SearchBrowseAboutContactDonate
Page Preview
Page 360
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ ૮ મુ ૩૧૭ સાગરચન્દ્રને આપી. નભસેન સાગરચન્દ્રના કાંઈપણ અપકાર કરવાને અસમર્થ હતું, તેથી ત્યારથી માંડીને તે હંમેશાં સાગરચન્દ્રનું છિદ્ર શોધવા લાગ્યા. અહીં પ્રદ્યુમ્નને વૈદભ નામની સ્ત્રીથી અનિરૂદ્ધ નામે પુત્ર થયા. અનુક્રમે યૌવનવયને પાપે, તે વખતે શુભનિવાસ નામના નગરમાં બાણ નામે એક ઉગ્ર ખેચરપતિ હતો, તેને ઉષા નામે કન્યા હતી. તે રૂપવતી બાળાએ પિતાને યોગ્ય વર મળે તેવા હેતુથી દઢ નિશ્ચયવડે ગૌરી નામની વિદ્યાનું આરાધન કર્યું. તે સંતુષ્ટ થઈને બેલી “વત્સ ! કૃષ્ણનો પૌત્ર અનિરૂદ્ધ જે ઈંદ્ર જે રૂપવંત ને બળવંત છે, તે તારો ભર્તા થશે. ગૌરી વિદ્યાના પ્રિયા શંકર નામના દેવને બાણે સાધ્યું, તેથી તેણે પ્રસન્ન થઈને બાણને રણભૂમિમાં અજેય થવાનું વરદાન આપ્યું. તે વાત જાણીને ગૌરીએ શંકરને કહ્યું કે “તમે બાણને અજેય થવાનું વરદાન આપ્યું તે સારું કર્યું નહિ, કારણ કે મેં તેની પુત્રી ઉષાને પ્રથમ એક વરદાન આપેલ છે.” તે સાંભળી શંકરે બાપુને કહ્યું કે “તું રણમાં અજણ્ય થઈશ, પણ સ્ત્રીના કાર્ય સિવાય અજગ્ય થઈશ.” બાણ એટલાથી પણ પ્રસન્ન થયા. ઉષા ઘણું સ્વરૂપવાન હતી, તેથી કયા ક્યા ખેચરેએ અને ભૂચરોએ તેને માટે બાણ પાસે માગણીઓ ન કરી ? સર્વેએ કરી, પણ કોઈની માગણી બાણને રૂચી નહીં. અનુરાગી ઉષાએ ચિત્રલેખા નામની વિદ્યાધરીને મોકલીને અનિરૂદ્ધને મનની જેમ પોતાને ઘેર બોલાવ્યો. તેને ગાંધર્વ વિવાહથી પરણીને લઈ જતી વખતે અનિરૂદ્ધ આકાશમાં રહીને બે કે “હું અનિરૂદ્ધ ઉષાનું હરણ કરી જાઉં છું.” તે સાંભળી બાણુ ક્રોધ પામ્યો, તેથી શીકારી જેમ કુતરાઓથી સુવરને રૂંધે તેમ તેણે પોતાના બાણાવળી ન્યથી અનિરૂદ્ધને રૂંધી દીધો. તે વખતે ઉષાએ અનિરૂદ્ધને પાઠસિદ્ધ વિદ્યાઓ આપી, તેથી પરાક્રમમાં વૃદ્ધિ પામેલા અનિરૂધ્ધ બાણની સાથે ચિરકાળ યુદ્ધ કર્યું. છેવટે બાણે નાગપાશથી પ્રદ્યુમ્નના પુત્રને હાથીના બચ્ચાની જેમ બાંધી લીધે. પ્રજ્ઞપ્તિ વિદ્યાએ તત્કાળ આ વૃત્તાંત કૃષ્ણને જણાવ્યો, એટલે કૃષ્ણ રામ, શાંબ અને પ્રદ્યુમ્રને લઈને ત્યાં આવ્યા. ગરૂડધ્વજ (કૃષ્ણ)નાં દર્શન માત્રથી અનિરૂદ્ધના નાગપાશ | ગયા. શંકરના વરદાનથી અને પોતાના બળથી ગવ પામેલા મદોન્મત્ત બાણે કૃષ્ણને કહ્યું કે “અરે, તું શું મારા બળને જાણતા નથી ? હમેશાં પારકી કન્યાઓનું હરણ કર્યું છે, તેથી તારા પુત્ર પત્રને પણ તે ક્રમવાર પ્રાપ્ત થયેલું છે, પણ હવે હું તેનું ફળ તમોને બતાવું છું.” કૃષ્ણ કહ્યું “અરે દુરાશય ! તારી આ વચનઉક્તિ શા કામની છે ? કારણકે કન્યા તે અવશ્ય બીજાને આપવાની જ હોય છે, તે તેને વરવામાં શેષ છે? કૃષ્ણનાં આવાં વચન સાંભળી અનેક બેચરોથી વીંટાયેલે બાણ વિદ્યાધર ભ્રકુટી ચડાવીને કૃષ્ણની ઉપર બાણે ફેંકવા લાગ્યું. બાણને છેદવામાં ચતુર એવા કૃષ્ણ તેનાં બાણને વચમાંથીજ છેદી નાંખવા માંડયાં. એવી રીતે તે બંને વિરેને ઘણીવાર સુધી બાણાબાણી યુદ્ધ ચાલ્યું. છેવટે કૃષ્ણ તેને અસ્રરહિત કરી કૃષ્ણ સર્પના ગરૂડ કરે તેમ તેના શરીરના કડકેકડકા કરી નાખીને તેને યમદ્વારે પહોંચાડી દીધા. પછી કૃષ્ણ ઉષા સહિત અનિરૂદ્ધને લઈ શાંબ, પ્રદ્યુમ્ન અને રામની સાથે હર્ષ પામતા પુન: દ્વારકામાં આવ્યા. 图区总感欧欧欧欧欧欧欧欧欧欧赵晓悠 इत्याचार्यश्रीहेमचंद्रविरचिते त्रिषष्टिशलाकापुरुषचरिते महाकाव्ये ऽष्टमे पर्वणि सागरचंद्रोपाख्यान-उषाहरण –ાળવવાનો નાનામઃ સ .. 82383393288888888888888888888888 SUBS8 SEAR
SR No.032706
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy