SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૬ સર્ગ ૩ જો કરો. તમે નિષ્કારણુ ઉપકારી અને પુરૂષવ્રતધારી છે, તથાપિ હું વીશ ! હું તમને કાંઈ ઉપકાર કરીશ, માટે મારી રક્ષા કરો.” આવા શબ્દ સાંભળવામાં આવતાં તે શબ્દને અનુ સારે નળરાજા ગહન લતાગૃહ સમીપે આવ્યા. ત્યાં તેના મધ્યમાં રહેલા ‘રક્ષા કર, રક્ષા કર એમ બેલતો એક મેટો સર્પ તેના જોવામાં આવ્યેો. નળે પૂછ્યુ કે ‘હું સર્પ ! મને, મારા નામને અને મારા વંશને તુ શી રીતે જાણે છે ? અને તને આવી માનુષી વાણી શી રીતે પ્રાપ્ત થઈ તે કહે.’ સર્પ ખેલ્યા-હુ પૂર્વ જન્મમાં મનુષ્ય હતો, તે જન્મના અભ્યાસથી આ ભવમાં પણ મને માનુષી ભાષા પ્રાપ્ત થઈ છે. વળી હું યશેાનિધિ ! મને ઉજ્જવળ અવધિજ્ઞાન છે, તેથી હું તમને, તમારા નામને અને તમારા વંશને જાણું છું.’ આ પ્રમાણે સાંભળીને નળરાજાને દયા આવી, તેથી તેણે એ ક ંપતા સર્પને ખે...ચી લેવા માટે વનલતા ઉપર પોતાનું વસ્ત્ર નાંખ્યું. તે વસ્ત્રના છેડા પૃથ્વીને અડયો, એટલે વળવડે મિકા (વીટી)ની જેમ તે સર્પે પોતાના શરીરથી તે વસ્ત્રને વીંટી લીધું. પછી સર્પથી આક્રાંત થયેલા તે ઉત્તરીય વસ્રને કુવામાંથી રજ્જુની જેમ કૃપાળુ રાજાએ ઉત્કર્ષ સાથે ખે`ચી લીધુ. પછી ત્યાંથી આગળ ચાલી ઉખર ભૂમિ ઉપર કે જ્યાં અગ્નિ લાગે નહી' ત્યાં તે સર્પને મૂકવાની ઇચ્છા કરતાં નળને તે સર્પ હાથ ઉપર દંશ માર્યા, એટલે પસીનાનાં બિંદુની જેમ તે નાગને ભૂમિપર આચ્છેટનપૂર્વક મૂકી દેતાં નળે કહ્યું કે- હું ભદ્ર ! તેં કૃતજ્ઞ થઇને આ સારો પ્રત્યુપકાર કર્યા. હું તારા ઉપકારી છું તેને પાછે। આવાજ બદલા મળવા જોઈ એ ! પણ એ તે! તમારી જાતનેાજ ગુણ છે કે જે તમને દુધ પાય તેનેજ તમે કરડા છે !' આવી રીતે નળરાજા કહે છે તેવામાં તેના શરીરમાં વિષ પ્રસરવા લાગ્યુ, અને તેથી તેનુ' બધું શરીર અધિય કરેલા (પચ ચઢાવેલા) ધનુષ્યની જેવુ કુબડુ' થઈ ગયું. તે વખતે નળરાજાના કેશ પ્રેતની જેમ પીળા થઈ ગયા, ઊંટની જેમ હેાઠ લાંખા થયા અને રાંકની જેમ હાથ પગ દુખળા અને ઉદર સ્થૂળ થઇ ગયું, સપના વિષથી ગ્રસ્ત થયેલા નળ ક્ષણવારમાં નટની જેમ સ` અંગે બીભત્સ અને વિકૃત આકૃતિવાળા થઇ ગયા, તેથી તેણે ચિંતવ્યુ` કે ‘આવા રૂપથી મારે જીવવુ વૃથા છે, માટે પરલેાકમાં ઉપકારી એવી દીક્ષાને ગ્રહણ કરૂ..' નળ આ પ્રમાણે ચિંતવતો હતો તેવામાં પેલા સર્પ સર્પનુ રૂપ છેડી દઇને દિવ્ય અલંકાર અને વસ્ત્રને ધારણ કરનાર તેજસ્વી દેવરૂપ પ્રગટ કર્યુ. પછી તે ખેલ્યાહે વત્સ ! તું ખેદ પામીશ નહીં, હું તારા પિતા નિષધ છું. મેં તને રાજ્ય આપીને દીક્ષા લીધી હતી; તે દીક્ષાના ફળથી હું બ્રહ્મદેવલાકમાં દેવતા થયા છે. ત્યાં અવિધજ્ઞાનવડે મે તને આવી દશાને પ્રાપ્ત થયેલા જોયા. પછી માયાથી સરૂપે થઇ દુશામાં પડેલા તારા અ`ગની માતા ગુમડા ઉપર જેમ ફાલ્લા થાય તેમ મે એવી વિરૂપતા કરેલી છે, પણ મારી કરેલી આ વિરૂપતા કડવા ઔષધના પાનની જેમ તને ઉપકારને માટે જ છે એમ માનજે, કારણ કે તે પ્રથમ જે રાજાઓને જીતીને દાસ કરેલા છે, તે બધા તારા શત્રુ થયેલા છે, તેઓ આવા વિરૂપપણાથી તને ઓળખશે નહી, એટલે તને કાંઈ પણ ઉપદ્રવ કરશે નહીં. વળી હમણાં દીક્ષા લેવાનો મનોરથ પણ કરીશ નહીં, કારણ કે અદ્યાપિ તારે તેટલીજ ભૂમિ ચિરકાળ ભાગવવાની છે. જ્યારે તારે દીક્ષાનો સમય આવશે ત્યારે ઉત્તમ મુહૂત્ત કહેનાર જ્યાતિષીની જેમ હું આવીને તને જણાવીશ, માટે હવે સ્વસ્થ થા. હે પુત્ર! આ શ્રીફળ અને રત્નનો કર'ડક ગ્રહણ કર, અને યત્નથી ક્ષાત્રત્રતની જેમ તેની રક્ષા કરજે, જયારે તને તારા સ્વરૂપની ઇચ્છા થાય ત્યારે આ શ્રીફળ ફાડજે, તેમાં તુ' અદૃષ્ય દેવદૃષ્ય વસ્ત્રો જોઇશ અને આ રત્નના કર'ડક ઉઘાડીશ તો તેમાં મનેાહર હાર વગેરે આભુષણા જોઇશ. પછી જ્યારે એ વસ્રો અને આભરણા તું ધારણ કરીશ ત્યારે તું તારા
SR No.032706
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy