SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧ ૮ મુ' ૧૭૯ ચાલનારા આત્મરક્ષકા અને છડીદારોએ લેાકેાને દૂર ખસેડયા. તે સ્વય’વરમ'ડપમાં આવી એટલે માલતી નામે તેની એક સખી આંગળીથી બતાવતી આ પ્રમાણે બાલી-હે સખી ! આ ભૂચર અને ખેચર રાજાએ પેાતામાં ગુણીપણું માનતા અહી આવેલા છે. આ કદંબ દેશના ભુવનચંદ્ર નામે રાજા છે. એ વીર પૃથ્વીમાં પ્રખ્યાત અને પૂર્વ દિશાના અલંકાર જેવા છે. આ સમકેતુ નામે રાજા છે, તે શરીરનીશેાભાથી કામદેવ જેવા પ્રકૃતિથી જ દક્ષિણ અને દક્ષિણ દિશાના તિલકરૂપ છે. આ કુબેર જેવા કુબેર નામે ઉત્તર દિશાનેા રાજા છે, તે શત્રુએની સ્ત્રીઓમાં અશ્રાંત અને વિસ્તારવાળા કીર્ત્તિ રૂપ લતાવનને ધરનારા છે. કીર્ત્તિથી સામપ્રભા (ચ'દ્રકાંતિ)ને જીતનાર આ સોમપ્રભ નામે રાજા છે, અને બીજા ધવલ, શૂર અને ભીમ વિગેરે મોટા રાજાઓ છે. આ ખેચરપતિ મણિચૂડ નામે મહાપરાક્રમી રાજા છે, આ રનચુડ નામે રાજા છે, માટી ભુજાવાળા આ મણિપ્રભ નામે રાજા છે, અને આ સુમન, સોમ તથા સૂર વિગેરે ખેચરપતિ રાજાઓ છે. હે સખી ! આ સ`ને જો અને તેની પરીક્ષા કર. એ સર્વ કળાઓને જાણનારા છે.” તેણીનાં આવાં વચનથી પ્રીતિમતીએ જે જે રાજાને નેત્રથી અવલાકયા તે તે રાજાને, જાણે તેણીએ આજ્ઞા કરેલા હોય તેવા કામદેવ બાણાથી મારવા લાગ્યા. પછી જાણે તેના પક્ષમાં સાક્ષાત્ સરસ્વતી રહ્યા હોય તેમ તે પ્રીતિમતીએ મધુમત્ત કોકિલાના જેવા સ્વરથી એક તર્ક વાળા પ્રશ્ન કર્યાં. તે સાંભળી જેમની બુદ્ધિ હણાઈ ગઈ છે એવા તે સર્વ ભૂચર અને ખેચરા જાણે ગળેથી ઝલાઇ ગયા હોય તેમ કોઈપણ ઉત્તર આપી શકયા નહીં. લજ્જાથી જેમનાં મુખ નમી ગયાં છે એવા તે રાજાએ અને રાજપુત્રો વિલખા થઇ પરસ્પર કહેવા લાગ્યા કે, પૂર્વે કાઇથી પણ નહીં જીતાયલા આપણને આ સ્ત્રીએ જીતી લીધા, તેથી જરૂર સ્ત્રીજાતિના સ`ખ'ધને લીધે વાગ્દેવી સરસ્વતીએ તેણીના પક્ષ કર્યા જણાય છે.’ તે વખતે જિતશત્રુ રાજા વિચારમાં પડ્યો કે શું વિધિ આ કન્યાને નિમી ને પ્રયાસથી ખિન્ન થયા હશે કે જેથી આ કન્યાને યાગ્ય એવા કોઇ પતિ તેણે નિમ્મેર્રી. નહી હોય ! આટલા બધા રાજાઓમાં અને રાજકુમારામાં મારી પુત્રીને કોઇ રૂચ્યા નહી; તા જો કોઈ હીનજાતિવાળા પતિ થશે તેા પછી તેની શી ગતિ થશે ?’ રાજાના આવેા ભાવ જાણીને મંત્રી ખેલ્યા કે હે પ્રભુ ! ખેદ કા નહીં, હજુ ઉત્કૃષ્ટથી પણ ઉત્કૃષ્ટ પુરૂષા પણ મળી આવશે; કારણ કે ‘પૃથ્વી બહુરત્ના છે.” તમે હવે એવી આàાષણા કરાવા કે જે કોઇ રાજા વા રાજપુત્ર, વા કેાઈ બીજો આ કન્યાને જીતી લેશે તે તેને પતિ થશે.” આ પ્રમાણેના વિચાર જાણીને રાજાએ મત્રીને શાખાશી આપી અને તત્કાળ તેવી આઘેાષણા કરાવી. તે સાંભળી અપરાજિતકુમાર વિચાર કરવા લાગ્યા કે–“કદિ સ્ત્રીની સાથે વિવાદમાં વિજય થાય તાપણુ તેમાં કાંઈ ઉત્કર્ષી નથી, પરંતુ તેને કાઈ ન જીતે તેા તેથી સના પુરૂષપણાના ક્ષય થાય છે, માટે ઉત્કષ થાયકે ન થાય પણ આ સ્ત્રીને તેા સર્વથા જીતી લેવી એ જ યાગ્ય છે.” આવેા વિચાર કરી અપરાજિતકુમાર તત્કાળ પ્રીતિમતીની પાસે આબ્યા. વાદળા વડે ઢંકાયેલા સૂર્યની જેમ તે તુવેષથી ઢંકાયેલા હતા, તથાપિ તેને જોઇને પૂર્વ જન્મના સ્નેહસંબંધથી પ્રીતિમતીના મનમાં પ્રીતિ ઉત્પન્ન થઇ. પછી તેણીએ અપરાજિતના સામા પૂર્વ પક્ષ કર્યો એટલે તત્કાળ અપરાજિતે તેને નિરૂત્તર કરીને તેને જીતી લીધી. પ્રીતિમતીએ તરતજ સ્વયંવરમાળા તેના કઠમાં આરાપણું કરી. તે જોઇ સ ભૂચર અને ખેચર રાજાએ તેની ઉપર કાપાયમાન થયા. તેઓ કહેવા લાગ્યા કે-‘આ વાણીમાં વાતુલ જેવા અને આકડાનાં ૧ દાક્ષિણ્યતાવાળા.
SR No.032706
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy