SearchBrowseAboutContactDonate
Page Preview
Page 408
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ મુ એવી ભૂમિકાને પ્રાપ્ત થયે હતો તેને મુનિએ છોડાવી દીધે, તેથી એ કર્મચંડાળને જાતિચંડાળની જેમ રાજાએ નગર બહાર કાઢી મૂક્યા, કેમકે “ગુરૂનું શાસન માનવા ગ્ય છે.' પછી ચોસઠ હજાર સપત્નીઓને પરિવાર લઈને તે ચક્રવત્તીનું સ્ત્રીરત્ન સુનંદા મુનિને વાંદવા માટે આવી. ત્યાં સંભૂતમુનિના ચરણકમળમાં કેશને લુલિત કરતી અને મુખથી પૃથ્વીને ચંદ્રવાળી રચતી સુનંદા તેમને નમી પડી. તે રાજરમણીના કેશને સ્પર્શ થતાં સંભૂતમુનિ તત્કાળ રોમાંચિત થઈ ગયા કારણ કે “કામદેવ નિરંતર છીને જ શોધનારો છે.” પછી રાજા સનસ્કુમાર તે મુનિરાજની આજ્ઞા લઈને અંતઃપુર સહિત ત્યાંથી પિતાને સ્થાનકે ગયા. તેમના ગયા પછી કામરાગથી પરાભવ પામેલા સંભૂતમુનિએ આ પ્રમાણે નિયાણું બાંધ્યું કે “જો આ મારા કરેલા દુષ્કર તપનું ફળ હોય તે હું ભાવી જન્મમાં આવા સ્ત્રીરત્નનો પતિ થાઉં.' ચિત્રમુનિ બોલ્યા કે “અરે ભદ્ર ! આ મોક્ષદાયક તપનું ફળ આવું કેમ ઈચ્છે છે ? મુકુટને ચેશ્ય એવા રત્ન કરીને ચરણપીઠ કેમ બનાવે છે ? મેહથી કરેલું આ નિયાણું હજુ પણ તમે છોડી દ્યો અને તમારું તે દુષ્કૃત મિથ્યા થાઓ, કેમકે તમારા જેવા મનુષ્યો મેહથી મુંઝાઈ જતા નથી.” આ પ્રમાણે ચિત્ર સાધુએ તેમને ઘણા વાર્યા, તો પણ સંભૂતમુનિએ પોતાનું નિયાણું છોડયું નહીં. “અહો ! વિષયેચ્છા મહા બળવાન છે !” પછી બન્ને મુનિ પરિપૂર્ણ અનશનને પાળી આયુકર્મનો ક્ષય થતાં મૃત્યુ પામીને સૌધર્મદેવલોકના સુંદર નામના વિમાનમાં દેવતા થયા. ચિત્રનો જીવ પહેલા દેવલોકમાંથી ચ્યવી પુરીમતાલ નગરમાં એક ધનાઢય વણિકને પુત્ર થયો. અને સંભૂતને જીવ ત્યાંથી વી કાંપિલ્ય નગરના બ્રહ્મરાજા સ્ત્રી ચુલની દેવીના ઉદરમાં અવતર્યો. ચૌદ મહાસ્વપ્નોએ જેને ચક્રવર્તીને વૈભવ સૂચવેલ છે એ તે સુવર્ણના જેવા વર્ણવાળે અને સાત ધનુષ્ય ઊંચી કાયાવાળે થયો. બ્રહ્મના જેવા આનંદથી બ્રહ્મરાજાએ બ્રહ્માંડમાં બ્રહ્મદત્ત એવું તેનું નામ પાડ્યું. જગતના નેત્રરૂપી કુમુદને હર્ષ આપતે અને કળાના કલાપથી પોષણ થતો તે નિર્મળ ચંદ્રની જેમ વધવા લાગે. બ્રહ્માને જેમ ચાર મુખ હોય છે તેમ તે બ્રહારાજાને ચા૨ પ્રિય મિત્ર હતા. તેમાં પહેલે કાશી દેશને રાજા કટક, બીજો હસ્તિનાપુરને રાજા કર્ણરૂદત્ત, ત્રીજે કોશલ દેશનો રાજા દીર્ઘ અને ચોથો ચંપા નગરીને રાજા પુષ્પગૂલ હતું. તે પાંચ મિત્રો સ્નેહથી નંદનવનમાં કલ્પવૃક્ષોની જેમ પોતાના અંત:પુર સાથે એક એકના નગરમાં એક એક વર્ષ રહેતા હતા. અન્યદા તેઓ વારા પ્રમાણે બ્રહ્મરાજાના નગરમાં એકઠા થયા. ત્યાં ક્રીડા કરતાં તેમને કેટલેક કાળ ચાલે ગયો. બ્રહ્મદત્તને બાર વર્ષ પૂર્ણ થયાં તે સમયમાં બ્રહ્મરાજા મસ્તકની વેદનાથી પરલોકને પ્રાપ્ત થયે. બ્રહ્મરાજાની ઉત્તરક્રિયા કરીને મૂર્તિમાન ચાર ઉપાય જેવા તે કટક વિગેરે ચાર મિત્રે આ પ્રમાણે વિચાર કરવા લાગ્યા, “આપણા મિત્ર બ્રહ્મરાજાને કુમાર આ બ્રહ્મદત્ત જ્યાં સુધી બાળક છે ત્યાં સુધી આપણે એક એક જણાએ એક એક વર્ષ પહેરેગીરની જેમ તેના અને રાજ્યના રક્ષક થઈને અહીં રહેવું યોગ્ય છે. આવો નિર્ણય થવાથી પ્રથમ દીર્ઘ રાજા તે મિત્રના રાજ્યની રક્ષા કરવાને રહ્યો અને બીજા ત્રણે રાજાઓ પોતપોતાના રાજયમાં ચાલ્યા ગયા. પછી બુદ્ધિભ્રષ્ટ થયેલે દીર્ઘરાજા રક્ષક વગરના ક્ષેત્રને સાંઢ ભોગવે તેમ બ્રહ્મરાજાના રાજયની સમૃદ્ધિને સ્વછંદપણે ભોગવવા લાગ્યા. તે મૂઢ બુદ્ધિ બીજાના મર્મને જેમ દુર્જન શોધે તેમ લાંબા કાળથી ગુપ્ત રાખેલા કોશ (ભંડાર)ને શોધવા લાગ્યો. “મનુષ્યોને આધિપત્યજ અધર્મકારક છે.”
SR No.032706
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy