SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૬ સગ ૧૧ માં મીએ અશ્વિની નક્ષત્રમાં દિવસને પાછલે પહોરે પ્રભુએ છઠ્ઠ તપ કરીને એકહજાર રાજાઓની સાથે દીક્ષા લીધી. તત્કાળ પ્રભુને મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થયું. બીજે દિવસે વીરપુરમાં દત્ત રાજાને ઘેર પ્રભુએ ક્ષીરવડે પારણું કર્યું. દેવતાઓએ ત્યાં વસુધારાદિ પાંચ દિવ્ય કર્યા, દત્ત રાજાએ તે ઠેકાણે પીઠ કરી, અને પ્રભુએ ત્યાંથી અન્યત્ર વિહાર કર્યો. નવ માસ પર્યત વિહાર કરીને પાછા પોતાના દીક્ષા સ્થાનવાળા સહસાગ્ર વનમાં પ્રભુ પધાર્યા અને છઠ્ઠ તપ કરીને બોરસલીના વૃક્ષની નીચે પ્રતિમાપણે રહ્યા. માગશર માસની શુકલ એકાદશીને દિવસે અશ્વિની નક્ષત્રમાં ઘાતકમને ક્ષય થવાથી પ્રભુને ઉજજવળ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. દેવતા એ તત્કાળ ત્યાં આવીને સમોસરણ રચ્યું. જે એકસે ને અંશી ધનુષ્ય ઊંચા આસપાલવના વૃક્ષથી શેભિત હતું, તે આસોપાલવના વૃક્ષને પ્રદક્ષિણા કરી, તીર્થને નમસ્કાર કરીને પ્રભુ પૂર્વાભિમુખે રત્નસિંહાસન પર બિરાજમાન થયા. તત્કાળ વ્યંતર દેવતાઓએ બીજી ત્રણ દિશાઓમાં રત્નસિંહાસનની ઉપર પ્રભુનાં પ્રતિબિંબે વિકુવ્યું. શ્રીમાન ચતુર્વિધ સંઘ આવીને યંગ્ય સ્થાને બેઠે. પછી સૌધર્મેન્દ્ર ભગવંતને નમસ્કાર કરી આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્ય- “હે પ્રભુ! તમે કેવળજ્ઞાન રૂપ નેત્રથી આ બધા જગતને જુઓ છો, જેથી ત્રણ નેત્રવાળા તમને નમસ્કાર છે. પાંત્રિશ અતિશય સહિત વચનવાળા અને ચેત્રીશ અતિશયવાળા પરમેષ્ઠી સ્વરૂપ તમને નમસ્કાર છે. હે નાથ ! માલકૌષિકી છે મુખ્ય જેમાં એવા ગ્રામ અને રાગથી મનહર અને સર્વ ભાષાને અનુસરનારી તમારી વાણીની અમે ઉપાસના કરીએ છીએ. ગરૂડના દર્શનથી જેમ દઢ નાગપાશ પણ તૂટી જાય, તેમ તમારા દર્શનથી પ્રાણીઓના દઢ કર્મપાશ પણ તૂટી જાય છે. તમારા દર્શનથી પ્રાણીઓ જાણે મોક્ષની નિશ્રેણી હોય તેવી ગુણઠાણાની શ્રેણી પર શનૈઃ શનૈઃ ચડે છે. હે સ્વામિન્ ! સાંભળેલા, સંભારેલા, સ્તુતિ કરેલા, ધ્યાન કરેલા, જોયેલા, સ્પશેલા અને નમસ્કાર કરેલા તમે જે તે પ્રકારે સુખને માટે જ થાઓ છો. હે સ્વામી ! અમારા પૂર્વના પુણ્યાનુબંધી પુણ્ય જ છે કે જેથી અસાધારણ સુખ આપનાર તમે આજે દષ્ટિગેચર થયા છે. હે નાથ! અમારા સ્વર્ગ રાજ્ય વિગેરે સુખનું ગમે તે ભલે થાઓ; પણ તમારી દેશનાની વાણી કદિ પણ અમારા હૃદયમાંથી જશે નહિ.” આ પ્રમાણે ઈદ્ર પ્રભુના ગુણની સ્તુતિ કરી વિરામ પામ્યા. પછી ત્રણ જગતના ગુરૂ પ્રભુએ આ પ્રમાણે ધર્મદેશના આપી-- આ સંસાર અસાર છે, ધન નદીના તરંગ જેવું ચંચળ છે, અને શરીર વિજળીના વિલાસ જેવું નાશવંત છે, તેથી ચતુર જનોએ તે ત્રણેમાં સર્વથી અનાસ્થા રાખી મુમુક્ષુ થઈ મોક્ષમાર્ગ રૂપ યતિધર્મને વિષે પ્રયત્ન કરે. જો તેમ કરવાને અશક્ત હોય તો તેની આકાંક્ષા રાખી સમકિતયુક્ત બાર પ્રકારના શ્રાવકધર્મને માટે તત્પર થવું. શ્રાવકે પ્રમાદ છોડી મન વચન કાયાએ કરી ધર્મ સંબંધી ચેષ્ટા વડેજ અહોરાત્રિ નિગમન કરવાં. શ્રાવકે બ્રાહ્મમુહૂર્તમાં ઊઠી પરમેષ્ઠી મંત્રનું સ્મરણ કરીને વિચારવું કે મારો શે ધર્મ છે? હું કેવા કુળને શું? અને મારે શું વ્રત છે? પછી પવિત્ર થઈ પુષ્પ નૈવેદ્ય અને સ્તોત્રવડે ગૃહત્યમાં દેવપૂજા કરી, યથાશક્તિ પચ્ચખાણ કરીને પછી મોટે દેરાસરે જવું. ત્યાં વિધિવડે પ્રવેશ કરી પ્રભુને ત્રણ પ્રદક્ષિણા કરવી અને પુષ્પાદિકવડે પ્રભુને પૂછને ઉત્તમ સ્તોત્રવડે સ્તુતિ કરવી. પછી ગુરૂની પાસે જઈ વંદનાપૂર્વક વિશુદ્ધાત્માવાળી પ્રાણીઓ પચ્ચખાણને પ્રકાશિત કરવું. (પચ્ચખાણ લેવું.) ગુરૂના દર્શન થતાંજ ઉભા થવું, તેમના
SR No.032706
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy