SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૬ સગ ૯ મે મારા વિના બીજા મહાનેમિ પ્રમુખ પુત્ર છે, તો તે પણ આનંદનાજ હેતુ છે. હું તો વૃદ્ધ પાંથની જેમ સંસારરૂપ માર્ગમાં ગમનાગમન કરીને ખિન્ન થઈ ગયો છું, તેથી હવે તે તેના હેતુરૂપ કર્મને ઉછેદ કરવાને જ પ્રયત્ન કરીશ. તે કમને ઉછેદ દીક્ષા વિના સાધ્ય નથી, માટે હું તેને ગ્રહણ કરીશ; તેથી તમે વૃથા આગ્રહ કરશે નહીં.” પુત્રનાં આવાં વચનો સાંભળી સમુદ્રવિજય બોલ્યા- “વત્સ ! તું ગભેશ્વર છે અને શરીરે સુકુમાર છો, તે દીક્ષાનું કષ્ટ શી રીતે સહન કરી શકીશ ? ગ્રીષ્મઋતુના ઘેર તાપ સહન તે દૂર રહ્યા, પણ બીજી ઋતુઓના તાપ પણ છત્રી વિના સહન કરવા અશક્ય છે. સુધા તૃષા વિગેરેનાં દુ:ખ બીજાથી પણ સહન થતાં નથી તે દિવ્ય ભાગને યોગ્ય શરીરવાળા એવા તારાથી તે શી રીતે સહન થશે?” તે સાંભળી નેમિપ્રભુ બોલ્યા “પિતા ! જે પ્રાણી ઉત્તરોત્તર નારકીનાં દુઃખને જાણે છે, તેની આગળ આ દુઃખ તે કણ માત્ર છે? તપસ્યાના સહજ માત્ર દુઃખથી અનંત સુખાત્મક મોક્ષ મળે છે અને વિષયના કિંચિત્ સુખથી અનંત દુ:ખદાયક નરક મળે છે, તે તમે જ પોતાની મેળે વિચાર કરીને કહે કે તે બેમાં માણસે શું કરવું એ છે? તેનો વિચાર કરવાથી તે સર્વે માણસ જાણી શકે તેમ છે; પણ તેનો વિચા૨ કરનારા વિરલા છે.” આ પ્રમાણેનાં નેમિકુમારનાં વચનોથી તેમનાં માતા પિતા, કૃષ્ણ અને બીજા રામ વિગેરે સ્વજને એ નેમિનાથ દીક્ષાનો નિશ્ચય જાણી લીધે; તેથી તેઓ ઊંચે સ્વરે રૂદન કરવા લાગ્યા અને શ્રી નેમિનાથરૂપ હસ્તિ શ્રેષ્ઠ સ્વજનનેહરૂપ બેડીને તેડીને સારથિ પાસે રથ હંકાવી પિતાને ઘેર આવ્યા. એ વખતે ગ્ય સમય જાણીને લેકાંતિક દેવતાઓ ત્યાં આવ્યા, અને પ્રભુને નમીને તેઓ બોલ્યા કે “હે નાથ ! તીર્થને પ્રવર્તાવો.” ભગવાન નેમિએ ઇંદ્રની આજ્ઞાથી જાભિક દેવતાઓએ પૂરેલા દ્રવ્યવડે વાર્ષિક દાન દેવાનો આરંભ કર્યો. નેમિનાથ પાછા વળ્યા અને તે વ્રત લેવાને ઇચ્છે છે એ ખબર સાંભળી રમતી વૃક્ષ ખેંચાતાં વલ્લી જેમ ભૂમિપર પડી જાય તેમ મૂછ ખાઈને પૃથ્વી પર પડી. તત્કાળ ભય પામેલી તેની સખીઓ સુગંધી શીતળ જળથી સિંચન કરવા લાગી અને કદળીદળન પંખાથી પવન વીંજવા લાગી, જેથી તે ડીવારે સંજ્ઞા પામીને બેઠી થઈ. પછી જેના કપાળભાગ ઉપર કેશ ઊડી રહ્યા હતા અને અશ્રુધારાથી જેની કંચુકી ભીંજાયેલી હતી એવી એ બાળા વિલાપ કરવા લાગી-“અરે દેવ ! નેમિ મારા પતિ થાય એ મારે મનોરથ પણ હતું નહીં, તે છતાં હે નેમિ! કેણે દેવને પ્રાર્થના કરી કે જેથી તમને મારા પતિ કર્યા ? કદિ થયા તે પછી અકસ્માત વજપાતની જેમ તમે આવું વિપરીત કેમ કર્યું? આ ઉપરથી તે તમે એકજ માયાવી અને તમે એકજ ખરેખરા વિશ્વાસઘાતી છો એમ જણાય છે; અથવા મારા ભાગ્યની પ્રતીતિથી મેં તે પ્રથમ જ જાણ્યું હતું કે ત્રણ જગતમાં ઉત્કૃષ્ટ નેમિકમાર વર ક્યાં ! અને હું ક્યાં! અરે નેમિ ! જે મને પ્રથમથી જ તમારે લાયક ગણી નહોતી તો વિવાહ અંગીકાર કરીને મને તે મનોરથ શા માટે ઉત્પન્ન કરા ? અને સ્વામિન્ ! જે તે મને રથ ઉત્પન્ન કર્યો તે પછી ભગ્ન કેમ કર્યો? કારણકે મહાન પુરૂષે જે સ્વીકારે છે તે યાજજીવિત સ્થિરપણે પાળે છે. હે પ્રભુ! તમારા જેવા મહાશયે જે સ્વીકાર કરેલાથી ચલિત થશે, તે જરૂર સમુદ્ર પણ મર્યાદાને મૂકી દેશે. અથવા એમાં તમારે કાંઈ પણ દોષ નથી, મારા કર્મને જ દેષ છે; હવે વચનથી પણ હું તમારી ગૃહિણી તે કહેવાણી છું, છતાં આ સુંદર માતૃગૃહ, આ દેવમંડપ અને આ રેવેદિકા, કે જે આપણા વિવાહને માટે રચેલાં હતાં તે સર્વ વ્યર્થ થયાં છે.
SR No.032706
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy