SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪ સર્ગ ૮ મો. એટલે “હવે મારે શું કરવું ?’ એમ તે વિચાર કરવા લાગે અને સંસારમાં સ્થિત થયા. તેને શ્રીદામા નામે એક રાણી હતી તે શ્રુતિરતિ પુરોહિતની સાથે સદા આસક્ત હતી. એક વખતે એ દુર્મતિ રાણીને એવી શંકા થઈ કે જરૂર અમારો સંબંધ રાજાએ જાણે છે; માટે તે અમને મારે નહિ ત્યાં સુધીમાં હું તેને મારી નાંખું.” એમ ધારી પુરેહિતની સંમતિથી તે શ્રીદામાએ વિષ આપીને પિતાના પતિ કુલકર રાજાને મારી નાંખ્યો. અનુક્રમે તે શ્રુતિરતિ પણ મૃત્યુ પામ્યા, અને તે બંને ચિરકાળ ભવભ્રમણ કરી નાના પ્રકારની યોનિમાં પતિત થયા. કેટલેક કાળે રાજગૃહ નગરમાં કપિલ નામના બ્રાહ્મણની સાવિત્રી નામની સ્ત્રીથી વિનોદ અને રમણ નામે બે જોડલે પુત્ર થયા. રમણ વેદ ભણવાને માટે દેશાંતર ગયે. કેટલેક કાળે વેદ ભણીને રાજગૃહ નગરમાં રાત્રે આવ્યો. આ અકાળે આવ્યા છે ' એવું ધારી દરવાને તેને નગરમાં પિસવા દીધો નહિ એટલે સર્વને સાધારણ એવા એક યક્ષમ દિરમાં તે રાત્રિવાસો રહ્યો. તે સમયે વિનોદની શાખા નામની સ્ત્રી દત્ત નામના એક બ્રાહ્મણની સાથે સંકેત કરીને ત્યાં આવી, તેની પછવાડે વિનેદ પણ આવ્યો. તેણે દત્ત છે એમ જાણીને રમણને ઉઠાડયો અને તેની સાથે રતિક્રીડા કરી. તે જોઈ વિદે નિ:શંકપણે ખગથી રમણને મારી નાંખે; એટલે શાખાએ રમણની છરી વડે વિનોદને પણ મારી નાંખે. તે બંને પાછા ચિરકાળ ભવભ્રમણ કરીને વિનોદ ધન નામે એક ધનાઢય શ્રેષ્ઠીને પુત્ર થયો. રમણ પણ ભવભ્રમણ કરીને તે ધનની લક્ષ્મી નામની સ્ત્રીની કુક્ષિથી ભૂષણ નામે પુત્ર થયે. ધનના કહેવાથી તે બત્રીસ શ્રેષ્ઠી કન્યાઓની સાથે પરણ્યો. તેઓની સાથે ક્રીડા કરતો ભૂષણ એક વખતે રાત્રે પિતાના ઘરની અગાશીમાં બેઠા હતા, તેવામાં રાત્રિના ચોથા પહોરે શ્રીધર નામના મુનિને કેવળજ્ઞાન ઉતપન થતાં દેવતાઓ એ આરંભેલ મહાત્સવ તેના જવામાં આવ્યો. તે જોઈ ભૂષણને ધર્મનાં પરિણામ થયાં, તેથી તત્કાળ અગાશીમાંથી નીચે ઊતરીને તે મુનિને વાંદવા ચાલ્યો. માર્ગમાં તેને સર્ષે ડ, એટલે શુભ પરિણામથી મૃત્યુ પામીને તે ચિરકાળ શુભ ગતિઓમાં ભ્રમણ કરી જબૂદ્વીપના અપરવિદેહ ક્ષેત્રમાં રત્નપુર નગરને વિષે અચલ નામના ચક્રવતીની હરિણી નામની સ્ત્રીથી પ્રિયદર્શન નામે ધર્મતત્પર પુત્ર થશે. તે બાલ્યાવસ્થાથીજ દીક્ષા લેવાની ઈચ્છાવાળો હતો, છતાં પિતાના આગ્રહથી તે ત્રણ હજાર કન્યાઓને પર, તથાપિ તે સંવેગમાં લીન રહ્યા. ગ્રહવાસમાં પણ ચોસઠ હજાર વર્ષ પર્યત ઉત્કૃષ્ટ તપ કરી મૃત્યુ પામીને તે બ્રહ્મદેવલેકમાં દેવતા થયો. પેલે ધન સંસારમાં ભમી પોતનપુરમાં અગ્રિમુખ બ્રાહ્મણની શકુના નામની સ્ત્રીથી મૃદુમતિ નામે પુત્ર થશે. અવિનીત થવાથી પિતાએ તેને ઘરની બહાર કાઢી મૂક્યો. તે ભમતો ભમતો સર્વ કળાઓમાં ચતુર એ ધૂત બન્યો, અને ફરીવાર ઘેર આવ્યા. દેવદ્યુત રમવામાં તે કોઇનાથી છતાતે નહિ, તેથી દિવસે દિવસે એ દેવસમાન મૃદુમતિએ ઘણું ધન ઉપાર્જન કર્યું. વસંતસેના નામની વેશ્યાની સાથે ભેગ ભેગવી છેવટે દીક્ષા લઈ તે પણ બ્રહ્મ દેવલોકમાં દેવતા થયે. ત્યાંથી આવી પૂર્વ ભવના ક ષથી તે વૈતાઢયગિરિ ઉપર ભુવનાલંકાર નામે આ હાથી થયો છે, અને પ્રિયદર્શનને જીવ બ્રહ્મદેવલેકમાંથી આવીને આ તમારા મહાભુજ ભરત થયેલ છે. ભારતના દર્શનથી તેને જાતિસ્મરણ ઉત્પન થતાં તે ગજેદ્ર સદ્ય મદરહિત થઈ ગયો. કેમકે વિવેક ઉત્પન્ન થયા પછી રૌદ્રપણું રહેતું નથી, આ પ્રમાણે પોતાના પૂર્વ ભવ સાંભળી ભારતે અધિક વિરક્ત થઈ એક હજાર રાજાએની સાથે દીક્ષા લીધી, અને અનુક્રમે મોક્ષે ગયા, હજાર રાજાઓ પણ ચિરકાળ વ્રત
SR No.032706
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy