SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ ૮ મું . ૨૬૫ પ્રભુની આગળ નાચતા નાચતા ચાલ્યા. એ પ્રમાણે મેરૂપર્વતના શિખર ઉપર અતિ પાંડુકબલા નામની શિલા પાસે આવ્યા. તે શિલા ઉપરના અતિ ઉચ્ચ સિંહાસન ઉપર ભગવંતને ખેાળામાં લઈને શક ઇંદ્ર બેઠા. તે વખતે અશ્રુતાદિ ત્રેસઠ ઈંદ્રો પણ તત્કાળ ત્યાં આવ્યા અને તેમણે શ્રી જિનેંદ્રને ભક્તિપૂર્વક સ્નાન કરાવ્યું. પછી ઈશાન ઇદ્રના ખેાળામાં પ્રભુને અર્પણ કરીને શક્ર ઈ છે વિધિપૂર્વક પ્રભુને સ્નાત્ર કર્યું અને કુસુમાદિકથી પૂજા કરી. પછી સ્વામીની આરતી ઉતારી. નમસ્કાર કરી, અંજલી જેડીને ભક્તિનિર્ભર વાણીવડે છે આ પ્રમાણે સ્તુતિ કરવાનો આરંભ કર્યો. “હે મોક્ષગામી અને શિવાદેવીની કુક્ષિરૂપ શુક્તિમાં મુક્તામણિ સમાન પ્રત્યે ! તમે કલ્યાણના એક સ્થાનરૂપ અને કલ્યાણના કરનારા છે. જેમની સમીપે જ મોક્ષ રહેલું છે એવા. સમસ્ત વસ્તુઓ જેમને પ્રગટ થયેલ છે એવા અને વિવિધ પ્રકારની ઋદ્ધિના નિધાનરૂપ એવા હે બાવીશમાં તીર્થકર ! તમને નમસ્કાર થાઓ. તમે ચરમ દેહધારી જગદ્ગુરૂ છો; તમારા જન્મથી હરિવંશ અને આ ભરતક્ષેત્રની ભૂમિ પણ પવિત્ર થઈ છે. હે ત્રિજગદગુરૂ ! તમે જ કૃપાના એક આધાર છે, બ્રહ્મસ્વરૂપના એક સ્થાન છે અને એશ્વર્યના અદ્વિતીય આશ્રય છે. હે જગત્પતિ! તમારા દર્શન કરીનેજ અતિ મહિમાવડે પ્રાણીઓના મોહને વિધ્વંસ થવાથી આપનું દેશનાકર્મ સિદ્ધ થાય છે. હરિવંશમાં અપૂર્વ મુક્તાફળ સમાન હે પ્રભો ! તમે કારણ વિના ત્રાતા, હેતુ વિના વત્સલ અને નિમિત્ત વિના ભર્તા છે, અત્યારે અપરાજિત વિમાન કરતાં પણ ભરતક્ષેત્ર ઉત્તમ છે, કારણ કે તેમાં લોકોના સુખને માટે બોધન આપનાર એવા આપ અવતર્યા છો. હે ભગવંત! તમારા ચરણ નિરંતર મારા માનસને વિષે હંસપણાને ભજો અને મારી વાણી તમારા ગુણની સ્તવના કરવાવડે ચરિતાર્થ (સફળ) થાઓ.” આ પ્રમાણે સ્તુતિ કરી જગન્નાથ પ્રભુને ઉપાડીને ઈંદ્ર શિવાદેવી પાસે આવ્યા અને તેમની પાસેથી જેમ લીધા હતા તેમજ મૂકી દીધા. પછી ભગવંતનું પાલન કરવા માટે પાંચ અપ્સરાઓને ધાત્રી તરીકે ત્યાં રહેવા આજ્ઞા કરીને ઇંદ્ર નંદીશ્વર દ્વીપે ગયા અને ત્યાં યાત્રા કરીને પોતાને સ્થાનકે ગયા. પ્રાતઃકાળે સૂર્યની જેમ ઉઘાત કરતા મહા કાંતિમાન પુત્રને જોઈને સમુદ્રવિજય રાજાએ હર્ષિત થઈને મહા જન્મોત્સવ કર્યો. ભગવંત ગર્ભમાં હતા ત્યારે માતાએ અરિષ્ટમયી ચક્રધારા સ્વપ્નમાં જોઈ હતી, તેથી પિતાએ તેમનું “અરિષ્ટનેમિ” નામ સ્થાપન કર્યું. અરિષ્ટનેમિનો જન્મ સાંભળીને હર્ષના પ્રકર્ષથી વસુદેવાદિકે મથુરામાં પણ મહોત્સવ કર્યો. અન્યદા દેવકી પાસે આવેલા કસે તેના ઘરમાં ઘાણપુટ ૧ છેદેલી પિલી કન્યાને દીઠી. તેથી ભય પામેલા કંસે પોતાને ઘેર આવી ઉત્તમ નિમિત્તિયાને બોલાવીને પૂછયું કે દેવકીના સાતમા ગર્ભથી મારું મૃત્યુ થશે એમ એક મુનિએ કહ્યું હતું તે વૃથા છે કે કેમ ? મિત્તિકે કહ્યું કે “ઋષિનું કહેલું મિશ્યા થતું જ નથી, તેથી તમારે અંત લાવનાર દેવકીને સાતમો ગર્ભ કેઈ પણ સ્થાનકે જીવત છે એમ જાણજે. તેની પરીક્ષા માટે અરિષ્ટ નામનો તમારે બળવાન બળદ, કેશી નામનો મહાન અશ્વ અને દુર્દાત એવા ખર અને મેષ વૃંદાવનમાં છુટા મૂકે. પર્વત જેવા દઢ એ ચારેને સ્વેચ્છાએ ક્રીડા કરતા કરતા જે મારી ૧ નાસિકા. ३४
SR No.032706
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy