SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ સગ ૩ જો હર રસાઇ રાજા પરિવાર સાથે જમ્યા. શ્રમને ટાળનારી અને પરમ આનંદને આપનારી તે રસવતીના સ્વાદ લઈને દધિપણુ રાજાએ પૂછ્યું કે-‘આવી રસવતી તા માત્ર નળરાજા કરી જાણે છે, બીજો કોઇ જાણતા નથી, કારણ કે ચિરકાળ નળરાજાની સેવા કરતાં મને એ રસવતીને પિરચય છે, તે શું તમે નળ છે ? પણ નળની આવી વિરૂપ આકૃતિ નથી. વળી તેને અને આ નગરને ખસે ચેાજનનુ' અંતર છે, તે તે અહી કયાંથી આવી શકે ? તેમજ તે ભરતા ના રાજા એકાકી પણ શેના હોય ? વળી મે` દેવતાના અને વિદ્યાધરાના પરાભવ કરે તેવું તેનું રૂપ જોયેલુ છે. માટે તુંતો તે નથી.' આમ કહીને પછી સંતુષ્ટ થયેલા `િપણે કુ કુખડાને વસ્ત્ર અલંકાર વિગેરે અને એક લાખ ૮ ક૧ તથા પાંચસા ગામ આપ્યાં. મુખ્ય નળે પાંચસેા ગામ વિના બીજુ બધુ સ્વીકાર્યું; એટલે રાજાએ કહ્યું કે ‘રે કુબ્જ ! બીજુ કાંઇ તારે જોઈએ છીએ ?’ કુબ્જે કહ્યું કે-‘તમારા રાજ્યની હદમાંથી શિકારનુ અને મદિરાપાનનું નિવારણ કરાવા, એવી મારી ઇચ્છા છે તે તમે પૂરી કરી.' રાજાએ તેના વચનને માન્ય કરીને તેના શાસનમાં સર્વત્ર શિકાર અને મદિરાપાનની વાર્તાને પણ બંધ કરી. ૨૪૮ એક વખતે રાજા દધિપણે તે કુબડાને એકાંતમાં ખેાલાવીને પૂછ્યુ કે તું કોણ છે ? કથાંથી આવ્યા છે ? અને કયાંના નિવાસી છે ? તે કહે.’ તે બોલ્યા- કાશલ નગરીમાં નળ રાજાના હુડક નામે હું રસાયા છું, અને નળરાજાની પાસેથી હું બધી કળા શિખ્યા છું. તેના ભાઇ કૃખડે વ્રતકળાથી નળ રાજાની બધી પૃથ્વી લીધી; એટલે તે વદ તીને લઇને અરણ્યમાં ગયા. ત્યાં તે મરી ગયા હશે એમ જાણી હું તમારી પાસે આવ્યા. માયાવી અને પાત્રને નહી પીછાણનારા તેના ભાઇ કૂબડનો હું આશ્રીત થયે નહી.” આ પ્રમાણે નળરાજાના મરણતી વાર્તા સાંભળી ધિપણ રાજા હૃદયમાં વજ્ર હત થયા હેાય તેમ પરિ વાર સાથે આક્રંદ કરવા લાગ્યા. પછી નેત્રાશ્રુના મેઘરૂપ દધિપણે નળરાજાનુ પ્રેતકા કર્યું, મુખડે તે સ્મિતહાસ્યપૂર્વક જોયુ.. એક વખતે દધિપણુ રાજાએ દવદ તીના પિતાની પાસે કાઈ કારણથી મિત્રપણાને લીધે એક દૂતને માકલ્યા. ભીમરાજાએ દ્દતના સત્કાર કર્યા. તે સુખે તેની પાસે રહ્યો. એક વખતે વાર્તાના પ્રસંગમાં એ વક્તા તે કહ્યું કે ‘એક નળરાજાના રસા મારા સ્વામી પાસે આવ્યા છે, તે નળરાજા પાસે સૂ પાક રસાઈ શીખ્યા છે.' તે સાંભળી ધ્રુવદતી ઊંચા કણ્ કરી પિતા પ્રત્યે ખેાલી-“પિતાજી ? કોઈ દૂતને માકલીને તપાસ કરાવા કે તે રસાય કેવા છે ? કેમકે નળરાજા સિવાય બીજું કોઇ સૂ પાક રસેાઈ જાણતું નથી, તેથી તેથી રખે તે ગુપ્ત વેષધારી નળરાજા જ હાય !” પછી ભીમરાજાએ સ્વામીના કાર્યમાં કુશળ એવા કુશળ નામના એક ઉત્તમ બ્રાહ્મણને ખેલાવી સત્કારપૂર્વક આજ્ઞા કરી કે-“તમે સુસુમારપુરે જઇ તે રાજાના નવા રસાયાને જુએ, અને તે કઈ કઈ કળા જાણે છે તે અને તેનું રૂપ કેવું છે તેના નિશ્ચય કરો.’ ‘આપની આજ્ઞા પ્રમાણ છે’ એમ કહીબ્રાહ્મણ શુભ શુકને પ્રેરાતા શીઘ્ર સુસુમારપુરે આવ્યા. ત્યાં પૂછતા પૂછતો તે કુબડાની પાસે ગયા અને ત્યાં બેઠો. તેનાં સવ અંગવિકૃતિવાળાં જોઇ તેને ઘણા ખેદ થયા. તેણે વિચાર્યું કે ‘આ કયાં ! અને નળરાજા કયાં કયાં ! મેરૂ અને કયાં સરસવ ! દવદંતીને વૃથા નળની ભ્રાંતિ ઉત્પન્ન થઇ છે.’ આવા નિશ્ચય કરી મનમાં સારી રીતે ધારીને પછી તે નળરાજાની નિંઢાગર્ભિત એ શ્લાક ખેલ્યા, તેમાં એમ કહ્યું કે ૧. એક જાતનુ દ્રવ્ય,
SR No.032706
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy