SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ ૭ મું. ૧૩૫ યૌવનવયને પ્રાપ્ત થયા. તે વખતે જાણે નવાન કામદેવ અને વસંત સહચારી થયેલા ન હોય તેવા દેખાવા લાગ્યા. વાઘે પિતાની રાણી લક્ષ્મીવતીના ઉદરથી ઉત્પન્ન થયેલી શશિચૂલા નામે પુત્રી અને બીજી બત્રીશ કન્યાઓ લવણને પરણાવી, અને પૃથ્વીપુરના રાજા પૃથુની અમૃતવતી રાણીથી ઉત્પન્ન થયેલી કનકમાલા નામે કન્યાની અંકુશને માટે માગણી કરી. મોટા પરાકમી પૃથુરાજાએ કહેવરાવ્યું કે જેનો વંશ જાણવામાં ન હોય તેવાને શી રીતે પુત્રી અપાય?’ તે સાંભળી વાજ છે ક્રોધથી તેના પર ચડાઈ કરી. તેની સાથેના યુદ્ધમાં પ્રથમ વ્યાઘરથ નામના પૃથુરાજાના મિત્રરાજાને બાંધી લીધે, એટલે પૃથુરાજાએ પોતાના મિત્ર પિતનપુરના પતિને પિતાને સહાય કરવાને બોલાવ્ય; કેમ કે “વિપત્તિ વખતે મંત્રની જેમ મિત્રા સંભારવા યોગ્ય છે.” જજૉ માણસે મોકલીને પિતાના પુત્રોને યુદ્ધમાં બોલાવ્યા. તે વખતે ઘણુ વાર્યા તે પણ લવણ અને અંકુશ તેઓની સાથે આવ્યા. બીજે દિવસે બંને સેના વચ્ચે મોટું યુદ્ધ શરૂ થયું. તેમાં બળવાન શત્રુઓએ વજા. જંઘના સૈન્યને ભાંગી નાખ્યું એટલે પોતાના માતુલના સૈન્યને ભંગ જોઈ લવણ અને અંકુશ ક્રોધ પામ્યા. તેથી તત્કાળ નિરંકુશ હાથીની જેમ તેઓ બને અનેક પ્રકારનાં શસ્ત્રોના પ્રહાર કરતાં દેડયા. વર્ષાઋતુના પ્રવાહના પૂરને વૃક્ષો સહન કરી ન શકે તેમ તે બળવાન વીરેના વેગને શત્રુઓ લગાર માત્ર પણ સહન કરી શક્યા નહિ; તેથી પૃથુરાજા સૈન્ય સહિત પાછો ભાગવા લાગ્યો, એટલે રામના પુત્રાએ હસતાં હસતાં તેને કહ્યું કે તમે જાણીતા વંશવાળા છતાં અમે કે જે અજ્ઞાત વંશવાળા છીએ તેનાથી રણમાંથી કેમ પલાયન કરે છે ?” તેઓનાં આવાં વચન સાંભળી પૃથુરાજા પાછો વળીને બોલ્યો-“તમારા આવા પરાક્રમથી મેં તમારો વંશ હવે જાણી લીધું છે. વાજંઘ રાજાએ અંકુશને માટે જે મારી કન્યાની માગણી કરી તે ખરેખર મારા હિતની જ વાર્તા છે, કેમકે આ વર શો ક્યાંથી મળે ?” આવી રીતે નમ્રતાપૂર્વક કહીને પૃથુરાજાએ પ્રથમ યાચેલી કનકમાળા નામની કન્યા તે જ વખતે અંકુશને આપી અને પિતાની પુત્રીને વર અંકુશ થાય તો ઠીક એવી પૃહા રાખનારા પૃથુરાજાએ સર્વ રાજાઓની સમક્ષ તેજ વખતે વજજંઘ રાજાની સાથે સંધિ કરી. વજબંઘ રાજા ત્યાંજ છાવણી નાખીને કેટલાક દિવસ રહ્યો. એક દિવસ ત્યાં નારદમુનિ આવી ચડયા. વાજંઘ રાજાએ તેને સારી રીતે સત્કાર કર્યો. પછી સર્વ રાજાઓ બેઠા હતા, તેમની સમક્ષ વાઘે નારદને કહ્યું કે- હે મુનિ ! આ પૃથુરાજા પિતાની કન્યા અંકુશને આપવાના છે, તે આ લવણ અને અંકુશન જે વંશ હોય તે આ અમારા સંબંધી પૃથુરાજાને જણાવે કે જેથી તે પિતાના જમાઈનો વંશ જાણીને સંતેષ પામે.’ નારદ હસીને બોલ્યા- આ બંને કુમારને વંશ કેણુ ન જાણે ? જેની ઉત્પત્તિને પ્રથમ અંકુર ભગવાન શ્રી ઋષભદેવ છે. આ કુમારોના વંશમાં પ્રથમ થઈ ગચેલા ભરત વિગેરે ચક્રવત્તી રાજાઓ કથામાં વિખ્યાત થઈ ગયા છે, અને તેમના અત્યારે પ્રત્યક્ષ રાજકર્તા પિતા રામલક્ષ્મણને કોણ નથી જાણતું ? જ્યારે આ કુમારે ગર્ભમાં હતા ત્યારે અયોધ્યાના લોકો અપવાદ બોલવા લાગ્યા, તેથી ભય પામીને રામે સીતાનો ત્યાગ કર્યો.” તે સમયે અંકુશે હાસ્ય કરી કહ્યું–“હે મુનિ ! રામે દારૂણ વનમાં સીતાને ત્યાગ કર્યો તે સારું કામ કર્યું નહિ. અપવાદની નિરકૃતિ ઘણાં કારણેથી બને છે; તથાપિ રામે વિદ્વાન થઈને આવું કાર્ય કેમ કર્યું હશે ?” લવણે પૂછયું–તે અયોધ્યાપુરી અહીંથી કેટલે દૂર છે કે જ્યાં અમારા પિતા અનુજ બંધુ સાથે પરિવાર સહિત રહેલા છે?' નારદ
SR No.032706
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy