SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ २०७ ૫૧ ૮ મુ' જિતશત્રુ નામે રાજા હતો. તેને ભૃગધ્વજ કરીને પુત્ર થયા હતો. તે નગરમાં કામદેવ કરીને એક શ્રેષ્ઠી રહેતો હતો. એક વખતે તે શેઠ નગર બહાર પાતાના ગાષ્ઠ (પશુશાળા)માં ગયા. ત્યાં તેના દંડક નામના ગોવાળે શેઠને કહ્યું કે શેઠજી! આ તમારી મહિષીના પાંચ પાડા પૂર્વે મેં મારી નાખ્યા છે; આ છઠ્ઠો પાડો ઘણે ભદ્રિક અકૃતિવાળા આવ્યા છે, અને જ્યારથી તે જન્મ્યા છે ત્યારથી ભયથી ક'પતો અને નેત્રને ચપળ કરતો તે મારા ચરણમાં નમ્યા કરે છે, તેથી દયાવડે મે તેને માર્યા નથી, તમે પણ આ પાડાને અભય આપે. આ પાડા કોઈ જાતિસ્મરણવાળા છે' આ પ્રમાણે ગેાવાળે કહ્યું, એટલે તે શેઠ દયા લાવીને પાડાને શ્રાવસ્તી નગરીમાં લઈ ગયા. શેઠે રાજાની પાસે તેના અભયને માટે માગણી કરો. એટલે રાજાએ પણ તેને અભય આપીને કહ્યું કે, 'આ પાડો આખી શ્રાવસ્તી નગરીમાં સ્વેચ્છાએ ભમ્યા કરો.’ એક વખતે રાજકુમાર મૃગજે તે પાડાના એક પગને છેદી નાખ્યા. તે જાણુ! રાજાએ તે કુમારને નગરની બહાર કાઢી મૂકયા. કુમારે વૈરાગ્ય પામી દીક્ષા લીધી. તે પાડો પગ છેદાયા પછી અઢારમે દિવસે મૃત્યુ પામી ગયા અને કુમાર મૃગધ્વજને ખાવીશમે દિવસે કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. દેવ, અસુર, રાજા અને અમાત્યા તેમને વંદન કરવા આવ્યા. દેશનાને અ ંતે જિતશત્રુ રાજાએ પૂછ્યુ` કે ‘તમારે તે પાડાની સાથે શુ વૈર હતુ... ?' મૃગધ્વજ કેવળી ખેલ્યા પૂર્વ અગ્રીવ નામે એક અર્ધ ચક્રવત્તી થયા હતો, તેને હશ્મિ નામે એક મંત્રી હતો. તે કૌલ (નાસ્તિક) હતા, તેથી ધર્મની નિંદા કરતા હતા અને રાજા આસ્તિક હાવાથી સદા ધર્મનું પ્રતિપાદન કરતો હતો. આ પ્રમાણે હોવાથી તે રાજા અને મ`ત્રી વચ્ચે દિવસાનુદિવસ વિધિ વધવા લાગ્યા. તે બન્નેને ત્રિપૃષ્ટ અને અચલે માર્યા, જેથી મૃત્યુ પામીને સાતમી નરકે ગયા. નરકમાંથી નીકળીને તે બન્ને ઘણા ભવમાં ભમ્યા. તેમાંથી અશ્વગ્રીવ તે આ હું તમારા પુત્ર થયા અને મિક્ષુ મંત્રી પાડા થયા. પૂના વૈરથી મે તેનો પગ કાપી નાખ્યા. તે પાડો મરીને લેાહિતાક્ષ નામે અસુરાના અગ્રણી થાછે; તે જુઓ, આ અહીં મને વંદન કરવા આવ્યેા છે. આ સંસારનું નાટક આવું વિચિત્ર છે.’’ પછી લેાહિતાશ્ને મુનિને નમીતે તે મૃગવજ મુનિની, કામદેવ શેઠની અને ત્રણ પગવાળા મહિષની રત્નમય પ્રતિમા કરાવીને અહીં આ સ્થાપન કરેલી છે. તે કામદેવ શ્રેષ્ઠીના વંશમાં હાલ કામદત્ત નામે શેઠ છે, તેને મધુમતી નામે પુત્રી છે. શેઠે તે પુત્રીના વરને માટે કાઈ જ્ઞાનીને પૂછ્યું હતું, એટલે જ્ઞાનીએ કહ્યુ` હતુ` કે જે આ દેવાલયના મુખદ્વાર ને ઉઘાડશે તે મારી પુત્રીનો વર થશે.” આ પ્રમાણે સર્વ વૃત્તાંત સાંભળી વસુદેવે તે દ્વાર ઉઘાડયુ, એ વાત જાણીને તત્કાળ કામદત્તશેઠે ત્યાં આવી વસુદેવને પેાતાની પુત્રી આપી. તેમને જોવાને રાજાની પુત્રી પ્રિય ગુસુંદરી રાજાની સાથે ત્યાં આવી. તે વસુદેવને જોઇને ક્ષણવારમાં કામપીડિત થઇ ગઈ. પછી દ્વારપાળે આવીને પ્રિયંગુસુ દરીની દશા અને એણીપુત્ર રાજાનું ચરિત્ર અંજલિ જોડીને વસુદેવને જણાવ્યું, અને કહ્યું કે ‘કાલે પ્રાતઃકાળે તમે પ્રિય શુસુંદરીને ઘેર અવશ્ય આવજો.' એમ કહીને દ્વારપાળ ગયા. તે દિવસે વસુદેવે એક નાટક જોયુ. તેમાં એવી હકીકત આવી કે “નિમના પુત્ર વાસવ ખેચર થયા. તેના વશમાં બીજા વાસવ થયા. તેના પુત્ર પુરૂદ્ભૂત થયેા. એકદા તે હાથી ઉપર બેસીને ફરવા ગયા હતા, ત્યાં તેણે ગૌતમની શ્રી અહલ્યાને જોઈ. તેથી
SR No.032706
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy