SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ સગે ૧૦ મે રામને આ પ્રમાણે બંધ થયો ત્યારે જટાયુ અને કૃતાંતદેવ પોતાને ઓળખાવીને પોતપિતાના સ્થાનકે ગયા. પછી રામે અનુજ બંધુ લક્ષ્મણનું મૃતકાર્ય કર્યું, અને દીક્ષા લેવાની ઈચ્છાથી શત્રુદનને રાજ્ય લેવાની આજ્ઞા કરી. પરંતુ ‘પણ તમારી સાથે જ દીક્ષા લઈશ” એમ બોલતા શત્રુને રાજ્યથી અને સંસારથી વિમુખ થઈને રાજ્ય લેવાની ના પાડી. એટલે રામે લવણના પુત્ર અનંગદેવને રાજ્ય આપ્યું અને પોતે ચોથા પુરૂષાર્થ (મોક્ષ)ને સાધવા માટે તત્પર થયા. અહં ઘાસ શ્રાવકે બતાવેલા અને મુનિસુવ્રતસ્વામીની અવિચ્છિન્ન પરંપરામાં થયેલા સુવ્રત નામના મહામુનિની પાસે તેઓ ગયા. તેમની સમીપે શત્રુત, સુગ્રીવ, વિભીષણ અને વિરાધ વિગેરે અનેક રાજાઓની સાથે રામે દીક્ષા લીધી, જ્યારે રામભદ્ર સંસારમાંથી નીકળ્યા, ત્યારે તેમની સાથે સેળહજાર રાજાઓ વિરાગ્ય પામીને સંસારમાંથી નીકળ્યા, તેમજ સાડત્રીસ હજાર સ્ત્રીઓએ પણ દીક્ષા લીધી, તે સર્વે શ્રીમતી સાધ્વીના પરિવારમાં રહી. - ગુરૂના ચરણ પાસે ચૌદપૂર્વ અને દ્વાદશાંગીરૂપ શ્રુતનો અભ્યાસ કરતા રામભદ્ર મુનિએ વિવિધ પ્રકારના અભિગ્રહ સહિત સાઠ વર્ષ સુધી તપસ્યા કરી; પછી ગુરૂની આજ્ઞાથી રામે એકલવિહારીપણું અંગીકાર કર્યું, અને નિર્ભયપણે કોઈ અટવીમાં રહેલી ગિરિગુહામાં જઈને રહ્યા. તેજ રાત્રિએ ધ્યાનમાં સ્થિત રહેલા રામભદ્ર મુનિને અવધિનાન ઉત્પન્ન થયું, તેથી તેઓ ચૌદ રાજલોકપ્રમાણુ બધું વિશ્વ કરસ્થવત્ જોવા લાગ્યા. એ પ્રમાણે જોતાં બે દેવતાઓના માયાકપટવડે હણાયેલા પિતાના અનુજ બંધુ લક્ષમણને નરકમાં પડેલ દીઠે. તે જોઈ રામમુનિ આ પ્રમાણે ચિંતવન કરવા લાગ્યા કે-“હું પૂર્વ જન્મમાં ધનદત્ત નામે વણિકપુત્ર હતું અને આ લક્ષમણ તે ભાવમાં પણ મારો અનુજબંધુ વસુદત્ત નામે હતે. તે ભવમાં તે વસુદત્ત કાંઈ પણ સુકૃત્ય કર્યા વગર મૃત્યુ પામ્યા હતા અને અનેક ભવમાં પરિભ્રમણ કરીને મારે અનુજ બંધુ લક્ષમણ થયે હતે. અહીં પણ તેના સે વર્ષ કુમારવયમાં વૃથા ચાલ્યાં ગયાં. બાકી ત્રણ વર્ષ માંડળિકપણુમાં, ચાલીશ વર્ષ દિગ્વિજયમાં અને અગિયાર હજાર પાંચશોને સાઠ વર્ષ રાજ્યમાં-એમ બાર હજાર વર્ષનું સર્વ આયુષ્ય અનુકમે કોઈપણ સત્કર્મ કર્યા વગર છેવટે નરકને આપનારૂં થઈ પડયું. માયા વિકુવનારા પિલા બે દેવતાઓને એમાં કોઈપણ દેષ નથી, કેમકે પ્રાણીઓને કર્મને વિપાક એજ હોય છે.” આવું ચિંતવતાં રામ કર્મને ઉછેદ કરવામાં અધિક ઉદ્યમી થઈ વિશેષે કરીને તપસમાધિનિષ્ઠ અને મમતા રહિત થયા. એક વખતે છઠ્ઠી ઉપવાસને અંતે યુગમાત્ર નાખતાં રામ સ્પંદન સ્થળ નામના નગરમાં પારણું કરવા પઠા. ચંદ્રના જેવા નયનત્સવરૂપ રામને પૃથ્વીપર ચાલીને આવતા જોઈ નગરજને અતિ હર્ષથી તેમની સન્મુખ આવ્યા. નગરીની સ્ત્રીઓ તેમને ભિક્ષા આપવા માટે પિતતાના ગૃહદ્વારે વિચિત્ર ભોજનથી પૂર્ણ એવાં પાત્રો હાથમાં લઈને ઊભી રહી. તે વખતે નગરજનોને હર્ષ કેળાહળ એ થયો કે જેથી હાથીઓ ખીલા ઉખેડીને નાંઠા અને ઘોડાઓ ઊંચા કાન કરીને ભડક્યા. રામ ઉજિઝત ધમવાળો આહાર લેવાના ખપી હોવાથી નગરજનો એ આપવા માંડેલે આહાર લીધા વગર રાજગૃહમાં ગયા. ત્યાં પ્રતિનંદી રાજાએ ઉજિઝત ધર્મવાળા આહારવડે રામને પ્રતિલાવ્યા. રામે વિધિપ્રવક આહાર કર્યો. દેવતાઓએ ત્યાં વસુધારાદિ પાંચ દિવ્ય કર્યા. પછી રામભદ્ર પાછા તેજ અરયમાં ચાલ્યા ગયા. ‘હવે ફરીથી નગરમાં ક્ષોભ ન થાઓ અને કેઈને મારે સંઘટ્ટ ન થાઓ.” એવી બુદ્ધિથી શુદ્ધ વિચારવાળા રામે આ પ્રમાણે અભિગ્રહ ધારણ કર્યો કે “જે જ તજી દીધેલ, ભિક્ષાચરને આપવા માટે કાઢેલે, સૌને જમી રહ્યા પછી વધેલો આહાર.
SR No.032706
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy