SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૬ સર્ગ ૩ જે ધારાથી પર્વત પર ટાંકણાથી તાડન કરતો હોય તેમ મેઘ વરસવા લાગે. ભાલા જેવી મેઘધારાથી હણાતા તે તાપસે હવે આપણે ક્યાં જઈશું ? અને આ જળમાંથી કેમ ઉગરશું એમ બોલવા લાગ્યા. તિર્યંચ પ્રાણુઓની જેમ કયાં નાસી જવું” એવી ચિંતાથી આતુર થઈ ગયેલા તે તાપને જોઇ ભમીએ “તમે બીશે નહી” એમ ઊંચે સ્વરે કહ્યું. પછી એક મર્યાદાકુંડ કરી એ ધુરંધર સતી આ પ્રમાણે મનહર વાણી બોલી કે-જે હું ખરેખરી સતી હોઉં, સરળ મનવાળી હોઉં અને આહતી શ્રાવિકા હોઉં તો આ વરસાદ આ કુંડની બહાર બીજે વરસો.” તત્કાળ તેના સતીત્વના પ્રભાવથી જાણે કુંડ ઉપર છત્ર ધર્યું હોય તેમ તેટલી જમીનમાં જળ પડતું બંધ થયું. તે વખતે જળથી ઘવાયેલે તે પર્વતનો પ્રદેશ નદીમાં સ્નાન કરવાથી નિર્મળ અને શ્યામ શરીરવાળા હાથીની જેવો શોભવા લાગ્યો. ચારે તરફ વરસાદ વરસતાં તે ગિરિની ગુહાઓ મેઘની શોભાથી પૂર્ણ થઈ હોય તેમ જળથી પૂરાઈ ગઈ. આ પ્રમાણે તેનો પ્રભાવ જોઈ સર્વે વિચારવા લાગ્યા કે જરૂર આ કેઈ દેવી છે, કેમકે મનુષ્યણીનું આવું રૂપ કે આવી શક્તિ હોય નહીં. પછી સ્વચ્છ બુદ્ધિવાળા વસંત સાથે વાહે તેણીને પૂછ્યું, ભદ્ર ! કહો, તમે આ કયા દેવની પૂજા કરે છે?” દવદંતી બોલી-સાર્થવાહ ! આ અરિહંત પરમેશ્વર છે, તે ત્રણ લેકના નાથ અને ભવિ પ્રાણીઓને પ્રાર્થનામાં કલ્પવૃક્ષરૂપ છે. હું તેનું જ આરાધન કરૂં છું, તેના પ્રભાવથી જ અહી નિર્ભય રહુ છું, અને વ્યાધ્ર વિગેરે શીકારી પ્રાણીઓ પણ મને કાંઈ કરી શકતા નથી.” પછી વૈદભીએ વસંત સાર્થવાહને અહંતનું સ્વરૂપ અને અહિંસા વિગેરે આહંન્દુ ધર્મ કહી સંભળાવ્યું. વસંતે તત્કાળ તે ધર્મને સ્વીકાર્યો અને દવદંતીને હર્ષથી કહ્યું કે તમે ખરેખરા ધર્મના કામધેનું છે, અને અમારા સારા ભાગ્યે અમારી દષ્ટિએ પડ્યા છે. તે વખતે તેની વાણીથી બીજા તાપસે એ પણ હેય અને ઉપાદેયને જાણનારા થઈ જાણે ચિત્તમાં પર હોય તેમ ધર્મને ભાવપૂર્વક સ્વીકાર્યો અને તે ધર્મથી વાસિત થઈ પિતાના તાપસધર્મને નિંદવા લાગ્યા, કેમકે “જ્યારે પયપાન કરવા મળે ત્યાર પછી તેને કાંજી કેમ રૂચે ?” પછી સાર્થવાહે તે ઠેકાણે એક શહેર વસાવ્યું, અને તેમાં પિતે તેમજ બીજા કેટલાક શાહુકારોએ આવીને નિવાસ કર્યો. ત્યાં પાંચસે તાપસ પ્રતિબંધ પામ્યા, તેથી એ નગર તાપસપુર એવા નામથી પ્રસિદ્ધ થયું. પિતાના ખરા સ્વાર્થને જાણનારા સાર્થવાહે પોતાના અર્થ (દ્રવ્ય)ને કૃતાર્થ કરવાને માટે તે નગરમાં શ્રી શાંતિનાથનું રૌત્ય કરાવ્યું. પછી ત્યાં રહીને તે સાર્થવાહ, તાપસો અને સર્વ નગરજનો અર્હદ્ધર્મમાં પરાયણ થઈ પિતાનો સમય નિર્ગમન કરવા લાગ્યા. એક વખતે દવદધતીએ અર્ધ રાત્રે પર્વતના શિખર ઉપરથી સૂર્યનાં કિરણની જે પ્રકાશ છે, અને તેની આગળ પતંગની જેમ ઉછળતા અને પડતા દેવ, અસુર અને વિદ્યાધરને જોયા. તેમના જય જય શબ્દના કે લાહળથી જાગી ગયેલા સર્વ વણિકે એ અને તાપસે એ વિરમયથી ઊંચું જોયું. પછી વૈદભી તે વણિકજન અને તાપસને સાથે લઈ ભૂમિ અને અંતરીક્ષની વચમાં માનદંડની જેવા ઊંચા તે ગિરિ ઉપર ચઢી. ત્યાં પહોંચી એટલે શ્રી સિંહ કેસરી મુનિને કેવળજ્ઞાન ઉત્પન્ન થવાથી દેવતાઓએ આરંભ કરેલ તેમના કેવળજ્ઞાનને મહિમા તેને જોવામાં આવ્યા પછી તેઓ સર્વ તે કેવળી મુનિને દ્વાદશાવર્ત વંદના કરી વૃક્ષના મૂળમાં વટેમાર્ગ બેસે તેમ તેમના ચરણકમળ પાસે બેઠા. તે સમયે એ સિંહ કેસરી મુનિના ગુરૂ શાભદ્રસૂરિ ત્યાં આવ્યા, તે તેમને કેવળી થયેલા જાણી વંદના કરીને તેમની આગળ બેઠા. પછી કરૂણરસના સાગર શ્રી સિંહકેસરી મુનિએ અધર્મના મર્મને વિંધનારી
SR No.032706
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy