SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ ૩ જો. વસુદેવ ચિરત્ર – ચાલુ. ( નવતીના વિવાહ અને તેના પૂર્વ ભવનું વર્ણન. ) નળ યદ'તી ચરિત્ર. આ ભરતક્ષેત્રને વિષે વિદ્યાધરાના નગર જેવું પેઢાલપુર નામે એક નગર છે. જે સ અદ્ભુત નિધાનોનું ઉત્પત્તિસ્થાન છે. જેમાં આવેલા પ્રદ્ભુિત ગૃહેાદ્યાનના પવન વચ્ચેની સાથે મળી સુગંધદાયક થઇ હુંમેશાં યુવાન સ્ત્રી પુરૂષોને સુખ આપે છે. જયાં ઘરોની રત્નખદ્ધ ભૂમિમાં રાત્રે તારાઓના પ્રતિબિંબ પડવાથી મુગ્ધ બાળિકા દાંતમય કર્ણભૂષણની શંકાથી તે લેવા માટે પેાતાના હાથ લંબાવે છે, અને જ્યાં નિધાનવાળાં અને ઊંચી પતાકાવાળાં ઘરા પર ઉડતી પતાકાઓની છાયા જાણે તે નિધાનરક્ષક સર્પ હોય તેવી જણાય છે. તે નગરમાં વસતા સર્વ લેકે વસ્ત્ર સાથે ગળીના ર'ગની જેમ જૈનધર્મની સાથે દૃઢ રીતે જોડાયેલા હતા. તે નગરમાં સદ્ગુણેાથી ચદ્રના જેવા નિર્મળ અને અદ્ભુત સમૃદ્ધિથી ઈંદ્રનેા અનુજ ખંધુ હોય તેવા હરિશ્ચંદ્ર નામે રાજા હતા. ઇંદ્રિયાના વિજયમાં જાગ્રત અને ન્યાય તથા પરાક્રમથી શોભિત એવા તે રાજાની ભ્રકુટીરૂપ લતા આગળ સર્વ સંપત્તિએ દાસી થઈ ને રહેલી હતી. તેના નિર્મળ યશ અપાર લક્ષ્મીની સ્પર્ધાથી હાય તેમ અપાર થઈને જગ-તમાં ઉચ્છ્વ ખલપણે વૃદ્ધિ પામતા હતા. નિળ યશના રાશિરૂપ તે રાજાનુ નામ દેવ અને ખેચરાની સ્રી બૈતાઢગિરિની ભૂમિ ઉપર પણ ગાતી હતી. તે રાજાને વિષ્ણુને લક્ષ્મીની જેમ લક્ષ્મીવતી નામે અતિ રૂપવતી મુખ્ય પ્રાણવલ્લભા હતી. શીળ, લજજા, પ્રેમ, દક્ષતા અને વિનયથી તે રમણી પતિના મનરૂપ કુમુદને આનંદ આપવામાં ચઇંદ્રિકા જેવી હતી. જ્યારે તે પેાતાના પ્રિય પતિની સાથે પ્રીતિપૂર્વક કેામળ વાણીથી આલાપ કરતી ત્યારે તેના કરંધ્રમાં જાણે અમૃતની નીક ચલાવતી હાય તેવી લાગતી હતી. કળાઓથી પલ્લવિત, લજજાદિ ગુણાથી પુષ્પિત અને પતિભક્તિયડે ફલિત એવી તે રાણી જગમ વેલીની જેવી શાભતી હતી. કેટલેક કાળે તે લક્ષ્મીવતીએ એક પુત્રીને જન્મ આપ્યા, જે પેાતાની કાંતિથી સૂતિકાગૃહની માંગલ્ય દીપિકા જેવી દેખાવા લાગી. સર્વ લક્ષણુસ’પન્ન એ માળાના જન્મથી જાણે ઘેર લક્ષ્મી આવી હોય તેમ તેનાં માિિપતા હર્ષ પામ્યાં, ધનપતિ કુબેર તેના પૂર્વ જન્મના પતિ હતો, તેથી પૂર્વ સ્નેહથી માહિત થઇ તેના જન્મ વખતે આવીને તેણે ત્યાં કનકવૃષ્ટિ કરી. આ કનકની વૃષ્ટિથી હર્ષ પામેલા રાજા હરિશ્ચંદ્રે તે પુત્રીનું નામ કનકવતી પાડ્યુ. સ્તનપાન કરતી એ બાળા ધાત્રીમાતાએના ઉત્સ`ગેામાં સંચરતી અનુક્રમે 'સીની જેમ પગે ચાલવાને સમર્થ થઈ. જ્યારે એ ખાળા પગે ચાલતી ત્યારે તેની ધાત્રીએ કરતાલિકા વગાડીને નવા નવા ઉલ્લાપનથી ગાતી હતી. જ્યારે તે હળવે હળવે મદમદ વાણીએ ખેલવા લાગી ત્યારે ધાત્રીઓ મેનાની જેમ તેને કૌતુકથી વાર વાર ૧ તાળીઓ.
SR No.032706
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy