SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ ૮ મું ૨૩૧ લાગે. કાંટા ભેંકાવાને લીધે વૈદભીના ચરણમાંથી નીકળતા રૂધિરના બિંદુઓથી તે અરણ્યની ભૂમિ ઇદ્રગોપમય હોય તેવી થઈ ગઈ. પૂર્વે નળરાજાનું જે વસ્ત્ર વિદર્ભના મસ્તક પર પટ્ટરાણીપણુંના પટ્ટાબંધ માટે થતું હતું, તે વસ્ત્રને ફાડી ફાડીને અત્યારે નળરાજા તેના ચરણના પટ્ટબંધ કરતો હતો, અર્થાતુ તેના પગે પાટા બાંધતો હતો. આ પ્રમાણે ચાલતાં થાકી જવાથી વૃક્ષ તળે બેઠેલી ભીમસુતાને નળરાજા પિતાના વસ્ત્રના છેડાનો પંખો કરી પવન નાંખવા લાગ્યો, અને પલાશનાં પાંદડાઓનો પડીઓ કરી તેમાં જળ લાવી તૃષિત થયેલી તે રમણીને પાંજરામાં પડેલી સારિકાની જેમ જળપાન કરાવ્યું. તે વખતે વૈદભએ નળરાજાને પૂછયું કે “હે નાથ ! આ અટવી હજુ કેટલી છે? કેમકે આ દુખથી મારું હૃદય દ્વિધા થવાને માટે કંપાયમાન થાય છે.” નળ કહ્યું–‘પ્રિયે! આ અટવી સે. જનની છે, તેમાં આપણે પાંચ જન આવ્યા છીએ, માટે ધીરજ રાખ.” આવી રીતે તેઓ વાર્તા કરતા અરણ્યમાં ચાલ્યા જતાં હતાં, તેવામાં જાણે સંપત્તિની અનિત્યતા સચવતો હોય તેમ સૂર્ય અસ્ત પામી ગયે. તે સમયે બુદ્ધિમાન નળે અશેકવૃક્ષનાં પહેલ એકઠાં કરી તેનાં ડીંટ કાઢી નાખી દવદંતીને માટે તેની શય્યા બનાવી. પછી તેણે કહ્યું, પ્રિયે ! શયન કરી આ શાને અલંકૃત કરે અને નિદ્રાને અવકાશ આપે, કારણ કે નિદ્રા દુઃખનું વિસ્મરણ કરાવનાર એક સખી છે. વૈદભી બોલી-હે નાથ ! અહીંથી પશ્ચમ દિશા તરફ નજીકમાં ગાયેનો ભંભારવ સંભળાય છે, તેથી ત્યાં કોઈ ગામ હોય એમ લાગે છે, માટે ચાલે જરા આગળ ચાલી તે ગામમાં આપણે જઈએ, અને ત્યાં સુખે સૂઈને રાત્રિ નિમન કરીએ. નળે કહ્યું, અરે ભીરૂ ! એ ગામ નથી પણ તાપસનાં આશ્રમ છે. અને તેઓ અથભેદયના સંયોગથી સદા મિથ્યાદષ્ટિ છે. હે કૃશદરિ! એ તાપસની સંગતિથી કાંજીવડે મનોરમ દુધની જેમ ઉત્તમ સમકિત વિનાશ પામે છે, માટે તું અહીંજ સુખે સૂઈ જા. ત્યાં જવાનું મન કર નહીં. અંત:પુરના રક્ષક નેજરની જેમ હું પોતે તારે પહેરેગીર થઈને રહીશ.” પછી નળે તે પહેલવશા ઉપર પોતાની પ્યારીને એ છોડવાળી તળાઈનું સ્મરણ કરાવતાં પોતાનું અર્ધ વસ્ત્ર પાથર્યું. પછી અહંત દેવને વંદના કરી અને પંચ નમસ્કારનું સ્મરણ કરી ગંગાના તટ પર હંસની જેમ વૈદભએ તે પહલવશગ્યા ઉપર શયન કર્યું. જ્યારે વૈદભીનાં નેત્ર નિદ્રાથી મુદ્રિત થયાં, તે વખતે નળરાજાને દુ:ખસાગરના મોટા આવર્તા જેવી ચિંતા ઉત્પન્ન થઈ. તે વિચારવા લાગ્યું કે-“જે પુરૂષો સાસરાનું શરણું કરે છે, તેઓ અધમ નર કહેવાય છે, તે આ દવદંતીના પિતાને ઘેર આ નળ શા માટે જાય છે? તેથી હવે હૃદયને વા જેવું કરી આ પ્રાણુથી પણ અધિક એવી પ્રિયાને અહીં ત્યાગ કરી વેચ્છાએ રંકની જેમ એક હું બીજે ચાલ્યા જાઉં. આ વેદભીને શિયળના પ્રભાવથી કાંઈ પણ ઉપદ્રવ નહીં થાય, કારણ કે સતી સ્ત્રીઓને શિયળ એ તેના સર્વ અંગની રક્ષા કરનારે શાશ્વત મહામંત્ર છે.” આવો વિચાર કરી છરી કાઢીને નળે પિતાનું અર્ધ વસ્ત્ર છેદી નાખ્યું અને પિતાના રૂધિરથી દવદંતીને વસ્ત્ર ઉપર આ પ્રમાણે અક્ષર લખ્યા. “હે વિવેકી વામા ! હે સ્વચ્છ આશયવાળી ! વડના વૃક્ષથી અલંકૃત એવી દિશામાં જે માગે છે તે વૈદર્ભ દેશમાં જાય છે અને તેની વામ તરફનો માર્ગ કેશલ દેશમાં જાય છે, માટે તે બંનેમાંથી કોઈ એક માર્ગે ચાલીને પિતા કે શ્રશુરને ઘેર તું જજે. હું તે તેમાંનાં કઈ ઠેકાણે રહેવાને ઉત્સાહ ધરતો નથી.” આવા અક્ષરો લખી નિઃશબ્દ રૂદન કરતો અને ચોરની જેમ હળવે હળવે ૧ ઈદ્રરાજાની ગાય કહેવાય છે, લાલ રંગવાળા એક જાતના ઈદ્રિય જીવો.
SR No.032706
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy