SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ ૮ મું - ૧૫ હું પુત્રની જેમ સુખે રહેવા લાગ્યો. પછી તેની પાસેથી તેનું એક લાખ દ્રવ્ય વ્યાજે લીધું, અને તેણે વાર્યો તો પણ હું તેનાં કરિયાણાં લઈ વહાણ ભરીને સમુદ્રમાર્ગે ચાલ્યું. અનુક્રમે યમુના દ્વિીપમાં આવીને બીજા અંતદ્વીપ અને નગર વિગેરેમાં ગમનાગમન કરી મેં આઠ કોટી સુવર્ણ ઉપાર્જન કર્યું. તે દ્રવ્ય લઈને હું જળ માર્ગે સ્વદેશ તરફ વળ્યો. ત્યાં માર્ગમાં મારું વહાણ ભાંગી ગયું, અને માત્ર એક પાટીયું મારા હાથમાં આવ્યું. સાત દિવસે સમુદ્ર તરીને હું ઉદ્ધરાવતી કુલ નામના સમુદ્રકાંઠે પહોંચ્યો. ત્યાં રાજપુરનામે એક નગર હતું, તેમાં જઈને હું રહ્યો. ત્યાં દિનકરપ્રભ નામે એક ત્રિદંડી સન્યાસી મારા જેવામાં આવ્યું. તેની આગળ મેં મારું ગોત્ર વિગેરે જણાવ્યું તેથી તે મારા પર પ્રસન્ન થયા અને તેણે મને પુત્રવત્ રાખે. એક દિવસે તે ત્રિદંડીએ મને કહ્યું કે, “તુ દ્રવ્યનો અર્થ જણાય છે, તેથી હે વત્સ! ચાલ, આપણે આ પર્વત ઉપર જઈએ. ત્યાં હું તને એ રસ આપીશ કે જેથી ઈચ્છા પ્રમાણે કેટી ગમે સુવર્ણની તને પ્રાપ્તિ થઈ શકશે. તેનાં આવાં વચન સાંભળી ઘણો ખુશી થઈને હું તેની સાથે ચાલ્યો. બીજે દિવસે જેમાં અનેક સાધકે રહેલા છે એવી એક મોટી અટવીમાં અમે આવી પહોંચ્યા. પછી તે ગિરિના નિતંબ ઉપર અમે ચડ્યા. ત્યાં ઘણું યંત્રમય શિલાઓથી વ્યાપ્ત અને યમરાજના મુખ જેવું મોટું ગવર જોવામાં આવ્યું. તે મહા ગવર દુર્ગપાતાલ એવા નામથી પ્રસિદ્ધ હતું. ત્રિદંડીએ મંત્ર ભણીને તેનું દ્વાર ઊઘાડયું, એટલે અમે તેમાં પ્રવેશ કર્યો, તેમાં ઘણું ભમ્યા ત્યારે એક રસકૂપ અમારા જોવામાં આવ્યો. તે કૂપ ચાર હાથ લાંબે પળે હતો અને તે નરકના દ્વાર જેવો ભયંકર દેખાતે - હતું. ત્યાં ત્રિદંડીએ મને કહ્યું કે “આ કુવામાં ઉતરી તું તુંબડીવડે તેને રસ ભરી લે.” પછી તેણે દેરીનો એક છેડો પકડી રાખી બીજા છેડા સાથે બાંધેલી માંચીમાં બેસાડી મને કુવામાં ઉતાર્યો. ચાર પુરૂષ પ્રમાણુ હું ઉંડે ઉતર્યો. એટલે તેની અંદર ફરતી મેખલા અને મધ્યમાં રસ મેં જોયો. તે વખતે કેઈએ મને તે રસ લેવાનો નિષેધ કર્યો. મેં કહ્યું કે “ ચારૂદત્ત નામે વણિક છું અને ભગવાન ત્રિદંડીએ મને રસ લેવાને માટે ઉતાર્યો છે, તે તમે મને કેમ અટકાવે છે?” ત્યારે તે બોલ્યો કે હું પણ ધનાથ વણિક છું, અને બલિદાન માટે પશુના માંસની જેમ મને પણ તે ત્રિદંડીએજ આ રસકૃપમાં નાખી દીધું છે અને પછી તે પાપી ચાલ્યો ગયે હતે. મારી સર્વ કાયા આ રસવડે ખવાઈ ગઈ છે, માટે તું આ રસમાં હાથ બળીશ નહિ. હું તને તારી તુંબડીમાં રસ ભરી આપીશ.' પછી તેને તુંબડી આપી, એટલે તેણે રસથી ભરી દીધી અને મારી માંચી નીચે બાંધી. પછી મેં રજૂ કંપાવી એટલે તે ત્રિદંડીએ રજજુ ખેંચી જેથી હું કુવાના કાંઠા પાસે આવ્યો. પછી તેણે મને બહાર ન કાઢતાં તે રસતું બી માગી. તે સન્યાસીને પરદ્રોહી અને લુબ્ધ જાણીને મેં તે રસ પાછો કુવામાં નાખી દીધે, તેથી તેણે માંચી સહિત મને કુવામાં પડતું મૂક્યો. ભાગ્યયેગે હું પિલી વેદી ઉપર પડડ્યો. એટલે પેલા અકારણ બંધુએ કહ્યું કે “ભાઈ ! ખેદ કરીશ નહીં. તું રસની અંદર પડ્યો નથી, વેદી ઉપર પડ્યો છે તે ઠીક થયું છે. હવે જ્યારે ત્યારે પણ અહીં ઘે આવશે એટલે તેનું પુછ અવલંબીને તારાથી કુવા બહાર નીકળશે, માટે તે આવે ત્યાં સુધી રાહ જો.” પછી તેના વચનથી સ્વસ્થ થઈ વારંવાર નવકાર મંત્રને ગણતે હું કેટલેક કાળ ત્યાં રહ્યો. અનુક્રમે તે પુરૂષ મૃત્યુ પામ્યું. એક વખતે ભયંકર શબ્દ મારા સાંભળવામાં આવ્યા. તેથી હું ચક્તિ થઈ ગયે, પરંતુ પછી તેનું વચન યાદ આવવાથી જાણ્યું કે આ શબ્દ ઘેને હશે, અને જરૂર તે અહીં આવતી હશે. ક્ષણવારમાં તો ઘ રસ પીવાને આવી. રસ પીને જયારે તે પાછી વળી ત્યારે એ પરાક્રમી ઘોના પુંછડા
SR No.032706
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy