SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૮ સગ ૬ ડ્રો પાસે શ્રીદેવીની પ્રતિમા ચીતરાવી. પછી કૃષ્ણ ત્યાં આવી શ્રીદેવીના સ્થાનમાં રૂમિણીને સ્થાપિત કરી અને શિખવ્યું કે “અહીં મારી બધી દેવીઓ આવે, ત્યારે તે નિશ્ચિળ રહેજે.' પછી કૃષ્ણ સ્વસ્થાને ગયા, એટલે સત્યભામાએ પૂછ્યું કે “નાથ ! તમે તમારી વલ્લભાને કયા સ્થાનમાં રાખી છે ?” કૃષ્ણ કહ્યું, “શ્રીદેવીના ગૃહમાં રાખેલાં છે.” પછી સત્યભામાં બીજી સપત્નીઓને સાથે લઈને શ્રીદેવીના મંદીરમાં આવી. ત્યાં રૂકમિણીને શ્રીદેવીના સ્થાનમાં જોઈ તેનો ભેદ જાણ્યા સિવાય શ્રીદેવી જ છે એમ જાણીને સત્યભામા બલી-“અહો ! આ શ્રીદેવીનું કેવું રૂપ છે? અહો ! આના બનાવનારા કારીગરોનું કેવું કૌશલ્ય છે ? આ પ્રમાણે કહી તેણીએ તેને પ્રણામ કર્યા. પછી કહ્યું “હે શ્રીદેવી ! તમે પ્રસન્ન થઈને એવું કરે કે જેથી હું હરિની નવી પત્ની રકૃમિણીને મારી રૂપલક્ષમીથી જીતી લઉં. આ કાર્ય સિદ્ધ થવાથી હું તમારી મહા પૂજા કરીશ.” એમ કહી તે કૃષ્ણની પાસે આવી અને પૂછયું કે ‘તમારી પત્ની ક્યાં છે? શ્રીદેવીને ગૃહમાં તો નથી.” પછી કૃષ્ણ, સત્યભામા અને બીજી પત્નીઓ સાથે શ્રીદેવીના મંદિરમાં આવ્યા, એટલે રૂકમિણી અંદરથી બહાર આવ્યાં અને કૃષ્ણને પૂછ્યું કે હું કોને નમું?” કૃષ્ણ સત્યભામાને બતાવી; એટલે સત્યભામાં બોલી ઊઠી “આ દેવી મને શી રીતે નમશે? કારણ કે હું જ હમણા અજ્ઞાનથી તેને નમી છું.' હરિએ હાસ્ય કરીને કહ્યું, “તમે તમારી બહેનને નમ્યા તેમાં શું દેષ છે?” તે સાંભળી સત્યભામા વિલખી થઈને ઘેર ગઈ અને રૂફમિણી પણ પિતાને મંદિરે આવી. કૃષ્ણ રૂફ મિણીને મોટી સમૃદ્ધિ આપી અને તેની સાથે પ્રેમામૃતમાં મગ્ન થઈને રમવા લાગ્યા. એક વખતે નારદ ફરતા ફરતા ત્યાં આવી ચઢયા. કૃષ્ણ તેમની પૂજા કરી અને પૂછયું કે “હે નારદ ! તમે કૌતુક માટે જ ભમે છે, તે કાંઈ પણ આશ્ચર્ય કોઈ સ્થાનકે જોવામાં આવ્યું છે ? નારદ બોલ્યા “હમણાંજ આશ્ચર્ય જોયું છે તે સાંભળોઃ-વૈતાઢયગિરિ ઉપર જાંબવાન્ નામે ખેંચરેંદ્ર છે, તેને શિવાચંદ્રા નામે પ્રિયા છે. તેમને વિશ્વસેન નામે એક પુત્ર અને જાંબવતી નામે કન્યા છે. પણ ત્રણ જગતમાં તેના જેવી કોઈ રૂપવાન કન્યા 2. તે બાળા નિત્ય કાડા કરવાને માટે હંસીની જેમ ગગા નદીમાં જાય છે. તે આશ્ચર્યભૂત કન્યાને જોઈને હું તમને કહેવા માટે જ આવ્યો છું. તે સાંભળી કૃષ્ણ તરત જ બળવાહન સહિત ગંગાકિનારે ગયા. ત્યાં સખીઓથી પરવરેલી અને ક્રીડા કરતી જાંબવતી તેમના જેવામાં આવી. “જેવી નારદે કહી હતી તેવી જ આ છે એમ બોલતાં હરિએ તેનું હરણ કર્યું, એટલે તત્કાળ માટે કેળાહળ થઈ રહ્યો, તે સાંભળી તેના પિતા જાંબવાન ક્રોધ કરતે ખગ લઈને ત્યાં આવ્યું તેને અનાવૃષ્ણિએ જીતી લીધા અને કૃષ્ણની પાસે લાવીને મૂકે. જાંબવાને પોતાની પુત્રી જાંબવતી કૃષ્ણને આપી અને પોતે અપમાન થવાથી વૈરાગ્ય પામીને દીક્ષા ગ્રહણ કરી. જાંબવાનના પુત્ર વિશ્વફસેનની સાથે જાંબવતીને લઈ કૃષ્ણ દ્વારકામાં આવ્યા, ત્યાં કૃષ્ણ રૂકમિણીના મહેલની પાસે જાંબવતીને પણ મહેલ આપે, અને તેને યેગ્ય બીજું પણ આપ્યું. તેને રૂકૃમિણીની સાથે સખીપણું થયું. એક વખતે સિંહલપતિ શ્લષ્ણમાની પાસે જઈને પાછા ફરેલા દૂતે કૃષ્ણ પાસે આવીને આ પ્રમાણે વિજ્ઞપ્તિ કરી કે “હે સ્વામિન્ ! ક્લણમાં રાજા તમારે હુકમ માનતા નથી. તેને લક્ષ્મણ નામે એક કન્યા છે, તે લક્ષણથી તમારે જ લાયક છે. તે કુસેન સેનાપતિના રક્ષણ નીચે હમણાં સમુદ્રમાં સ્નાન કરવાને આવી છે. ત્યાં સાત દિવસ સુધી રહીને તે સ્નાન કરશે.” આ પ્રમાણે સાભળી કૃષ્ણ રામની સાથે ત્યાં ગયા, અને તે સેનાપતિને મારીને લક્ષમણને લઈ આવ્યા. પછી લક્ષ્મણને પરણી જાંબવતીના મહેલ પાસે જ તેને એક રનમય મંદિર રહેવા આપ્યું અને બીજે પરિવાર આપે.
SR No.032706
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy