SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ ૭ મું ૧૪૭ સાંભળી લવણ અને અંકુશ બોલ્યા કે તેઓની સાથે કોણ યુદ્ધ કરે? કારણ કે ભાઈઓ અવધ્ય છે. જેમ મારા પિતામાં માને કે નાનાને કશો ભેદ નથી, તેમ તેના પુત્રો શ્રીધરાદિ અને અમે તેમાં પણ ભેદ થાઓ નહીં. આવાં તેમનાં વચન બાતમીદારે પાસેથી જાણીને લક્ષમણના પુત્રોએ પિતે આવાં અકૃત્યને આરંભ કર્યો. તેને માટે પોતાના આત્માને નિંદવા લાગ્યા, અને તત્કાળ ભૈરાગ્ય પામી માતાપિતાની આજ્ઞા લઈ તેઓએ મહાબલ મુનિના ચરણકમળમાં જઈને દીક્ષા લીધી. પછી અન ગલવણ અને મદનાંકુશ તે કન્યાઓને પરણી બલભદ્ર અને વાસુદેવની સાથે અમે ધ્યાપુરીમાં આવ્યા. એક સમયે ભામંડલ રાજા પિતાના નગરમાં રાજમહેલની ઉપર બેઠે હતો, તે વખતે શુદ્ધ બુદ્ધિવાળો તે પોતાના મનમાં આ પ્રમાણે વિચારવા લાગ્યા કે- વૈતાઢયની બને શ્રેણીને વશ કરી સર્વ ઠેકાણે અખલિતપણે લીલાપૂર્વક વિહાર કરી મેં સંસાર સંબંધી પૂર્ણ સુખ મેળવ્યું છે. હવે અંતે દીક્ષા લઈ પૂર્ણ વાંચ્છાવાળો થાઉં.” આવો વિચાર કરતું હતું તેવામાં તેના મસ્તક પર આકાશમાંથી વિજળી પડી; તેથી તત્કાળ મૃત્યુ પામીને તે દેવકુરૂમાં જુગલી આપણે ઉત્પન્ન થયે. અન્યદા રૌત્રી પૂર્ણિમાએ હનુમાન શાશ્વતા દૈત્યની વંદના કરવા માટે મેરૂ પર્વતે ગયો. હતો, ત્યાં તેણે સૂર્યને અસ્ત થતો જો. તે જોઈ તેને વિચાર થયે કે “અહો! આ જગતમાં સર્વને ઉદય અને અસ્ત થયા કરે છે, જે બાબતમાં આ સૂર્યનું પ્રત્યક્ષ દષ્ટાંત છે; માટે જેમાં સર્વનાશવંત છે એવા આ જગતને ધિકાર છે ” આ વિચાર કરી હનુમાને પોતાના નગરમાં જઈ પુત્રને રાજ્ય આપીને ધર્મરત્ન આચાર્યની પાસે દીક્ષા લીધી. તેની સાથે સાડા સાતસો રાજાઓએ દીક્ષા લીધી, અને તેની પત્નીએ લક્ષ્મીવતી આર્યાની પાસે ચારિત્ર લીધું. અનુક્રમે હનુમાન મુનિ ધ્યાનરૂપ અગ્નિથી સર્વ કર્મોને મૂળમાંથી બાળી નાખી શૈલેશી અવસ્થાને પ્રાપ્ત કરીને અવ્યયપદ (મોક્ષ) ને પામ્યા. હનુમાને દીક્ષા લીધી એ ખબર જાણ રામ વિચારવા લાગ્યા કે “ભોગસુખનો ત્યાગ કરીને હનુમાને કષ્ટકારી દીક્ષા કેમ લીધી હશે?” આવી રામની વિચારણા અવધિજ્ઞાનવડે જાણીને સૌધર્મ ઇ સભા વચ્ચે કહ્યું કે “અહો ! કમની ગતિ વિષમ છે ! રામ જેવા ચરમદેહી પુરુષ અત્યારે ધર્મને હસે છે, એટલું જ નહિ પણ ઉલટા વિષયસુખની પ્રશંસા કરે છે, આ તે કેવી વાત ! પણ તે મારા જાણવામાં આવ્યું. એ રામ અને લક્ષમણને પરસ્પર એ ગાઢ સ્નેહ છે કે જે રામચંદ્રને સંસાર પર બૈરાગ્ય આવવા દેતો નથી.” ઈંદ્રનાં આવાં વચન સાંભળી સુધર્મા સભામાંથી બે દેવતાઓ કૌતુકથી તેમના સ્નેહની પરીક્ષા માટે અધ્યામાં લક્ષ્મણને ઘેર આવ્યા. તેઓએ તત્કાળ માયા રચીને અંતઃપુરની સર્વ સ્ત્રીઓને કરૂણસ્વરે આક્રંદ કરતી લમણને બતાવી. તેએા એ વિલાપ કરવા લાગી કે-“હા પદ્મ ! પદ્મનયન ! હા બંધુરૂપ કમલમાં સૂર્ય સમાન ! સર્વ વિશ્વને ભયંકર એવું આ તમારું અકાળ મૃત્યુ કેમ થયું !” આ પ્રમાણે રૂદન કરતી અને છૂટા કેશ મૂકીને છાતી કુટતી અંતઃપુરની સ્ત્રીઓને જોઈ લક્ષ્મણ અતિ ખેદ પામીને બોલ્યા- અરે ! શું મારા જીવિતવ્ય પણ જીવિતનું એવા મારા બંધુ રામ મૃત્યુ પામ્યા ! છળથી ઘાત કરનારા દુષ્ટ યમરાજે આ શું કર્યું !” આ પ્રમાણે બોલતા લક્ષ્મણનાં તે વચનની સાથેજ પ્રાણ નીકળી ગયા. અહો ! કર્મનો વિપાક દરતિક્રમ* છે. પછી તેનું શરીર સુવર્ણ સ્તંભના ટેકાથી સિંહાસન ઉપર સ્થિત થતાં ઉઘાડા મુખે અને લેપ્યમય મૂર્તિના જેવું નિષ્ક્રિય-સ્થિર થઈ ગયું. આ પ્રમાણે સહજમાં લક્ષમણુને * ઉલ્લંઘન થઈ ન શકે તે.
SR No.032706
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy