SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ ૧૩ મો. જય ચક્રવર્તીનું ચરિત્ર શ્રી નમિ ભગવાનના તીર્થમાં બીજા જય નામે ચક્રવત્ત થયા છે, તેનું પવિત્ર ચરિત્ર હવે કહીએ છીએ. આ જબુદ્વીપમાં ઐરાવતક્ષેત્રમાં શ્રીપુર નામે નગર છે. તેમાં વસુંધર નામે એક વિખ્યાત રાજા થયે, તેને પદ્માવતી નામે અતિપ્રિય રાણી હતી. તે મૃત્યુ પામતાં મનમાં ઉદ્વેગ પામેલા તે રાજાએ વિનયંધર નામના પિતાના પુત્રને રાજ્ય ઉપર બેસાર્યો અને પિતે મનહર નામના વનમાં વરધર્મ નામના મુનિની પાસેથી ધર્મતત્ત્વ સાંભળી પ્રતિબોધ પામીને દીક્ષા ગ્રહણ કરી. ચિરકાળ દીક્ષા પાળી મૃત્યુ પામીને તે સાતમાં કલ્પમાં દેવપણને પ્રાપ્ત થયે. મગધ દેશમાં તેના મંડનરૂપ રાજગૃહી નામે નગરી છે. તે લક્ષ્મીનું એક કુલહ અને સ્વર્ગપુરીનું સહોદર હોય તેવું લાગે છે. તે નગરીમાં ઈવાકુ વંશના તિલકરૂપ અને ન્યાયમાર્ગનું ઉત્પત્તિસ્થાન વિજય નામે વિજયી રાજા થયે. તેને વપ્રા નામે એક શીલવતી રાણી હતી. તે રૂપલાવણ્યની સંપત્તિથી પૃથ્વી પર રહેલી કઈ દેવી હોય તેવી જણાતી હતી. કેટલાક કાળ ગયા પછી વસુંધર રાજાને જીવ મહાશુક્ર દેવલોકમાંથી રવીને તેની કુક્ષિમાં અવતર્યો. ચૌદ સ્વએ સૂચિત એ તે પુત્ર પ્રસબે, ત્યારે તેનું જ્યકુમારનામ પાડયું. તે યૌવનવય પામ્યો એટલે બાર ધનુષ્ય ઊંચી કાયાવાળે અને સુવર્ણન જેવી કાંતિવાળો થયો. પિતાએ તેને રાજ્યપર અભિષેક કર્યો. અન્યદા તેના આયુધગૃહમાં ચક્રવર્તીના પ્રથમ ચિન્હરૂપ ચક્રરતન ઉત્પન્ન થયું. પછી અનુક્રમે છત્રરત્ન, મણિરત્ન, દડરત્ન, ખગરન, ચરરત્ન અને કાંકિણીરત્ન એમ કુલ સાત એકેદ્રિય રને ઉત્પન્ન થયાં. તે સિવાય પુરોહિતરત્ન,5 હિરત્ન, હસ્તિરત્ન, અધરત્ન, સેનાપતિરત્ન, વાદ્ધકિરન અને સ્ત્રીરત્ન–એ સાત પંચેન્દ્રિય રત્ન ઉત્પન્ન થયાં. પછી જય ચક્રવતી દિવિજય કરવાને માટે ચક્રને અનુસરી પ્રથમ પૂર્વ સાગર તરફ આવ્યા. ત્યાં માગધકુમારદેવને વશ કર્યો. ત્યાંથી નિવૃત્ત થઈ દક્ષિણસાગર પાસે આવી વરદામદેવને સાધ્ય. આ પૃથ્વી ઉપર ચકવત્તીની પાસે દેવ પણ સમર્થ નથી.” ત્યાંથી પશ્ચિમસાગર તરફ જઈને માત્ર એક બાણુ નાખવાવડે લીલામાત્રમાં પ્રભાસદેવને વશ કરી લીધે. પછી ઈદ્ર જેવા પરાક્રમી તે ચકવર્તીએ બીજા સિંધુરાજની જેમ સિંધુદેવીને અને વૈતાઢયગિરિના અધિષ્ઠાયિક શૈતાઢયાદ્રિકુમારદેવને સાધી લીધા. પછી પોતે કતમાળદેવને વશ કર્યો અને સેનાપતિ પાસે સિંધુ મહાનદીના પશ્ચિમ નિકૂટને સધાવ્યું. પછી એ મહાભુજે યથાવિધિ તમિસા ગુફામાં પ્રવેશ કરી સામી બાજુ નીકળી આપાત જાતિના કિરાને જીતી લીધા. પછી દેવના જેવા પરાક્રમવાળા જય ચક્રવર્તી એ સેનાપતિ પાસે સિંધુનો ઉપરનો ૨૧
SR No.032706
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy