SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ સગ ૧ લા ૧૬૮ ફાટેલા ચરણકમળમાંથી નીકળતા રૂધિરવડે તે પૃથ્વીને સિ ંચન કરતા હતા. તે મુનિને ધનવતીએ પેાતાના પતિને બતાવ્યા. પછી બંને જણા સ'ભ્રમ પામીને ઉતાવળા તેમની પાસે ગયા, અને અનેક પ્રકારના શિશિર ઉપચાર કરી તેમને સચેત કર્યા. પછી તે સ્વસ્થ થયેલા મુનિને પ્રણામ કરીને ધનકુમાર બાલ્યા–“હે મહાત્મન્ ! હું આજે સર્વ પ્રકારે ધન્ય છું, કેમકે પૃથ્વીમાં કલ્પવૃક્ષ જેવા તમને મેં પ્રાપ્ત કર્યા છે. પ 'ત દેશમાં રહેનારા એવા અમાને, મરૂદેશમાં રહેનાર પ્રાણીઓને છાયા વૃક્ષની જેમ તમારા સંસગ ઘણા દુ ભ છે. હે ભગવન્ ! તમને એટલું પૂછુ' છું કે, તમારી આ દશા શી રીતે થઇ ? પણ જો તમને તે કહેતાં ખેદ થાય તેમ ન હોય અને ગેાપવવા જેવુ ન હોય તા તે જણાવશેા.” મુનિ આલ્યા–પરમાર્થથી મને સ`સારવાસના જ ખેદ છે, બીજો ખેદ નથી અને આ ખેદ તા વિહારક્રમથી થયેલેા છે, કે જે શુભ પરિણામવાળા છે. મારૂ નામ મુનિચંદ્ર છે. પૂર્વે ગુરૂ અને ગચ્છની સાથે વિહાર કરતા હતા, કારણકે સાધુઓની એક ઠેકાણે સ્થિતિ હેાતી નથી. ગચ્છ સાથે ચાલતાં અન્યદા હું ડ્ મૂઢ થઇને અરણ્યમાં ભૂલેા પડયો. પછી સાભ્રષ્ટ થઈને આમતેમ ભમવા લાગ્યા. છેવટે ક્ષુધા અને તૃષાથી આક્રાંત થઇ આ ઠેકાણે આવતાં મૂર્છા ખાઇને હું પૃથ્વી ઉપર પડ્યો. પછી તમાએ જે શુભેાપાય કર્યા તેથી હું સચેત થયા, હે મહાભાગ ! હે અનઘ ! તમને વારંવાર ધર્મલાભ હેા. જેમ હું ક્ષણવાર અગાઉ અચેતન થઈને પડેલા હતા, તેવી રીતે આ સંસારમાં સ` તેવું જ છે, માટે શુભેચ્છુ જને નિરંતર ધર્મ કરવા.” આ પ્રમાણે કહીને તે મુનિચંદ્ર મુનીશ્વરે તેમને ચાગ્ય એવા શ્રી જિનોક્ત સમ્યકત્વમૂળ ગૃહીધમ કહી બતાવ્યા. એટલે ધનકુમારે ધનવતી સહિત મુનિચંદ્ર મુનિની આગળ સમ્યકત્વપ્રધાન ગૃહસ્થધર્મ સ્વીકાર્યાં. પછી તેમણે તે મુનિને ઘેર લઈ જઈને અન્નપાનથી પ્રતિલાભિત કર્યા, અને ધર્મશિક્ષાને માટે કેટલાક કાળ સુધી તેમને ત્યાંજ રાખ્યા. પછી મુનિ ધનકુમારને જણાવીને પેાતાના ગચ્છની ભેગા થયા. ત્યારથી ધનવતી અને ધનકુમાર પરમ શ્રાવક થયા. તે દંપતી પ્રથમથી જ પરસ્પર પ્રીતિવાળાં હતાં, તેમાં વળી એક ધમાં જોડાવાથી વિશેષ પ્રીતિવાળાં થયાં. અંતકાળે વિક્રમધન રાજાએ ધનકુમારને પોતાના રાજ્ય ઉપર અભિષિક્ત કર્યાં. ત્યારથી ધનકુમાર શ્રાવકધમ સહિત વિધિવડે પૃથ્વીનું પણ પાલન કરવા લાગ્યા. એક વખત ઉઘાનપાળે આવી ધનકુમારને કહ્યું કે, જે પ્રથમ આવેલા હતા, તે વસુંધર મુનેિ ઉદ્યાનમાં પધારેલા છે.' તે સાંભળી ધનકુમાર ધનવતીને સાથે લઈને તત્કાળ ઉદ્યાનમાં આવ્યા, અને તે મુનિને વાંદીને તેમની પાસે સ`સારસાગર તરવામાં મેાટી નાવિકા જેવી દેશના સાંભળી. પછી સ'સારથી ઉદ્વેગ પામેલા ધનકુમારે ધનવતીથી ઉત્પન્ન થયેલા જયંત નામના પુત્રને શુભ દિવસે રાજ્યપર બેસાર્યા; અને પેાતે ધનવતીની સાથે વસુધર મુનિની પાસે દીક્ષા લીધી. તેમની સાથે તેમના ભાઇ ધનદત્ત અને ધનદેવે પણ દીક્ષા લીધી. ધનમુનિ ગુરૂની સાથે રહી દુસ્તર તપ કરવા લાગ્યા. ગુરૂએ અનુક્રમે ગીતા થયેલા તે મુનિને આચાર્ય પદ આપ્યુ. ઘણા રાજાઓને પ્રતિબોધ આપી, તેમના પર દીક્ષાના અનુગ્રહ કરી, છેવટે સમુદ્ધિવાળા ધર્ષિએ ધનવતી સાથે અનશન ગ્રહણ કર્યું. એક માસને અ ંતે મૃત્યુ પામીને તે બંને સૌધર્મ દેવલાકમાં શકૅના સામાનિક મહદ્ધિક દેવતા થયા. ધનકુમારના બંધુ ધનદેવ અને ધનદત્ત તથા ખીજાએ પણ અખ`ડિત વ્રત પાળી મૃત્યુ પામીને સૌધમ દેવલાકમાં દેવતા થયા. આ ભરતક્ષેત્રને વિષે વૈતાઢવ્યગિરિની ઉત્તરશ્રેણીના આભૂષણરૂપ સૂરતેજ નામના નગરમાં સૂર નામે એક ખેચરના ચક્રવત્તી રાજા થયા. મેઘને વિદ્યુત્ની જેમ તેને વિદ્યુત્ત્પતિ નામે
SR No.032706
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy