SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ ૮મું ૨૨૩ આ પતી અને મુખનાં વાજા વગાડતી ધાત્રીએ તેને પગલે પગલે ફરીને રમાડતી હતી, ઝણઝણાટ કરતા નૂ પુરવડે મંડિત એ બાળા અનુક્રમે ડગલાં ભરી ભરીને ચાલતી હતી અને મૂતિમાનું લક્ષમી જેવી એ રાજપુત્રી ગૃહાંગણને શોભા આપતી રમતી હતી, તેમજ તેના પ્રભાવથી રાજાને સર્વ નિધિઓ પ્રત્યક્ષપણે પ્રાપ્ત થયા હતા. - જ્યારે તે કન્યાને આઠમું વર્ષ શરૂ થયું, ત્યારે રાજાએ કળા ગ્રહણ કરાવવાને માટે તેને એક ઉત્તમ કળાચાર્યને સંપી. તે ઉત્તમ બુદ્ધિવાન બાળાને ઉપાધ્યાય તો સાક્ષા માત્રજ થયા, બાકી દર્પણમાં પ્રતિબિંબની જેમ તેનામાં સર્વ કળા સ્વતઃ પ્રાપ્ત થઈ. એ બુદ્ધિમતી રાજકન્યા કર્મપ્રકૃત્યાદિકમાં એવી પંડિતા થઈ કે તેની આગળ કઈ સ્યાદ્વાદને આક્ષેપ કરનાર થો નહીં, પછી સરસ્વતીની જેમ કળાકલાપરૂપ સાગરના પારને પામનારી એ કન્યાને તેના ગુરૂ રાજા પાસે લઈ આવ્યા. ગુરૂની આજ્ઞાથી સદ્દગુણરૂપ ઉદ્યાનમાં એક નીક જેવી તે કન્યાએ પિતાનું સર્વ કળાકશલ્ય પિતાના પિતાને સારી રીતે બતાવ્યું. વળી તેણે તેના પિતાની આગળ પિતાનું શ્રતાનું પ્રાવીણ્ય એવું બતાવ્યું કે જેથી તે રાજા સમ્યમ્ દર્શનના પ્રથમ ઉદાહરણરૂપ થયો. રાજાએ એક લાખ ને એક હજાર સોનામહોર વડે પિતાની પુત્રીના કળાચાર્યની પૂજા કરીને તેમને વિદાય કર્યા. દવદંતીના પુણ્યના અતિશયથી નિવૃત્તિ નામની શાસનદેવીએ સાક્ષાત્ આવીને એક સુવર્ણની અર્હત્ પ્રતિમા તેને અર્પણ કરી. પછી તે શાસનદેવી બેલ્યાં હે વત્સ! આ ભાવી તીર્થકર શ્રી શાંતિનાથની પ્રતિમા છે. તારે તેની અહર્નિશ પૂજા કરવી.” આ પ્રમાણે કહીને દેવી અંતર્ધાન થયા. પછી દવદંતી પ્રફુલ્લિત નેત્રે પ્રતિમાને વંદન કરીને પિતાના ગૃહમાં લઈ ગઈ. હવે સુંદર દાંતવાળી દવદંતી સમાન વયની સખીઓ સાથે ક્રીડા કરતી લાવણ્ય જળની પરબ જેવા પવિત્ર યૌવનને પ્રાપ્ત થઈ. રાજા અને રાણી દવદંતીને પૂર્ણ યૌવનવતી જોઈ તેને વિવાહોત્સવ જોવાને ઉત્સુક થયાં, પણ તેના અનેક સદ્દગુણોને ગ્ય એવા વરની ચિંતાથી હૃદયમાં શલ્યાતુર એવાં તેઓ અતિ દુઃખિત દેખાવા લાગ્યાં. અનુક્રમે દવદંતી અઢાર વર્ષની થઈ, પણ તેના પિતા તેને યોગ્ય કઈ શ્રેષ્ઠ વરને મેળવી શકયા નહીં. પછી તેણે વિચાર્યું કે અતિ પ્રૌઢ થયેલી વિચક્ષણ કન્યાનો સ્વયંવર કરે તે જ યુક્ત છે, તેથી તેણે રાજાઓને આમંત્રણ કરવા માટે દૂતોને આજ્ઞા કરી. તેના આમંત્રણથી અનેક રાજાઓ અને યુવાન રાજપુત્રે મોટી સમૃદ્ધિવડે પરસ્પર સ્પર્ધા કરતા વરાથી ત્યાં આવ્યા. આવેલા રાજાઓના એકઠા થયેલા ગજેન્દ્રોથી કુંડિનપુરની પ્રાંતભૂમિ વિંધ્યાદ્રિની તળાટીની ભૂમિ જેવી દેખાવા લાગી. કેશલપતિ નિષધ રાજા પણ નળ અને કુબર નામના બંને કુમારોને ત્યાં આવ્યા. કુંડિનપતિ મહારાજાએ સર્વ રાજાઓનું અભિગમનપૂર્વક સ્વાગત કર્યું. “ઘેર આવેલા અતિથિઓને માટે તેમજ કરવું યોગ્ય છે.” પછી સમૃદ્ધિવડે પાલક વિમાનને અનુજ હેય તે સ્વયંવરમંડપ ભીમરથ રાજાએ રચાવ્યો. તે મંડપમાં વિમાનની જેવા સુંદર મંચ ગોઠવ્યા, અને તે પ્રત્યેક મંચની ઉપર મનહર સુવર્ણમય સિંહાસનો મૂકવામાં આવ્યાં. પછી સમૃદ્ધિવડે સ્પર્ધા કરતા રાજાઓ સ્વયંવરને દિવસે અલંકાર અને વસ્ત્રો ધારણ કરીને જાણે ઈન્દ્રના સામાનિક દેવતા હોય તેમ તે સ્વયંવરમંડપમાં આવ્યા. સર્વે રાજાઓ શરીરની શોભાને વિસ્તારતા મંચની ઉપર બેઠા અને પછી વિવિધ જાતની ચેષ્ટાઓથી પોતાનું ચાતુર્ય સ્પષ્ટ બતાવવા લાગ્યા. કેઈ યુવાન રાજા ઉત્તરીય ૧ સામાં જવાપૂર્વક,
SR No.032706
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy