SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ ૮ મું ૧૮૭ આકુળવ્યાકુળ થઈશ નહીં'. નંદિષેણે વિચાર્યું કે “જ્યારે મારા મામાની કન્યાઓ મને ઈચ્છતી નથી, તે પછી મારા જેવા કુરૂપીને બીજાની કન્યા કેમ ઈરછશે ?' આવો વિચાર કરી વૈરાગ્ય પામીને તે ત્યાંથી નીકળી રત્નપુર નગરે આવ્યા. ત્યાં ક્રીડા કરતા કોઈ સ્ત્રી પુરૂષને જોઈને તે પિતાની નિંદા કરવા લાગ્યા. પછી મરવાની ઈચ્છાથી વૈરાગ્યવડે તે ઉપવનમાં આવ્યું. ત્યાં સુસ્થિત નામે એક મુનિને જોઈને તેમને વંદના કરી. જ્ઞાનથી તેને મને ભાવ જાણીને તે મુનિ બેલ્યા:-“અરે મનુષ્ય ! તું મૃત્યુનું સાહસ કરીશ નહીં, કેમકે આ સર્વ અધર્મનાં ફળ છે. સુખના અર્થીએ તે ધર્મ કરવો જોઈએ, આત્મઘાતથી કાંઈ સુખ થતું નથી, દીક્ષા લઈને કરેલે ધર્મ જ ભવભવમાં સુખના હેતુભૂત થાય છે. આ પ્રમાણે સાંભળી તે પ્રતિબંધ પામે, તેથી તેણે તરત જ તે મુનિની પાસે વ્રત ગ્રહણ કર્યું. પછી ગીતાર્થ થઈને તેણે સાધુઓનું વૈયાવૃત્ત્વ કરવાને અભિગ્રહ કર્યો. બાળ અને લીન પ્રમુખ મુનિઓની વૈયાવૃત્ય કરનારા અને તેમાં કદી પણ ખેદ નહીં પામનારા તે નંદિષેણ મુનિની અન્યદા ઈંદ્ર સભામાં પ્રશંસા કરી. ઇદ્રનાં તે વચન પર શ્રદ્ધા નહીં રાખનારે કઈ દેવ પ્લાન મુનિનું રૂપ લઈને રત્નપુરની સમીપના અરણ્યમાં આવ્યો, અને એક બીજા સાધુને વેષ વિકુવીને નંદિષેણ મુનિના સ્થાનમાં ગયો. એવામાં નદિષેણ પારણું કરવાને માટે બેસીને ગ્રાસ ભરતા હતા તેવામાં તે સાધુએ આવીને કહ્યું કે –“અરે ભદ્ર! સાધુઓની વૈયાવૃત્ય કરવાની પ્રતિજ્ઞા લઈને તુ અત્યારે કેમ ખાવા બેઠે છે ? નગરની બહાર અતિસાર રેગવાળા એક મુનિ ક્ષુધા અને તૃષાથી પીડિત છે. તે સાંભળતાં જ નંદિષેણ મુનિ આહાર કરવાનું પડતું મૂકી તે મુનિને માટે શુદ્ધ પાણી શોધવા નીકળ્યા, તે વખતે આવેલા દેવે પોતાની શક્તિથી સર્વત્ર અનેષણય કરવા માંડયું, પણ તે લબ્ધિવાળા મુનિના પ્રભાવથી તેની શક્તિ વધારે ચાલી નહીં, એટલે નંદિષેણ મુનિએ કઈ ઠેકાણેથી શુદ્ધ પાણી પ્રાપ્ત કર્યું. પછી નંદિષેણ મુનિ તે ગ્લાન મુનિની પાસે આવ્યા; એટલે તે કપટી મનિએ કઠોર વાક વડે તેના પર આક્રોશ કર્યો-“અરે અધમ ! હે આવી અવસ્થામાં પડ્યો છું અને તું આ વખતે ભજનમાં લંપટ થઈ સત્વરે અહીં આવ્યો નહીં, માટે તારી વૈયાવૃત્યની પ્રતિજ્ઞાને ધિક્કાર છે.” મંદિષેણ મુનિ બોલ્યા- હે મુનિ ! મારા તે અપરાધને ક્ષમા કરે. હવે હું તમને સજજ કરીશ. આ તમારે 5 એવું શુદ્ધ પાણી હું લાવ્યો છું.” પછી તેનું પાન કરાવી તેમણે કહ્યું કે “જરા બેઠા થાઓ એટલે ગ્લાન મુનિ બોલ્યા “અરે મુંડા ! હું કે અશક્ત છું, તે શું તું નથી જેતે ?” આવાં તેનાં વચન સાંભળી તે માયામુનિને પિતાના સ્કંધ ઉપર ચડાવી તે નંદિષેણ મુનિ ચાલ્યા, તથાપિ તે મુનિ પગલે પગલે આ પ્રમાણે તેના ઉપર આક્રોશ કરતો હતો. “અરે અધમ ! ઉતાવળથી ચાલીને મારા શરીરને ઘણું ડેલાવવા વડે મને શા માટે પીડે છે? જો ખરેખર સાધુની વૈયાવૃત્ય કરનાર હોય તે હળવે હળવે ચાલ.” આ પ્રમાણે કહેવાથી તે હળવે હળવે ચાલ્યા એટલે દેવતાએ તેની ઉપર વિષ્ટા કરી અને કહ્યું કે “તુ વેગભંગ શા માટે કરે છે? “આ મહર્ષિ પીડા રહિત ક્યારે થાય,' એવું ચિંતવન કરતા નદિષેણ મુનિ તેનાં કટુ વચનોને જરા પણ ગણતા નહી. તેની આવી દઢતા જોઈને તે દેવે વિષ્ટાનું હરણ કર્યું અને દિવ્યરૂપે તેને ત્રણ પ્રદક્ષિણા દઈને નમસ્કાર કર્યો. પછી તેણે ઈંદ્ર કરેલી પ્રશંસાની વાર્તા કહી અને ખમાવીને કહ્યું કે “હે મહાભાગ ! હું તમને શું આપું ? તે કહો.” મુનિ બોલ્યા-મેં મહા દુલભ ધર્મ પ્રાપ્ત કર્યો છે, તેના કરતાં વિશેષ સારરૂપ આ જગતમાં
SR No.032706
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy