SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ પવ ૭ મું ૧૪૧ રાક્ષસી થઈ. જયભૂષણ મુનિ ફરતાં ફરતાં આગલી રાત્રે અયોધ્યાની બહાર આવીને પ્રતિમાપણે રહ્યા. તે વખતે વિદ્યુદંખ્યા ત્યાં આવીને તેને ઉપદ્રવ કરવા લાગી. મુનિને તે શુભ ધ્યાનના બળથી તેજ દિવસે કેવળજ્ઞાન ઉત્પન્ન થયું, એટલે તેનો ઉત્સવ કરવા માટે ઇંદ્રાદિક દેવતાઓ ત્યાં આવ્યા. એ સમયે અહીં સીતાની શુદ્ધિ થતી હતી તે જોઈને દેવતાઓએ આવી ઈદ્રને વિજ્ઞપ્તિ કરી કે-હે સ્વામી! લોકોને બેટા અપવાદથી સીતા આજે અગ્નિમાં પ્રવેશ કરે છે.” એ સાંભળી ઈ સીતાની સાંનિધ્ય કરવાને માટે તરત જ પિતાની પદળ સેનાના અધિપતિને આજ્ઞા આપી, અને પોતે જયંભૂષણ મુનિના કેવળજ્ઞાનને ઉત્સવ કર્યો. - હવે રામની આજ્ઞાથી સેવકેએ ચંદનના કાણથી વ્યાપ્ત એવા તે ગર્તમાં ચારે તરફથી નેત્રને પણ પ્રેક્ષ્ય એ અગ્નિ પ્રજવલિત કર્યો. જવાળાઓથી વિકરાળ અગ્નિને જોઈને રામે હૃદયમાં વિચાર્યું કે-“અહો ! આ તો અતિ વિષમ કાર્ય થઈ પડયું ! આ મહાસતી તો નિઃશંક અગ્નિમાં પ્રવેશ કરશે, પરંતુ પ્રાયઃ દેવની અને દિવ્યની વિષમ ગતિ છે. મારી સાથે આ સીતા વનવાસમાં નીકળ્યા, રાવણે તેનું હરણ કર્યું, પાછી મેં તેને ત્યાગ કર્યો અને છેવટે વળી મહા કષ્ટ ઉપસ્થિત કર્યું, એ બધું મારાથી જ થયેલું છે. આ પ્રમાણે રામ વિચાર કરતા હતા, તેવામાં તે સીતા ખાડા પાસે આવીને ઊભા રહ્યાં, અને સવજ્ઞનું સ્મરણ કરી આ પ્રમાણે છેલ્યાં કે “હે કપાળે ! હે લોકો ! સવે સાંભળે, જે મેં રામ વિના બીજા કોઈ પુરૂષની અભિલાષા કરી હોય તે આ અગ્નિ મને બાળી નાખે, અને નહિ તે જળની માફક શીતળ સ્પર્શવાન્ થાઓ.” આ પ્રમાણે કહી નમસ્કાર મંત્રનું સ્મરણ કરીને સીતાએ તે અગ્નિકુંડમાં ઝપાપાત કર્યો. જેવા સીતા તેમાં પડ્યા તે જ તત્કાળ અગ્નિ બુઝાઈ ગયો, અને તે ખાડે સ્વચ્છ જળથી પૂરાઈને વાપીરૂપ થઈ ગયો. તેના સતીપણાથી સંતુષ્ટ થયેલા દેવના પ્રભાવથી સીતા લક્ષ્મીની જેમ તે જળની ઉપર કમળપર રચેલા સિંહાસનમાં બિરાજમાન થયાં. કેઈ ઠેકાણે હુંકાર વિનિ, કોઈ ઠેકાણે ગુલ ગુલ અવાજ, કઈ ઠેકાણે ભંભા જે નાદ, કોઈ ઠેકાણે હેલની જે ઇવનિ, કઈ ઠેકાણે દિલિ દિલિ શબ્દ અને કઈ ઠેકાણે ખેલ ખલ નાદ કરતું તે જળ સમુદ્રજળની પેઠે આવર્તયુક્ત જોવામાં આવ્યું. પછી ઉકેલ સમુદ્રના જેમ તે વાપીમાંથી જળ ઉછળવા માંડ્યું, અને તેણે મોટા માંચડાઓને પણ ડુબાવવા માંડયા. વિદ્યારે તે તેનાથી ભયબ્રાંત થઈ ઉડીને આકાશમાં જતા રહ્યા, પરંતુ ભૂચર મનુષ્ય “હે મહા સતી સીતા ! અમારું રક્ષણ કરે, રક્ષણ કરે” એમ પિકાર કરવા લાગ્યા. પછી સીતાએ ઊંચા આવતા તે જળને બે હાથવડે દબાવ્યું એટલે તેના પ્રભાવથી તે પાછું વાપીના પ્રમાણ જેટલું થઈ ગયું. ઉત્પલ, કુમુદ અને પુંડરીક જાતિના કમળાથી પૂર્ણ, હસેથી શોભિત કમળની સુગંધથી ઉદ્દભ્રાંત થયેલા ભ્રમરાએ જેમાં સંગીત કરી રહ્યા છે એવી, જેની સાથે તરંગે અથડાય છે તેવા મણિમય પાનથી સુંદર અને બન્ને બાજુ રત્નમય પાષાણથી બાંધેલી- તે વાપી ઘણી સુંદર દેખાવા લાગી. સીતાના શીલની પ્રશંસા કરતા નારદાદિક આકાશમાં નૃત્ય કરવા લાગ્યા. સંતુષ્ટ થયેલા દેવતાઓએ સીતાની ઉપર પુષ્પ વૃષ્ટિ કરી. “અહા ! રામની પત્ની સીતાનું કેવું યશસ્વી શીલ છે !” એ પ્રમાણે અંતરીક્ષ અને ભૂમિમાં વ્યાપ્ત એવી લોકેની આષણ થવા લાગી. પિતાની માતાને પ્રભાવ જોઈ લવણાંકુશ ઘણે હર્ષ પામ્યા, પછી હંસની જેમ તરતાં
SR No.032706
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy