SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ २१४ સર્ગ ૩ જે ઉલટ વિચાર કરવા લાગ્યા કે- આ કઈ પુરૂષ મારી સેવા કરે છે. તેથી તે મારે વિરોધી જણાતો નથી. પણ તે મારે હિત ઈરછનાર અથવા મારા કાર્યનો ચિંતક હશે. આ પગચંપી કરનારા પુરૂષને હું કેમળ વાણીથી બોલા વીશ તે પણ રતિક્રીડાથી ઢાંત થઈને સુતેલી આ પ્રિયા જાગી ઊઠશે; પણ આ સેવાપરાયણ મનુષ્યની ઉપેક્ષા કરવાને હું યોગ્ય નથી. કદિ ઉપેક્ષા કરીશ તે પણ મને તે અહીં રહેશે ત્યાં સુધી નિદ્રા આવવા દેશે નહીં, માટે પ્રયતનથી પ્રિયાને જગાડયા સિવાય ઊઠી શય્યાને તજી દઈ જરા દૂર જઈને આ માણસની સાથે વાર્તાલાપ કરું.” આ વિચાર કરી પલંગને હલાવ્યા વગર શરીરની લઘુતા વસુદેવે શમ્યા છોડી અને ત્યાંથી બીજી બાજુએ જઈ બેઠા. પછી ચંદ્રાતવિદ્યાધર કે જે સર્વાગે રત્નમય આભૂષણથી ભૂષિત હતું, તે આ દશમા દશાઈ વસુદેવને ભક્તિથી પ્રણામ કરી એક સાધારણ પાળાની જેમ ઊભું રહ્યો તેને જઈ વસુદેવે ઓળખે કે, જેણે કનકવતીના ખબર આપ્યા હતા તે આ ચંકાતા નામે વિદ્યાધર છે. પછી વસુદેવે સકારને લાયક એવા તે ખેચરને આલિંગન દઈ સ્વાગત પૃછા કરીને આવવાનું કારણ પૂછ્યું, એટલે પ્રૌઢતાથી બુદ્ધિમાનમાં શિરમણિ ચંદ્રતાપે ચઢાતા જેવી શીતળ વાણીવડે આ પ્રમાણે કહેવાનો આરંભ કર્યો-“હે યત્તમ ! તમને કનકાવતીનું સ્વરૂપ જણાવ્યા પછી મેં ત્યાં જઈ તેને પણ તમારું સ્વરૂપ જણાવ્યું છે. હે નાથ ! વિદ્યાના બળથી મેં તમને એક ચિત્રપટમાં આલેખી લીધા અને તેના મુખકમળમાં સૂર્ય જેવો તે ચિત્રપટ મે તેને અર્પણ કર્યો. પૂર્ણિમાના ચંદ્ર જેવા તમને ચિત્રપટમાં જોઈ તેનાં લચને હર્ષથી ચંદ્રકાંત મણિની જેમ અશ્રુવારી છે. પછી જાણે પિતાના વિરહના સંતાપને ભાગ તમને આપવાને ઇચ્છતી હોય તેમ તમારી મૂર્તિવાળા પટને તેણે હૃદયપર ધારણ કર્યો. પછી યંત્રની પુતળીની જેમ નેત્રમાંથી અશ્રુ વર્ષાવતી અને ગૌરવથી વસ્ત્રના છેડાને ઉતારતી તે અંજલિ જેડીને પ્રાર્થનાપૂર્વક કહેવા લાગી- અરે ભદ્ર ! મારા જેવી દીન બાળાની ઉપેક્ષા કર નહી, કેમકે તારા જે બીજો કોઈ મારે હિતકારી નથી. મારા સ્વયંવરમાં તે પુરૂષને તું જરૂર તેડી લાવજે.” “ હે નાથ ! આજે કૃષ્ણ દશમી છે, અને આવતી શુક્લ પંચમીએ દિવસના પ્રથમ ભાગમાં તેને સ્વયંવર થવાનું છે, તે છે સ્વામિન ! તેના સ્વયંવરસવમાં તમારે જવું થગ્ય છે. તમારા સંગમની આશારૂપ જીવનઔષધિથી જીવતી એ બાળી તમારા અનુગ્રહને યોગ્ય છે. વસુદેવ બોલ્યા-“હે ચંદ્રાપ! સાયંકાળે સ્વજનોની રજા લઈને હું તે પ્રમાણે કરીશ. તું ખુશી થા અને મારી સાથે આવવાને તું પ્રમદવનમાં તૈયાર રહેજે કે જેથી તેના સ્વયંવરમાં તું તારા પ્રયત્નનું ફળ જઈશ.” આ પ્રમાણે વસુદેવે કહ્યું એટલે તત્કાળ તે યુવાન વિદ્યાધર અંતર્ધાન થઈ ગયે. વસદેવ ઘણે હર્ષ પામી શય્યા માં સૂઈ ગયા. પ્રાત:કાળે સ્વજનોની રજા લઈ અને પ્રિયાને જણાવી વસુદેવ પેઢાલપુર નગરે આવ્યા. રાજા હરિશ્ચંદ્ર સામા આવી વસુદેવને લક્ષમીરમણ નામના ઉદ્યાનમાં ઉતારો આપ્યો. અશોકપલવથી રાતા, ગુલાબના સુગંધથી શોભિત. કેતકીના કુસુમથી વિકસિત, સપ્તઋદની ખુશબેથી સુગંધિત, કૃષ્ણ ઇશ્કના સમુહથી વ્યાપ્ત અને ડોલરની કળીઓથી દેતુર એવા તે ઉદ્યાનમાં દૃષ્ટિને વિનદ આપતા વસુદેવ વિશ્રાંતિ લઈને રહ્યા. પછી કનકાવતીના પિતાએ પોતાના વૈભવને યેચ એવી તે પૂજ્ય વસદેવની પૂજા કરી. પૂર્વે નિષ્પાદન કરેલો તે ઉદ્યાનમાંહેના પ્રાસાદામાં અને ઘરમાં જતાં આવતાં ઉદ્યાનસ્થિત વસુદેવે આ પ્રમાણે લોકવાયકા સાંભળી કે- પૂર્વે આ ઉદ્યાનમાં સુર, અસર અને નારેશ્વરેએ સેવિત શ્રી નમિનાથ પ્રભુનું સમવસરણ થયેલું હતું તે વખતે આ
SR No.032706
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy