SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧ ૮ મુ' ૨૩ વિદ્યાધરના પુત્ર પોતાના પિતામહ સુ'બધી વૈરને સભારીને ત્યાં આવ્યા અને પાસે પાસે રહેલાં અર્જુન જાતિનાં બે વૃક્ષરૂપ તે થયા. પછી કૃષ્ણને ઉદ્દખલ સહિત ચાંપી મારવા માટે તે એ વૃક્ષના અંતરમાં તેને લાવવાને પ્રયત્ન કરવા લાગ્યા, એટલે કૃષ્ણના રક્ષક દેવતાઓએ તે અર્જુન વૃક્ષને ભાંગી નાખીને તેને અત્યંત પ્રહાર કર્યાં. તેવામાં ‘કૃષ્ણે હાથીનાં બચ્ચાંની જેમ બને અર્જુન વૃક્ષેા ભાંગી નાખ્યાં છે' એવી વાત સાંભળીને ન ચશેાદા સહિત ત્યાં આવ્યાં. તેમણે ધૂળીવડે ધૃસર થયેલા કૃષ્ણના મસ્તકપર ચુંબન કર્યું, તે વખતે ઉદરને દામ (દોરડા) વડે બાંધેલ દેખીને બધા ગોપા તેને “ઢામાદ” કહીને એલાવવા લાગ્યા. ગેાપાને અને ગેાપાંગનાઓને તે બહુ વહાલા (પ્રાણવલ્ભ) લાગતા હોવાથી તે તેને રાત્રી દિવસ છાતી પર, ખેાળામાં અને મસ્તકપર રાખવા લાગ્યા. કૃષ્ણ દહીંનું મથન કરવાની મથની (ગાળી) માંથી ચપળપણે માખણ લઈ લઇને ખાઇ જતા હતા, પરંતુ સ્નેહાર્દ્ર તેમજ કૌતુક જોવાના ઈચ્છક ગાવાળા તેને વારતા નહેાતા. કોઈ ને મારે, સ્વેચ્છાએ ક્રૂ, વિચરે અને કાંઇ ઉપાડી જાય તેાપણ યશેાદાનો પુત્ર ગાવાળાને આનંદ ઉત્પન્ન કરતો હતો. તેને રખે કાંઈ કષ્ટ આવે એટલા માટે કૃષ્ણ જ્યારે દોડતા ત્યારે ગોપા તેને પકડી રાખવા માટે તેની પાછળ દોડતા હતા, પરંતુ તેઓ તેને થેાભી શકતા નહી', માત્ર તેના સ્નેહરૂપ ગુણ (દોરડા) વડે આકર્ષિત થઈને તેની પાછળ જતા હતા. સમુદ્રવિજયાદિ દશાર્તાએ પણ સાંભળ્યુ કે ‘કૃષ્ણે બાળક છતાં શકુનિ ને પૂતનાને મારી નાખી. ‘ગાડું ભાંગી નાખ્યુ અને અર્જુન જાતિનાં બે વ્રુક્ષા ઉન્મૂળી નાખ્યાં.' આ વાત સાંભળીને વસુદેવ ચિંતવવા લાગ્યા કે—મે મારા પુત્રને ગાપચે છે, છતાં પણ તેના પરાક્રમથી તે પ્રસિદ્ધ થશે અને તેને કંસ પણ જાણશે, તેથી તે તેનું અમ‘ગળ કરવાનો પ્રયાસ કરશે. જો કે તેમ કરવામાં હવે તે સમ થશે નહીં, પર ંતુ તે ખાળકની સહાય કરવા માટે એક પુત્રને માકલું તેા ઠીક, પણ કદિ ક્રૂર વિગેરેમાંથી કાઇને મેાકલીશ તા તેને તે તે ક્રૂર બુદ્ધિવાળા કંસ એળખતા હાવાથી ઊલટા તેને વિશેષ શક પડશે, માટે બલરામને જ ત્યાં મોકલવા યાગ્ય છે, કેમકે હજી તેને કંસ એળખતા નથી.' આ પ્રમાણે નિશ્ચય કરીને કૃષ્ણના કુશળને માટે રાહિણી સહિત રામને શૌય પુરથી તેડી લાવવા માટે વસુદેવે એક માણસને સમજાવીને મેકલ્યા. તેમના આવ્યા પછી રામને પોતાની પાસે ખેલાવી, સર્વ હકીકત યથાર્થ રીતે સમજાવી, શિખામણ આપીને તેને નંદ તથા યશેાદાને પુત્રપણે અપણુ કર્યાં. બળરામના ગોકુળમાં ગયા પછી દશ ધનુષ્ય ઊંચા શરીરવાળા અને સુંદર આકૃતિવાળા તે બંને બીજા સર્વ કાર્ય મૂકીને નિર્નિમેષ નેત્રે ગાવડે જોવાતા ક્રીડા કરવા લાગ્યા. બળરામની પાસે કૃષ્ણે ધનુર્વેદ તેમજ અન્ય સર્વ કળાએ શિખ્યા અને ગેાપવડે સેવા કરતા સુખે રહેવા લાગ્યા. કોઈ વખત તે બંને મિત્રો થતા હતા, અને કેાઈ વખત શિષ્ય અને આચાય થતા હતા. એ પ્રમાણે ક્ષણમાત્ર પણ અવિચાગીપણે રહેતા સતા તેએ વિવિધ પ્રકારની ચેષ્ટા કરવા લાગ્યા. માર્ગે ચાલતાં મદોન્મત્ત ખળકોને પુછડાવડે પકડીને કેશવ ઊભા રાખતા હતા, તે વખતે રામ ભાઈના બળને જાણતા હેાવાથી ઉદાસીની જેમ જોયા કરતા હતા. એ પ્રમાણે જેમ જેમ કૃષ્ણ વૃદ્ધિ પામતા ગયા તેમ તેમ ગોપાંગનાઓનાં ચિત્તમાં તેમને જોવાથી કામદેવના વિકાર ઉત્પન્ન કરવા લાગ્યા. કૃષ્ણને વચમાં બેસાડીને તે તેના ફ્રતી ફુદડી ખાઈને રાસડા ગાવા લાગી અને કમળ ફરતી ભમરીઓ ફર્યા કરે તેમ નિભર ચિત્તે તેના ફરતીફરવા લાગી; અને તેની સામુ જોઇ રહેતી ગાપાંગનાએ ૩. સાય.
SR No.032706
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy