SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૮ સર્ગ ૩ દૂર નથી.હે દેવી! હું કુસુમસમૃદ્ધ નામના વિમાનમાં કુસુમપ્રભ નામે દેવ થયો છું, અને તમારા પ્રસાદથી વર્ગનાં સુખ ભોગવું છું. જે તમારાં ધર્મવચન મારા કાનમાં પડ્યાં ન હોત તે પાપરૂપ પંકમાં પડેલા વરાહ જેવા મારી શી ગતિ થાત ? હે ભદ્ર! અવધિજ્ઞાનથી તમને મારા પરમ ઉપકારી જાણી હું અહીં તમારા દર્શન કરવા આવ્યો છું, આજથી હું તમારે ધર્મપુત્ર છું.” આવી રીતે વૈદર્ભને કહીને પછી તે દેવે ગામથી આવેલા બંધુની જેમ સર્વ તાપસીને મધુર અને નેહભરેલી વાણીથી કહ્યું કે “તાપસે પૂર્વ ભવે તમારી ઉપર મેં જે કપાચરણ કરેલ છે તે ક્ષમા કરજો અને તમે સ્વીકારેલું શ્રાવકત્રત સારી રીતે પાળજે.” આ પ્રમાણે કહીને પછી તે દેવે પેલા સપની કાયાને ગિરિગુહામાં બહાર લાવી નંદિવૃક્ષ ઉપર લટકાવી, અને કહ્યું કે “હે લોકોજે કેઈની ઉપર ક્રોધ કરશે તે તેના ફળથી હું કર્પર તાપસ જેમ સર્પ થયો હતો તેમ આ સર્ષ થશે.” તે તાપનો કુળપતિ કે જે પ્રથમથી જ સમકિતધારી હતા, તે ભાગ્યોદયથી આ વખતે પરમ વૈરાગ્યને પ્રાપ્ત થયું. પછી તાપસેના અધીશ્વરે કેવળી ભગવંતને નમીને વૈરાગ્યવૃક્ષના ઉત્તમ ફારૂપ ચારિત્રધર્મની યાચના કરી. કેવળી બોલ્યા- તમને યશભદ્રસૂરિ વ્રત આપશે. સમતારૂપી ધનવાળા તે મુનિ મારા પણ ગુરૂ છે.” પછી અંતરમાં વિસ્મય પામેલા કુળપતિએ કેવળીને પૂછયું, “હે ભગવન્ ! કહો, તમે શા માટે દીક્ષા લીધી હતી ?” કેવળી બેલ્યાકેશલા નગરીમાં નળરાજાને અનુજ બંધુ ફૂબર ઉત્તમ વૈભવ સંયુક્ત રાજ્ય કરે છે, તેને હું પુત્ર છું. સંગ નગરીના રાજા કેશરીએ બંધુમતી નામની પિતાની પુત્રી મને આપી હતી. પિતાની આજ્ઞાથી ત્યાં જઈને હું તેને પરણ્ય. પછી તે નવેઢાને લઈ મારા નગર તરફ આવતે હતો. માર્ગમાં જાણે મૂર્તિમાનું કલ્યાણ હોય તેવા અનેક શિષ્યવાળા આ ગુરૂને સાસરેલા મેં જોયા, એટલે ત્યાં જઈ મેં પરમ ભક્તિથી તેમને વંદના કરી અને કર્ણમાં અમૃતની પરબ જેવી તેમની ધર્મદેશના મેં સાંભળી. દેશનાને અંતે મેં પૂછયું કે મારું આયુષ્ય કેટલું છે?” એટલે તેમણે ઉપગ દઈને કહ્યું કે “માત્ર પાંચ દિવસનું આયુષ્ય છે. આ પ્રમાણે મરણ નજીક જાણી હું તેના ભયથી કંપાયમાન થયે, કારણકે સર્વ પ્રાણીઓને મૃત્યુને ભય મોટામાં મોટો છે.” સૂરિ બોલ્યા–“વત્સ ! ભય પામીશ નહીં. તું મુનિપણું ગ્રહણ કર, એક દિવસની દીક્ષા પણ સ્વર્ગ અને મોક્ષને આપે છે.” પછી દીક્ષા લઈને હું તેમની આજ્ઞાથી અહીં આવ્યો છું, અહીં શુકલધ્યાનમાં વર્તવાથી મારાં ઘાતકર્મને ક્ષય થતાં મને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું છે.” આ પ્રમાણે કહીને તે સિંહ કેસરી મુનિ ગનિરોધ કરી ભગ્રાહી કર્મને હણે પરમપદને પ્રાપ્ત થયા. પછી શભાશયવાળા દેવતાઓએ તેમના શરીરને પુણ્યક્ષેત્રમાં લઈ જઈને તેને અગ્નિસંસ્કાર કર્યો. યથાર્થ નામવાળા વિમળમતિ કુળપતિએ તે વખતે શ્રી યશોભદ્રસૂરિના ચરણ પાસે દીક્ષા ગ્રહણ કરી. તે વખતે વૈદભએ પણ સૂરિને કહ્યું કે હે ભગવન્! મને પણ મુક્તિની માતારૂપ દીક્ષા આપે.” યશોભદ્રસૂરિ બોલ્યા- હે દવદંતિ! હજુ તમારે નળ રાજા સાથે ભેગ ભેગવવાના છે, માટે તમે વ્રત લેવાને યોગ્ય નથી.” પછી પ્રાતઃકાળ થયે એટલે સૂરિ તે પર્વત ઉપરથી ઉતર્યા અને પિતાના ચરણથી તાપસપુરને પવિત્ર કર્યું. કરૂણાનિધિ અને અધર્મના ઉપદેશક તે સૂરિએ ત્યાં ચિત્યને નમસ્કાર કરી નગરલકોમાં સમકિતનું આરોપણ કર્યું, ધર્મધ્યાનપરાયણ વૈદભ મલિન વસ્ત્ર ધારણ કરીને તે ગુહાગૃહમાં ભિક્ષુકીની જેમ સાત વર્ષ કહીએક વખતે કઈ પાંથે આવીને કહ્યું કે હે દવદંતિ ! અમુક પ્રદેશમાં મેં તમારા પતિને
SR No.032706
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy