SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૪ સગ ૩ જે તરીકે બેઠેલી પિતાના સ્વામીની પુત્રી દવદંતીને તેણે ઓળખી. તત્કાળ તેણે રેમાંચિત થઈને દવદંતીના ચરણમાં વંદના કરી, ક્ષુધાની વ્યથા ભૂલી ગયે અને હર્ષથી પ્રકુટિલત નેત્રે બે-“હે દેવી! ગ્રીષ્મઋતુમાં લતાની જેમ તમારી આવી અવસ્થા કેમ થઈ? આજે સારે ભાગ્યે તમે જીવતા જોવામાં આવ્યા, તેથી અત્યારે સર્વને શુભ થયું.” આ પ્રમાણે દવદંતીને કહી તે બટુએ સત્વર દેવી ચંદ્રયશા પાસે જઈ વધામણી આપી કે, તમારી દાનશાળા માં જ દવદંતી છે. તે સાંભળી ચંદ્રયશા તરત દાનશાળામાં આવી અને કમલિનીને હંસી મળે તેમ તેણે દવદંતીને આલિંગન કર્યું. પછી બેલી કે-“હે વત્સ ! મને ધિક્કાર છે. કેમકે અદ્વિતીય સામુદ્રિક લક્ષણોથી સ્પષ્ટ જણાતાં છતાં પણ હું તને ઓળખી શકી નહીં ! હે અનશે ! તેં પણ આત્મગોપન કરીને મને કેમ છેતરી ? કદી દૈવયેગે આવી દુર્દશા થાય તોપણ પિતાના માતૃકુળમા ૧ શી લજજા રાખવી ? હે વસે ! તે નળરાજાને છોડડ્યા કે તેણે તને છોડી દીધી ? પણ જરૂર તેણેજ તને છોડી દીધી હશે, કારણ કે તું તે મહા સતી છે, તેથી તું તેને છોડી દે નહી. દુર્દશામાં આવી પડેલા પતિને પણ જો તું છેડી દે, તે જરૂર સૂર્ય પશ્ચિમ દિશામાં ઉદય પામે. અરે નળ ! તે આ સતીને કેમ છોડી દીધી ? તેને મારી પાસે કેમ ન મૂકી ? આવી સતી પ્રિયાને છોડી દેવી તે શું તારા કુળને ઉચિત છે ? હે વત્સ ! હવે હું તારું દુઃખ ગ્રહણ કરું છું, તેથી તું દુઃખને ત્યજી દે, અને મેં તને ઓળખી નહી, તે મારો અપરાધ ક્ષમા ક૨, વળી હે બાળે ! અંધકારરૂપ સર્ષમાં ગરૂડરૂપ, અને કૃષ્ણપક્ષની રાત્રીમાં પણ પ્રકાશિત એવું જે તિલક તારા જન્મથીજ લલાટમાં સહજ ઉત્પન્ન થયેલું છે તે ક્યાં ગયું ?” આ પ્રમાણે કહી પોતાના મુખકમળમાંથી થુંકનો રસ લઈ તે વડે શૈદર્ભના લલાટનું તેણે માર્જન કર્યું અને વારંવાર તેના મસ્તકને સુંઘવા માંડયું. તે વખતે તત્કાળ અગ્નિમાંથી તાવીને કાઢેલા સુવર્ણપિંડની જેમ અને મેઘમાંથી મુક્ત થયેલા સૂર્યની જેમ તેનું લલાટતિલક ચળકવા લાગ્યું. પછી ચંદ્રયશાએ દવદંતીને દેવતાની પ્રતિમાની જેમ ગંદકથી પિતાને હાથે ન્હાવરાવી, અને જાણે સ્નાન રસમય હોય તેવાં બે ઉજજવળ અને સૂક્ષ્મ વસ્ત્રો તેને આપ્યાં તે તેણે ધારણ કર્યા. પછી હર્ષરૂપ જળની તલાવડી જેવી ચંદ્રયશા પ્રીતિવડે વેદલ્મને લઈને રાજાની પાસે આવી. એ વખતે સૂર્ય અસ્ત પામ્ય, કાજળથી ભાજન પૂરાય તેમ સે વિધાય તેવા ઘાટા અંધકારથી આકાશ પૂરાઈ ગયું. પણ તે ગાઢ અંધકાર છડીદારોએ રોકી રાખેલ હોય તેમ વૈદભીના તિલકતેજથી રાજસભામાં પસી શકયું નહીં. રાજાએ દેવીને પૂછયું કે- આ વખતે સૂર્ય અસ્ત પામ્યો છે, તેમજ અહીં દીપક કે અગ્નિ નથી, છતાં દિવસ જે આ પ્રકાશ શેને પડે છે?” એટલે રાણીએ તિરૂપ જળના મોટા પ્રહ જેવું અને જન્મથી જ સહજ સિદ્ધ થયેલું વૈદભીનું ભાલતિલક રાજાને બતાવ્યું. પછી રાજાએ કૌતુકથી તિલકને પિતાના હાથવડે ઢાંકી દીધું, એટલે અંધકારથી સભાગ્રહ ગિરિગુહા જેવું થઈ ગયું. પછી હાથ ઉપાડી લઈ અત્યંત હર્ષ પામેલા રાજાએ પિતારૂપ થઈ દવદંતીને રાજ્યભ્રંશ વિગેરેની કથા પૂછી, દવદંતીએ નીચું મુખ કરીને રેતાં રોતાં નળ કૂબેરના ઘતથી આરંભીત બધી કથા કહી સંભળાવી. રાજા પોતાના ઉત્તયિ વસ્ત્રથી વંદભીનાં નેત્રને લઈને બોલ્યા કે- “હે પુત્રી ! રૂદન કર નહીં', કેમકે વિધિથી કોઈ બળવાન નથી.” એ સમયે કોઈ દેવ આકાશમાંથી ઉતરી રાજસભામાં આવ્યું અને અંજલિ જેડી ૌદભને કહેવા લાગે-- “હે ભદ્રે ! હું પિંગલક ચેર છું. તમારી આજ્ઞાથી દીક્ષા લઈને ૧ માતાના સંબંધી વર્ગમાં-મોશાળ, માસી, મામા વગેરેને ત્યાં
SR No.032706
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy