SearchBrowseAboutContactDonate
Page Preview
Page 388
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ ૮ મું ૩૪૫ અને થાકેલા બળદેવડે તે ગામડીઆ લાકે પાસે હળ ખેડાવીને એક એક ચાસ કઢાવતે હતો. એ કાર્યથી તેણે અંતરાયકર્મ બાંધ્યું છે, તેના ઉદયથી તેને ભિક્ષા મળતી નથી, આ પ્રમાણે પ્રભુનાં વચન સાંભળીને ઢંઢણમુનિને અત્યંત સંવેગ થયે, તેથી તેણે પ્રભુ પાસે અભિગ્રહ લીધા કે આજથી હું પરલબ્ધિ વડે મળેલા આહારથી ભેજ- કરીશ નહીં.' આવી રીતે અલાભ પરિષદને સહન કરતાં ઢંઢણમુનિએ પશ્વિએ મળેલા આહારને ગ્રહણ નહીં કરતા સતા આહાર વગર કેટલેક કાળ વિમન કર્યો. એક વખતે સભામાં બેઠેલા નેમિપ્રભુને કૃષ્ણ વાસુદેવે પૂછ્યું–સ્વામિન: આ સર્વે મુનિઓમાં દુષ્કર કાર્ય કરનાર કેણ છે ?” પ્રભુ બોલ્યા-સર્વે દુષ્કર અને કરનારા છે, પણ ઢંઢણ સર્વથી અધિક છે; કારણ કે તેણે અલાભ પરિષહને અખન કરતા સતા ઘણો કાળ નિર્ગમન કર્યો છે.' પછી કૃષ્ણ પ્રભુને નમી દ્વારકામાં હતા, તેવામાં માર્ગમાં ઢંઢણમુનિને ગોચરીએ જતાં જોયા, એટલે ત્રી હાથી ઉપરથી ઉતરીને અતિ ભક્તિથી તેણે તેમને નમસ્કાર કર્યો. તે વખતે કઈ એક શ્રેષ્ઠી કૃષ્ણને નમતા જોઈ વિચારવા લાગ્યું કે “આ મુનિને ધન્ય છે કે જેને કૃષ્ણ પણ આવી રીતે નમે છે. પછી ઢંઢણમુનિ પણ ફરતા ફરતા તેજ શ્રેષ્ઠીને ઘેર ગયા; એટલે તે શ્રેણીએ તેમને બહુ માનથી મોદક વહોરાવ્યા. ઢઢણમુનિએ આવીને સર્વજ્ઞ પ્રભુને નમસ્કાર કરીને કહ્યું કે-હે સ્વામિન્ ! આજે તે મને ભિક્ષા મળી છે, તેથી શું મારું અંતરાયકમ ક્ષીણ થયું છે?” પ્રભુ બોલ્યા-‘તારું અંતરાયકર્મ હજુ ક્ષીણ થયું નથી, પણ કૃષ્ણ વાસુદેવની લબ્ધિથી તને આહાર મળે છે. કૃષ્ણ તને વંદના કરી તે જોઈ શેઠે તને પ્રતિલાભિત કર્યા છે. તે સાંભળી રાગાદિકથી રહિત એવા ઢંઢણમુનિએ “આ પરલબ્ધિનો આહાર છે' એવું ધારીને તે ભિક્ષા શુદ્ધ થંડિત ભૂમિમાં પરઠવવા માંડી. તે વખતે “અહે! જીવોનાં પૂર્વોપાર્જિત કર્મોને ક્ષય થવો બહુ મુશ્કેલ છે” એમ સ્થિરપણે ધ્યાન ધરતા તે મુનિને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. પછી નેમિપ્રભુને પ્રદક્ષિણા કરીને ટંકણમુનિ કેવળીની પર્ષદામાં બેઠા અને દેવતાઓ તેમને પૂજવા લાગ્યા. - ભગવાન નેમિનાથ અનેક ગ્રામ, ખાણ અને નગર વિગેરેમાં વિહાર કરતા હતા અને ફરી ફરીને દ્વારકામાં આવીને સમોસરતા હતા. એક વખતે પ્રભુ ગિરનાર ઉપર રહ્યા હતા તેવામાં અકસ્માત્ વૃષ્ટિ થઈ. તે વખતે રથનેમિ આહારને માટે ભમીને પ્રભુ પાસે આવતા હતા. તે વૃષ્ટિના ઉપદ્રવથી કંટાળીને એક ગુફામાં પેઠા. તે અવસરે રાજમતી સાધ્વી પણ પ્રભુને વાદીને પાછા ફર્યા, તેમની સાથે બીજી સાધ્વીઓ હતી, પણ સર્વ વૃષ્ટિથી ભય પામીને જુદે જુદે સ્થાનકે ચાલી ગઈ. દેવયોગે રાજીમતીએ અજાણતાં પિલી ગુફા કે જેમાં રથનેમિ મુનિ પ્રથમ પેઠા હતા તેમાં જ પ્રવેશ કર્યો. અંધકારને લીધે પિતાની સમીપમાંજ રહેલા નેમિ મુનિને તેણે દીઠા નહીં, અને પોતાનાં ભીનાં થયેલાં વસ્ત્ર સુક્વવાને માટે તેણે કાઢી નાંખ્યાં. તેને વસ્ત્ર વિના જઈ રથનેમિ કામાતુર થયા, તેથી બોલ્યા કે હે ભદ્રે ! મેં પૂર્વે પણ તારી પ્રાર્થના કરી હતી, તો હમણાં તે ભેગને અવસર છે.” સ્વર ઉપરથી રથનેમિને ઓળખીને તત્કાળ તેણીએ પિતાનું શરીર વસ્ત્ર વડે ઢાંકી લીધું. પછી કહ્યું કે “કદિ પણ કુલીન જનને આમ બોલવું ઘટે નહીં. વળી તમે સર્વજ્ઞના અનુજ બંધુ છે અને તેમને નાજ શિષ્ય થયા છો, છતાં પણ હજુ તમારી ઉભય લોકને વિરોધ કરનારી આવી દુર્બદ્ધિ કેમ છે? હું સર્વજ્ઞની શિષ્યા થઈને તમારી આ વાંકના પૂરીશ નહીં, પરંતુ આવી વાંછના માત્ર કરવાથી તમે ભવસાગરમાં પડશે. ત્યદ્રવ્યને નાશ, મુનિ અને સાધ્વીને શીલભંગ, મુનિની હત્યા અને પ્રવચનની નિંદા એ બેધિવૃક્ષના મૂળમાં અગ્નિ જેવા છે,
SR No.032706
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy