SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૬ સર્ગ ૪ થે એક વખતે એકાંતમાં વસુદેવે રેહિણને પૂછયું કે “બીજા મોટા મોટા રાજાઓને છોડી દઈને મારા જેવા એક વાજિંત્ર વગાડનારને તુ કેમ વરી ?” રહિણી બેલી“હમેશાં પ્રજ્ઞપ્તિ વિદ્યાને પૂજું છું, એક વખતે તેણીએ આવીને મને કહ્યું કે “દશમો દશાર્ડ તારો પતિ થશે, તેને તારા સ્વયંવરમાં ઢોલ વગાડનાર તરીકે તું ઓળખી લેજે.' તેની પ્રતીતિવડે હું તમને વરી છું” એક વખતે સમુદ્રવિજય વિગેરે સભામાં બેઠા હતા, તેવામાં કોઈ આધેડ સ્ત્રી આશીષ આપતી આપતી આકાશમાંથી ઊતરી. તેણીએ આવીને વસુદેવને કહ્યું કે “ધનવતી નામે હું બાલચંદ્રાની માતા છું, અને મારી પુત્રીને માટે તમને લેવા આવી છું. મારી પુત્રી બાલચંદ્રા સર્વ કાર્યમાં વેગવતી છે, પરંતુ તમારા વિયોગથી રાત દિવસ પીડિત રહે છે.” તે સાંભળી વસુદેવે સમુદ્રવિજયના મુખ સામું જોયું. એટલે તે બોલ્યા- “વત્સ ! જા, પણ પૂર્વની જેમ ચિરકાળ રહીશ નહીં.” પછી રાજાની આજ્ઞા મેળવી પિતાને પૂર્વ અપરાધ ખમાવીને વસુદેવ તે આધેડ સ્ત્રીની સાથે ગગનવલભ નગરે ગયા. રાજા સમદ્રવિજય કંસની સાથે પિતાને નગરે આવ્યા અને નિરંતર વસુદેવના આગમનમાં ઉત્સુક થઈને રહેવા લાગ્યા. અહી વસુદેવ કાંચનદ નામના બેચરપતિ (કન્યાના પિતા ) એ કપેલી બાલચંદ્રાને મેટા ઉત્સવથી પરણ્યા. પછી પૂર્વે પરણેલી સર્વ ઉત્તમ સ્ત્રીઓને પોતપોતાનાં સ્થાનકથી લઈ સંખ્યાબંધ બેચરોથી યુક્ત થઈ શ્રેષ્ઠ વિમાનમાં બેસી વસુદેવ શૌર્ય પુરે આવ્યા. તે વખતે ચિરકાળથી ઉત્કંઠિત એવા સમુદ્રવિજયે ઉમિરૂપ ભૂજાને પ્રસારી ચંદ્રને આલિંગન કરતા સમુદ્રની જેમ તેને દઢ આલિંગન કર્યું. 留必要$8困邓邓邓困困困困困总感铭888 इत्याचार्य श्रीहेमचंद्रविरचिते त्रिषष्ठिशलाकापुरुषचरिते महाकाव्येऽष्टमे पर्वणि वसुदेवहिडिवर्ण નામ તથા સર્વઃ |
SR No.032706
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy