SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧ પર્વ ૮ મું દેખાવા લાગી–જેવામાં જળના કાંઠા ઉપર તે ઊભી હતી તેવામાં ત્યાં ચંદનઘોએ આવીને તેના નામ ચરણને પકડ્યો, કેમકે “દુઃખી ઉપર સૌહદપણાની જેમ દુઃખજ આવીને પડે છે.” દવદંતીએ ત્રણવાર નવકાર મંત્રને પાઠ કર્યો એટલે તેના પ્રભાવથી ઈદ્રજાળિક જેમ ગળામાં રાખેલી વસ્તુને છોડી દે તેમ ચંદનઘોએ તેને ચરણ છેડી દીધું. પછી તે વાવમાં હાથ, પગ અને મુખ ધોઈ તેના સુંદર જળનું પાન કરી વૈદભ હંસીની જેમ મંદ મંદ ગતિએ ચાલતી વાપિકાની બહાર નીકળી. પછી શીળરત્નના કરંડિયારૂ૫ દવદંતી ખેદયુક્ત ચિતે વાપિકાના કાંઠા ઉપર બેઠી અને દૃષ્ટિવડે નગરને પવિત્ર કરવા લાગી. એ નગરીમાં ગરૂડ જેવા પરાક્રમી ઋતુપર્ણ નામે રાજા હતા. તેને ચંદ્રના જેવા ઉજજવળ યશવાળી ચંદ્રયશા નામે રાણી હતી. તે ચંદ્રયશાની દાસીઓ માથે જળકુંભ લઈ પરસ્પર મશ્કરી કરતી એ વાપિકામાં પાણી ભરવાને આવી. તે દાસીઓએ દુર્દશાને પામેલી પણ દેવીના જેવી દવદંતીને જોઈ. “પવિની કદિ કાદવમાં મગ્ન થઈ હોય તો પણ તે પતિની જ છે.” વંદભીના રૂપને જોઈને વિસ્મય પામેલી તેઓ તેણીની પ્રશંસા કરતી વાપિકામાં મંદ મંદ પિઠી અને પછી મંદ મંદ બહાર નીકળી. તેઓએ રાજમહેલમાં જઈને એ રમણીના રૂપની વાર્તા ધનના ભંડારની જેમ પિતાની સ્વામિની ચંદ્રયશા રાણીને કહી. રાણીએ દાસીઓને કહ્યું કે તેને અહીં સત્વર તેડી લાવે; તે મારી પુત્રી ચંદ્રવતીની બહેન જેવી થશે.” તત્કાળ દાસીઓ તે વાપિકા ઉપર આવી, ત્યાં નગરાભિમુખ થયેલી લકમીની જેવી દવદંતી ત્યાંજ બેસી રહેલી તેના જેવામાં આવી. તેમણે કહ્યું, “ભદ્દે! આ નગરના રાજા ઋતુપર્ણની રાણી ચંદ્રયશા તમને આદરથી બે લાવે છે. વળી તેમણે જણાવ્યું છે કે તું મારે ચંદ્રાવતી નામની પુત્રી તુલ્ય છે' માટે ત્યાં ચાલે અને દુ:ખને જળાંજલિ આપો. જે અહીં આમ શૂન્ય થઈને બેસી રહેશે તો કોઈ દુરાત્માથી છળ પામીને અથવા વંતરાદિકથી અવિષ્ટ થઈને અનઈ પામશો.” આ પ્રમાણે ચંદ્રયશાનાં કહેવરાવેલાં વચનથી જેનું મન આદું થયું છે એવી દવદંતી પુત્રીપણાના સનેહથી વેચાણ થઈ હોય તેમ ત્યાં જવાને તત્પર થઈ. “તમને અમારા સ્વામિનીએ પુત્રી તરીકે માન્યા. તેથી તમે પણ અમારા સ્વામિનીજ છે.” એમ કહી વિનય બતાવતી તે દાસીએ તેને રાજમહેલમાં લઈ ગઈ. આ ચંદ્રયશા દવદંતીની માતા પુષ્પદંતીની સહોદરા (બેન) હતી, તેથી તે તેની માસી થતી હતી, પણ તે વૈદભીને જાણવામાં નહતું, એટલે તે તેને શે વીજ ઓળખે? પણ “દવતી નામે મારી ભાણેજ છે એમ ચંદ્રયશા જાણતી હતી, પરંતુ તેને બાલ્યવયમાં જોયેલી હોવાથી આ વખતે તે પણ તેને ઓળખી શકી નહીં; તો પણ રાણીએ દૂરથી જ તેને પુત્રી પ્રેમથી અવલેકી, કારણ કે ઈષ્ટ અનિષ્ટનો નિર્ણય કરવાને અંતઃકરણ મુખ્ય પ્રમાણ છે.” પછી ચંદ્રયશાએ જાણે શ્રમથી થયેલી તેને અંગની કૃશતાને દૂર કરવા ઇચ્છતી હોય તેમ તેને આદરથી આલિંગન કર્યું. વૈદભી નેત્રમાંથી અશ્રુ પાડતી રાણીના ચરણમાં નમી, તે વખતે તેના અશ્રુજળથી રાણીના ચરણ ધોવાતાં જાણે તેની પ્રીતિને બદલે આપવા માટે તેના ચરણ પ્રક્ષાલતી હોય તેમ તે દેખાવા લાગી. પછી ચંદ્રયશાએ પૂછયું કે “તમે કોણ છો !” એટલે તેણીએ જેમ સાર્થવાહને કહ્યો હતો તેમ સર્વ વૃત્તાંત તેની પાસે કહી સંભળાવ્યા. તે ૨ ચંદ્રયશા બોલી- હે કલ્યાણિ ! રાજકુમારી ચંદ્રવતીની જેમ તું પણ મારે ઘેર સુખે રહે. ” એક વખતે ચંદ્રયશાએ પોતાની પુત્રી ચંદ્રવતીને કહ્યું, “વત્સ આ તારી બહેન મારી ભાણેજ દવદંતીના જેવી છે, પણ તેનું અહીં આગમન સંભવતું નથી, કારણ કે જે આપણે પણ સ્વામી નળરાજા છે, તેની તે પત્ની થાય છે. વળી તેની નગરી અહીંથી ૩૧
SR No.032706
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy