SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦ સ૨ જો તે વખતે સિંહરથનુ સૈન્ય સ ત્યાંથી ભાગી ગયુ એટલે વસુદેવ વિજય મેળવી સિહરથને પકડીને અનુક્રમે પેાતાને નગરે આવ્યા. રાજા સમુદ્રવિજયે વસુદેવને એકાંતમાં કહ્યું કે “કોપ્ફુકી નામના એક જ્ઞાનીએ મને આ પ્રમાણે હિત વચન કહેલ છે કે ‘જરાસ`ધની પુત્રી જીવયા કનિષ્ઠ લક્ષણાવાળી હવાથી પતિના અને પિતાના-બન્નેનાં કુળના ક્ષય કરનારી છે.’ માટે આ સિ’હરથને પકડી લાવ્યાના બદલામાં જરાસંધ તે પુત્રી તમને પારિતાષિક તરીકે આપશે, તે વખતે તેને ત્યાગ કરવાના કાઈ ઉપાચ પ્રથમથી વિચારી રાખજો.” વસુદેવે કહ્યું ‘આ સિ’હરથને રણમાં યુદ્ધ કરીને બાંધી લાવનાર કંસ છે, માટે તે જીવયશા કંસને જ આપવા યોગ્ય છે’ સમુદ્રવિજયે કહ્યું કે ‘તે ક’સ વિકિપુત્ર છે, માટે તેને જીવયશા આપશે નહી, પણ પરાક્રમથી તે ક્ષત્રિય જેવા લાગે છે.' પછી સમુદ્રવિજયે પેલા રસવિણકને ખેલાવી વચમાં ધર્મને રાખીને તેને કૌંસની ઉત્પત્તિ પૂછી એટલે તેણે કસના સવ વૃત્તાંત ક ંસના સાંભળતાં પ્રથમથી કહી આપ્યા. પછી સુભદ્ર વણિકે ઉગ્રસેન રાજા અને ધારિણી રાણીની મુદ્રિકા અને પત્રિકા સમુદ્રવિજય રાજાને આપી. સમુદ્રવિજયે તે પત્રિકા વાંચી, તેમાં લખ્યું હતું કે “રાજા ઉગ્રસેનની રાણી ધારિણીએ ભયંકર દાઉદથી ભય પામી પાતાના પતિની રક્ષાને માટે આ પ્રાણપ્રિય પુત્રને ત્યાગ કર્યાં છે, અને નામમુદ્રા સહિત સર્વ આભૂષણાએ ભૂષિત એવા આ બાળપુત્રને કાંસાની પેટીમાં નાખીને યમુના નદીમાં વહેતા મૂકયા છે”, આ પ્રમાણે પત્રિકા વાંચીને રાજા સમુદ્રવિજયે કહ્યું કે ‘આ મહાભૂજ કાંસ યાદવ છે અને ઉગ્રસેનને પુત્ર છે, અન્યથા તેનામાં આવું વીય સ’ભવે જ નહીં.' પછી રાજા સમુદ્રવિજય ક'સને સાથે લઈને અર્ધ ચક્રી જરાસ`ધની પાસે ગયા, અને તેને સિ'હરથ રાજાને સોંપ્યા તે સાથે કસનું પરાક્રમ પણ જણાવ્યું.. જરાસ`ધે પ્રસન્ન થઈ કસને પોતાની પુત્રી જીવયશા આપી. તે વખતે ક ંસે પિતાના રાષથી મથુરાપુરીની માગણી કરી, તેથી તે નગરી પણ આપી, જરાસ'ધે આપેલા સૈન્યને લઈને કસ મથુરામાં આબ્યા. ત્યાં ક્રૂર કંસે પોતાના પિતા ઉગ્રસેનને બાંધીને પાંજરામાં પૂર્યા અને પોતે રાજા થયો. ઉગ્રસેનને અંતિમુક્ત વિગેરે પુત્રો હતા. તેમાં અતિમુકતે પિતાના દુઃખથી દુઃખિત થઈ ને દીક્ષા લીધી. પોતાના આત્માને કૃતાર્થ માનનારા ક ંસે શૌય નગરથી સુભદ્ર વણિકને ખેલાવી સુવર્ણાદિકના દાનથી તેને ઘણેા સત્કાર કર્યાં, છુટી રહેલી કંસની માતા ધારિણીએ પેાતાના પતિને છેડાવવાને માટે કંસને વિનંતિ કરી, તથાપિ તેણે કોઇ રીતે પાતાના પિતા ઉગ્રસેનને છેાડયા નહી”. પછી ધારિણી કંસના માન્ય પુરૂષોને ઘેર જઇ પ્રતિદિન કહેતી કે ‘કાંસાની પેટીમાં નાખીને ક'સને યમુના નદીમાં મે' જ વહેતા મૂકાવ્યા, તે વાતની મારા પતિ ઉગ્રસેનને તે ખબર પણ નથી, તેથી તે તે સર્વથા નિરપરાધી છે અને હું અપરાધી છું, માટે મારા પતિને તમે છેાડાવા.' તેઓ આવી કસને કહેતા, તેપણ તેણે ઉગ્રસેનને છેડયા નહી, કેમકે “પૂર્વ જન્મનુ નિયાણુ કદિ અન્યથા થતું નથી.” હવે જરાસ'ધે સત્કાર કરી વિદાય કરેલા રાજા સમુદ્રવિજય પોતાના બંધુઓની સાથે પેાતાના નગરમાં આવ્યા. શૌય પુરમાં સર્વત્ર સ્વેચ્છાએ ભમતા વાસુદેવકુમારને જોઈ તેમના સૌદર્યથી માહિત થયેલી નગરની સ્ત્રીએ જાણે. મંત્રાકૃષ્ટ હોય તેમ તેની પાછળ ભમવા લાગી. સ્ત્રીઓને કામણુરૂપ જેનું સૌંદય' છે એવા સમુદ્રવિજયના અનુજબ વસુદેવ કુમારે આમ તેમ ભમી ક્રીડા કરતાં કેટલાક કાળ નિ મન કર્યા. એક વખતે નગરના મહાજને પાસે આવી એકાંતમાં કહ્યું કે ‘તમારા લઘુ ખંધુ વસુદેવના રૂપથી નગરની સર્વ સ્રીએ અમર્યાદ થઇ ગઇ છે. જે કોઈ સ્ત્રી વસુદેવને એકવાર પણ જુએ છે તે તે પરવશ થઇ જાય છે, તે એ કુમારને વાર’
SR No.032706
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy