SearchBrowseAboutContactDonate
Page Preview
Page 381
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૮ સર્ગ ૧૦ મે ભગવાન નેમિનાથ પૃથ્વીતળને પવિત્ર કરતા અનુક્રમે સર્વ નગરમાં શ્રેષ્ઠ એવા ભદિલપુરમાં પધાર્યા. ત્યાં સુલસા અને નાગના પુત્ર કે જે દેવકીના ઉદરથી ઉત્પન્ન થયા હતા અને જેમને નૈગમેથી દેવતાએ હરી લાવીને સુલસાને આપ્યા હતા તે રહેતા હતા. તેઓ પ્રત્યેક બત્રીશ બત્રીશ કન્યાઓ પરણ્યા હતા. તેઓએ શ્રી નેમિનાથના બેધથી તેમની પાસે વ્રત ગ્રહણ કર્યું. તે છએ ચરમશરીરી હતા. તેઓ દ્વાદશાંગીને ધારણ કરી મોટું તપ આચરતા સતા પ્રભુની સાથે વિહાર કરવા લાગ્યા. શ્રી નેમિનાથ વિહાર કરતા કરતા અન્યદા દ્વારકા સમીપે પધાર્યા. ત્યાં સહસ્સામ્રવન નામના ઉપવનમાં સમેસર્યા. તે સમયે દેવકીના છ પુત્રેાએ છઠ્ઠ તપના પારણાને અર્થે બે બેની જેડ થઈ ત્રણ ભાગે જુદા જુદા વહેરવા માટે દ્વારકામાં પ્રવેશ કર્યો. તેમાં પ્રથમ અનીશા અને અનંતસેન દેવકીને ઘેર ગયા. તેમણે કૃષ્ણના જેવા જોઈ દેવકી ઘણે હર્ષ પામ્યાં. પછી તેણીએ સિંહ કેશરીઆ મેદકથી તેમને પ્રતિલાભિત ક્ય, તેઓ ત્યાંથી બીજે ગયા. એટલામાં તેના સહોદર અજિતસેન અને નિહતશત્રુ નામે બે મહામુનિ ત્યાં આવ્યા. તેમને પણ દેવકીએ પ્રતિલાભિત કર્યા, એટલામાં દેવયશા અને શત્રુસેન નામે ત્રીજા બે મુનિ પણ ત્યાં પધાર્યા. તેમને નમસ્કાર કરી અંજલિ જેડીને દેવકીએ પૂછયું, “હે મુનિરાજ ! શું તમે દિશાના મોહથી વારંવાર અહી આવો છો ? કે શું મારી મતિમાં મોહ થઈ ગયો છે? તમે તેના તે નથી? અથવા સંપત્તિથી સ્વર્ગ પુરી જેવી આ નગરીમાં શું મહર્ષિઓને યેગ્ય ભક્તપાન નથી મળતું ? આવા દેવકીના પ્રશ્નથી તે મુનિ બેલ્યા-અમને કાંઈ પણ દિ મેહ થયે નથી, પણ અમે છ સહેદર ભાઈઓ છીએ, ભદિલપુરના રહેવાસી છીએ, અને સુલસા અને નાગદેવના પુત્ર છીએ. શ્રી નેમિનાથની પાસે ધર્મ સાંભળી અમે છએ બંધુએ દીક્ષા લીધી છે. આજે ત્રણ જોડા થઈ વહોરવા નીકળેલા છીએ, તે ત્રણે યુગલ અનુક્રમે તમારે ઘેર આવ્યા જણાય છે. તે સાંભળી દેવકી વિચારમાં પડયાં કે, “આ છએ મુનિએ કૃષ્ણના જેવા કેમ હશે? તેમનામાં એક તિલમાત્ર એટલે પણ ફેર નથી. પૂર્વે અતિમુક્તક સાધુએ મને કહ્યું હતું કે–તમારે આઠ પુત્રો થશે અને તે જીવતા રહેશે તે શું આ છએ મારા પુત્રો તે નહીં હોય? આ વિચાર કરી બીજે દિવસે દેવકી દેવરચિત સમવસરણમાં શ્રી નેમિનાથને પૂછવા ગયાં. દેવકીના હૃદયનો ભાવ જાણી તેના પૂછયા અગાઉ જ પ્રભુએ કહ્યું કે “હે દેવકી! તમે કાલે જોયા તે છએ તમારા પુત્રો છે. તેને નૈગમેલી દેવતાએ જીવતાજ તમારી પાસેથી લઈને સુલતાને આપ્યા હતા.” પછી ત્યાં તે છ સાધુઓને જોઈને દેવકીના સ્તનમાં પય ઝરવા લાગ્યું. તેણ છએ મુનિને પ્રેમથી વંદના કરીને કહ્યું કે હે પુત્રા ! તમારાં દર્શન થયાં તે બહુ સારું થયું. મારા ઉદરમાંથી જન્મ લેનાર પૈકી એકને ઉત્કૃષ્ટ રાજ્ય મળ્યું અને તમને છને દીક્ષા પ્રાપ્ત થઈ તે તે બહુ સારી વાત થઈ, પણ મને એમાં એટલે જ ખેદ છે કે તમારામાંથી કેઈને મેં રમાડયા કે ઉછેર્યા નહીં.” ભગવાન નેમિનાથ બેલ્યા- દેવકી! વૃથા ખેદ શા માટે કરે છે? પૂર્વજન્મના કૃત્યનું ફળ આ જન્મને વિષે પ્રાપ્ત થયું છે, કેમકે તમે પૂર્વ ભવમાં તમારી સપત્નીના સાત રત્ન ચેર્યા હતાં, પછી જ્યારે તે રેવા લાગી ત્યારે તમે તેમાંથી માત્ર એક રન પાછું આપ્યું હતું.' આ પ્રમાણે સાંભળી દેવકી પિતાના પૂર્વ ભવનું દુષ્કૃત નિંદતી ઘેર ગઈ અને પુત્રજન્મની ઈચ્છાથી ખેદયુક્ત ચિતે રહેવા લાગી, તેવામાં કૃષ્ણ આવીને પૂછયું કે “હે માતા ! તમે ખેદ કેમ કરે છે ?” દેવકી બોલ્યાં-“હે વત્સ! મારું બધું જીવિત નિષ્ફળ ગયું છે, કેમકે ૧ ૭ સુલસાને ત્યાં ઉછર્યા તે, સાતમા કૃષ્ણ, ને આઠમા ગજસુકુમાળ હવે થશે તે.
SR No.032706
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy