં બ્રહ્મદરે તે ત્રિયામા (રાત્રી) એક યામા (પ્રહર)ની જેમ નિર્ગમન કરી. | પ્રાતઃકાળે આકાશમાં મૃગલીઓની જે બેચર સ્ત્રીઓને શબ્દ બ્રહ્મદત્તના સાંભળવામાં આવ્યો, એટલે “અભ્ર વગરની વૃષ્ટિ જે આ અકસમાત્ કોને શબ્દ હશે ?' એમ બ્રહ્મદરે પુષ્પવતીને પૂછયું. પુષ્પવતી સંભ્રમવડે બેલી કે “હે પ્રિય ! તમારા શત્રુ નાટયોન્મત્ત વિદ્યાધરને ખંડા અને વિશાખા નામે બે બહેને છે. તે વિદ્યાધરકુમારીકાઓનો આ શબ્દ છે. તેઓ પોતાના ભાઈને માટે વિવાહની સામગ્રી હાથમાં લઈને અહીં આવે છે, પરંતુ “મનુષ્ય અન્યથા ચિંતવેલા કાર્યને દેવ અન્યથા કરી દે છે ! હે સ્વામિન્ હમણાં તમે ક્ષણવાર દર ખસી જાઓ, એટલે હું તમારા ગુણનું કીર્નાન કરીને તેમને તમારી ઉપરના રાગ વિરાગને ભાવ જાણી લઉં. હે પતિ ! જે તેમને તમારા પર રાગ થશે તે હું તમને રાતી ધ્વજા બતાવીશ અને વિરાગ થશે તો ત ધ્વજા બતાવીશ. જે વેત
SR No.032706
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy