SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ સગ ૬ ઠ ૨૮૬ પુત્રને મતાન્યેા. નારદ તે પુત્રને રૂકિમણીના જેવા જ જોઇ ભગવંતના કથનની પ્રતીતિ લાવી સવરની રજા લઈને દ્વારકામાં આવ્યા. ત્યાં કૃષ્ણ વિગેરેને તે પુત્રનેા સર્વ વૃત્તાંત કહ્યો અને રૂક્ષમણીને પણ તેના લક્ષમીવતી વિગેરે પૂર્વ ભવની વાર્તા જણાવી. પછી રૂમિણીએ ભક્તિથી અંજલિ જોડી ત્યાં રહ્યા સતા સીમંધર પ્રભુને નમસ્કાર કર્યા, અને સોળ વર્ષી પછી પુત્રના સમાગમ થશે’ એવાં અરિહંત ભગવતનાં વચનથી તે સ્વસ્થ થઇ. પૂર્વે શ્રી ઋષભદેવ સ્વામીને કુરૂ નામે એક પુત્ર હતો, જેનાં નામથી કુરૂક્ષેત્ર કહેવાય છે. તે કુરૂના પુત્ર હસ્તી નામે થયા, જેના નામથી હસ્તિનાપુર નગર વસેલુ છે. તે હસ્તી રાજાના સંતાનમાં અનંતવીય નામે રાજા થયા; તેને પુત્ર કૃતવી નામે રાજા થયા. તેના પુત્ર સુભૂમ નામે ચક્રવતી થયા. તે પછી અસ`ખ્ય રાજા થઇ ગયા ખાદ શાંતનુ નામે એક રાજા થયા. તેને ગંગા અને સત્યવતી નામે બે પત્નીઓ હતી. તેમાંથી ગગાને ભીષ્મ પરાક્રમવાળા ભીષ્મ નામે પુત્ર થયા; અને સત્યવતીને ચિત્રાંગઢ ને ચિત્રવીય નામે પુત્રો થયા. ચિત્રવીર્યને અંબિકા, અબાલિકા અને અખા નામે ત્રણ સ્ત્રીએ હતી. તેનાથી ધૃતરા, પાંડુ ને વિદુર નામે અનુક્રમે ત્રણ પુત્ર થયા. તેમાં પાંડુ ધૃતરાષ્ટ્રને રાજ્ય સાંપી મૃગયા કરવામાં તત્પર રહેવા લાગ્યા. ધૃતરાષ્ટ્રે સુખળ રાજાના પુત્ર અને ગાંધાર દેશના રાજા શકુનિની ગાંધારી વિગેરે આઠ બહેનેાને પરણ્યા. તેનાથી તેને દુર્યોધન વિગેરે સા પુત્રા થયા. પાંડુરાજાને કુંતી નામની સ્રીથી યુધિષ્ઠિર, ભીમ અને અર્જુન નામે ત્રણ પુત્રા થયા. અને બીજી સ્ત્રી માદ્રી કે જે શલ્યરાજાની હૅન થતી હતી, તેનાથી નકુળ અને સહદેવ નામે એ બળવાન પુત્રો થયા. વિદ્યા અને ભુજબળથી ઉગ્ર એવા એ પાંચે પાંડુકુમારા પંચાનન-સિંહની જેમ ખેચરાને પણ અજેય થયા. પેાતાના જ્યેષ્ઠ ખંધુ તરફ વિનયવાળા અને ૬નીતિને નહીં સહન કરનારા તે પાંચે પાંડવા પેાતાના લેાકેાત્તર ગુણવડે લેાકાને આશ્ચર્ય પમાડવા લાગ્યા. અન્યદા કાંપીલ્યપુરથી કુપદ્મરાજાના તે આવી નમસ્કાર કરી પાંડુરાજાને આ પ્રમાણે કહ્યું “અમારા સ્વામી દ્રુપદ રાજાને ચુલની રાણીના ઉદરથી જન્મેલી આ ધૃષ્ટદ્યુમ્નની નાની બહેન દ્રૌપદી નામે કન્યા છે; તેના સ્વયંવરમાં દશે દશાહેí, રામ કૃષ્ણ, દમદત, શિશુપાલ, રૂમિ, ક, દુર્ગંધન અને બીજા પણ રાજાઓને તથા તેમના પરાક્રમી કુમારીને દ્રુપદ રાજાએ દ્દતા માકલી માકલીને બાલાવ્યા છે. તેઓ હાલ ત્યાં જતા જાય છે તેા તમે પણ આ દેવકુમાર જેવા પાંચ કુમારી સાથે ત્યાં આવી સ્વયંવરમ'ડપને અલકૃત કરે.” તે સાંભળી પાંચ જયવંત ખાણવડે કામદેવની જેમ પાંચ પુત્રોએ યુક્ત એવા પાંડુરાજા કાંપીલ્યપુર ગયા અને બીજા પણ અનેક રાજાએ ત્યાં આવ્યા. દ્રુપદ રાજાએ પૂજેલા પ્રત્યેક રાજાએ અંતરીક્ષમાં રહેલા ગ્રહોની જેમ સ્વયં વરમ`ડપમાં હાજર થયા. તે અવસરે સ્નાન કરી, શુદ્ધ (ઉજ્જવળ) વસ્ત્ર પહેરી, માલ્યાલ કાર ધારણ કરી અને અર્હતપ્રભુને પૂજીને રૂપવડે દેવકન્યા જેવી દ્રૌપદી સખીઓ સાથે પરવરી સતી સમાનિક દેવતાઓની જેવા કૃષ્ણાદિક રાજાઓથી અલંકૃત સ્વયંવરમંડપમાં આવી, તેની સખીએ તેને પ્રત્યેક રાજાને નામ લઈ લઇને બતાવવા માંડયા. તેને અનુક્રમે ખેતી જોતી દ્રૌપદી જ્યાં પાંચે પાંડવા બેઠા હતા ત્યાં આવી, અને તેણે અનુરાગી થઈને પાંચે પાંડવાના કંઠમાં સ્વયંવરમાળા આરોપણ કરી. તે વખતે ‘આ શુ ?' એમ સર્વરાજમડળ આશ્ચર્ય પામી ગયું. તેવામાં કોઇ ચારણ મુનિ આકાશમાગે ત્યાં આવ્યા; એટલે કૃષ્ણાદિક રાજાએ તે મુનિને નમસ્કાર કરી વિનયપૂર્વક પૂછ્યું કે ‘શું આ દ્રૌપદીને
SR No.032706
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy