SearchBrowseAboutContactDonate
Page Preview
Page 400
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ ૮ મું ૩૫૭ એક વખતે કાષ્ઠાદિકને લઈ જનારા તે લે કે એ પિતાપિતાના રાજા પાસે જઈને કહ્યું કે-કઈ દેવરૂપી પુરુષ આ વનમાં તપ કરે છે. તે સાંભળી તે રાજાઓને શંકા થઈ કે “શું અમારા રાજ્યની ઈચ્છાથી તે આવું તપ કરે છે કે શું કઈ મંત્ર સાધે છે? માટે ચાલેકે, આપણે સર્વે ત્યાં જઈને તેને મારી નાખીએ.” આવું વિચારી તેઓ એક સાથે સર્વાભિસારે રામમુનિ સમીપે જવા ચાલ્યા. તેમને આવતા જોઈ ત્યાં રહેલા સિદ્ધાર્થ દેવે જગતને પણ ભયંકર એવા અનેક સિંહે વિકુળં. તેથી રાજાઓ આશ્ચર્ય સાથે ભય પામી બળરામ મુનિને નમીને પિતાને સ્થાનકે પાછા ગયા. ત્યારથી બળભદ્ર “નરસિંહ એવા નામે પ્રખ્યાત થયા. વનમાં તપસ્યા કરતા એવા બળભદ્ર મુનિની ધર્મદેશનાથી પ્રતિબોધ પામીને ઘણું સિંહ વ્યાઘાદિક પ્રાણીઓ શાંતિને પામી ગયા. તેમાંથી કેટલાએક શ્રાવક થયા, કેટલાક ભદ્વિકભાવી થયા, કેટલાક કાયોત્સર્ગ કરવા લાગ્યા અને કેટલાકે અનશન અંગીકાર કર્યું, તેઓ માંસાહારથી તદ્દન નિવૃત્ત થઈને તિર્યંચરૂપધારી રામમુનિના શિષ્ય હોય તેમ તેમના પારિપાર્થક થયા. તેમાં પૂર્વ ભવને સંબંધી એક મૃગ જાતિસ્મરણ પામીને અતિ સંવેગવાળો થઈને તેમનો સદાને સહચર થયો. રામમુનિને નિરંતર ઉપાસના કરનારે તે મૃગ વનમાં ભમતે અને કાષ્ઠાદિકને લેવા આવનારની શોધ કરતે. તેઓને શોધ્યા પછી તે રામમુનિને ધ્યાન ધરતા જેતે, એટલે તે તેમના ચરણમાં મસ્તક નમાવીને ભિક્ષા આપનાર અહીં છે એમ જણાવતો. રામમુનિ તેના આગ્રહથી તરતજ ધ્યાન મૂકીને તે હરણને આગળ કરી તેની સાથે ભિક્ષા માગવા નીકળતા. અન્યદા કેટલાક રથકારો ઉત્તમ કાઠે લેવાને માટે તે વનમાં આવ્યા, તેઓએ ઘણું સરળ વૃક્ષ છેદ્યાં. તેમને જોઈને તે મૃગલે સદ્ય રામમુનિને જણાવ્યું, એટલે તેના આગ્રહથી તે મહામુનિ ધ્યાનમાંથી જાગ્રત થયા, અને તે રથકારે ભેજન કરવા બેઠા હતા તે વખતે તે મુનિ તે મૃગને આગળ કરીને મા ખમણના પારણાને માટે ભિક્ષા લેવા સારૂ ત્યાં ગયા. તે રથકારોનો જે અગ્રેસર હતું તે બળદેવ મુનિને જોઈને ઘણે હર્ષ પામ્યો અને વિચારવા લાગ્યું કે “અહો આ અરણ્યમાં સાક્ષાત્ કલ્પવૃક્ષ જેવા આ કઈ મુનિ છે. અહ કેવું એમનું રૂપ! કેવું તેજ ! અને કેવી મહાન સમતા ! આ મુનિરૂપ અતિથિ મળવાથી હું તે કૃતાર્થ થયો.” આ પ્રમાણે ચિંતવીને તે રથકાર પાંચ અંગે ભૂમિનો સ્પર્શ કરી (પંચાંગ પ્રણામ કરી) તેમને ભાત પાણી આપવા આવ્યા. તે વખતે બળરામ મુનિએ વિચાર્યું કે “આ શુદ્ધ બુદ્ધિવાળો શ્રાવક છે, તેથી જ જે કાર્યવડે સ્વર્ગનું ફળ ઉપાર્જન થઈ શકે એવી આ ભિક્ષા મને આપવાને ઉદ્યક્ત થયેલ છે, તેથી જે હું આ ભિક્ષા નહીં લઉં તે એની સદગતિમાં મેં અંતરાય કરેલે ગણાશે. માટે હું આ ભિક્ષા ગ્રહણ કરૂં.' આ પ્રમાણે વિચારી કરૂણાના ક્ષીરસાગર એવા તે મુનિ જે કે પિતાના શરીરમાં પણ નિરપેક્ષ હતા તે પણ તેમણે તેની પાસેથી ભિક્ષા ગ્રહણ કરી. પેલે મગ મનિને અને વનને છેદનારા રથકારને જોઈને મખ ઊંચું કરી નેત્રમાં અશ્ર લાવીને ચિંતવવા લાગ્યો કે “અહે તપના તે એક આશ્રયભૂત અને શરીરને વિષે પણ નિઃસ્પૃહ એવા આ મહામુનિ ખરેખર કૃપાનિધિ છે કે જેમણે આ રથકારની ઉપર અનુગ્રહ કર્યો, અને અહો! આ વનને છેદનાર રથકારને પણ ધન્ય છે કે જેણે આ ભગવંત મહામુનિને અન્નપાનથી પ્રતિલાભિત કરીને પિતાના મનુષ્યજન્મનું મહાફળ પ્રાપ્ત કર્યું. માત્ર હું જ ૧ સર્વ પ્રકારની યુદ્ધની સામગ્રી સહિત.
SR No.032706
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy