SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૨ સગ ૮ મે મોકલીને અયોધ્યાપુરીને સોળ દિવસમાં સ્વર્ગપુરી જેવી બનાવી દીધી. રામે સત્કાર કરીને વિદાય કરેલા નારદ અધ્યામાં આવ્યા, અને તેમની માતાઓને પુત્રના આગમોત્સવના ખબર આપ્યા. પછી સોળમે દિવસે જાણે શકેંદ્ર ને ઈશાનેદ્ર એકત્ર થયા હોય તેમ રામ અને લક્ષમણ સર્વ અંત:પુર સહિત પુષ્પક વિમાનમાં બેસીને અધ્યા તરફ ચાલ્યા. વિભીષણ, સુગ્રીવ અને ભામંડલ પ્રમુખ રાજાઓથી અનુસરાએલા રામ ક્ષણવારમાં અયોધ્યાપુરી પાસે આવ્યા. પુષ્પક વિમાનમાં બેસીને આવતા અને બંધને દૂરથી જોઈને ભરત શત્રહ્મની સાથે ગજે દ્રપર બેસી સામા આવ્યા. ભરત નજીક આવ્યા. એટલે ઈદ્રની આજ્ઞાથી પાલક વિમાનની જેમ રામની આજ્ઞાથી પુષ્પક વિમાન પૃથ્વી પર આવ્યું. પ્રથમ ભરત દૂરથીજ અનુજ બંધુ સાથે ગજેન્દ્ર ઉપરથી ઉતર્યા, એટલે ઉત્કંઠિત એવા રામલામણ પણ પુષ્પક વિમાનમાંથી ઉતરી પડ્યા. પછી પગમાં પડેલા અને અબુ સહિત લેનવાળા ભરતને ઊભા કરી રામ તેમના મસ્તક પર વારંવાર ચુંબન કરતા સતા તેને આલિંગન દઈને મળ્યા, અને ચરણમાં આ લોટતા શત્રુદનને પણ ઉઠાડી પોતાના વસ્ત્રથી તેના શરીરને લુછી આલિંગન કર્યું. ભરત ને શત્રુદન લક્ષમણને નમ્યા, એટલે લમણે ભુજા પ્રસારીને સંભ્રમથી ગાઢ આલિંગન કર્યું. પછી રામ ત્રણ અનુજ બંધુઓની સાથે પુષ્પક વિમાનમાં આરૂઢ થયા, અને પુષ્પક વિમાનને ત્વરાથી અયોધ્યામાં પ્રવેશ કરવાની આજ્ઞા આપી. આકાશમાં અને ભૂમિમાં વાજિ 2 વાગતે સતે રામ અને લક્ષમણે હર્ષસહિત પિતાની અધ્યાપુરીમાં પ્રવેશ કર્યો. તે સમયે મેઘને મયૂર જુએ તેમ ઉત્કૃતિ અને ઉન્મુખ થયેલા પુરજને અનિમિષ નેત્રે રામલકમણને જોવા લાગ્યા અને નિર્ભર સ્તુતિ કરવા લાગ્યા. સ્થાને સ્થાને પુરીજને સૂર્યની જેમ જેમને અર્થ આપતા હતા એવા અને પ્રસન્ન મુખવાળા રામલક્ષમણ અનુક્રમે પિતાના મહેલ પાસે આવ્યા. સુહ જનના હૃદયને આનંદ આપનારા રામ લક્ષ્મણ સીતાની સાથે પુષ્પક વિમાનમાંથી ઉતરી માતૃગૃહમાં ગયા. બંને ભાઈઓએ દેવી અપરાજિતાને અને બીજી માતાઓને નમસ્કાર કર્યા. માતાઓએ આશીષ આપી. પછી સીતા, વિશલ્યા વિગેરેએ અપરાજિતાને અને બીજી સાસુઓને તેમના ચરણકમળમાં લલાટ મૂકી પ્રણામ કર્યા. એટલે “તમે પણ અમારી આશીષથી અમારી માફક વીરપુત્રને જન્મ આપનારી થાઓ” એવી તેમણે વહુઓને આશીષ આપી. અપરાજિતા દેવી વારંવાર હાથવડે લક્ષમણને સ્પર્શ કરતાં અને મસ્તકમાં ચુંબન કરતાં બોલ્યા-“હે વત્સ ! સારે ભાગ્યે મને તમારા દર્શન થયાં છે, હું તે તમને હમણાં જ ફરીવાર જગ્યા છે એમ માનું છું. કારણ કે તમે વિદેશગમન કરી વિજય મેળવીને આવ્યા છે. આ રામ અને સીતાએ તમારી સેવાથી જ વનવાસના તે તે પ્રકારનાં કષ્ટ ઉલંઘન કર્યા છે.” લક્ષમણ બાલ્યા હે માતા ! વનવાસમાં પિતાની જેમ આર્ય બંધ રામે અને તમારી જેમ સીતાએ મારૂ લાલન કરેલું છે. તેથી હું તો વનમાં પણ સુખમાંજ રહેલો હતો. મારા સ્વેચ્છાચારી દુર્લલિતથીજ આયંબંધુ રામને દુશ્મનોની સાથે વેર થયું, અને તેથી જ સીતાનું હરણ થયું. હે દેવી ! તે વિષે વધારે શું કહેવું ? પરંતુ હે માતા ! તમારી આશીષથીજ શત્રુરૂપે સાગરનું ઉલ્લંઘન કરીને પરિવાર સહિત રામભદ્ર કુશળતાએ અહીં આવેલા છે.” આ પ્રમાણે વાર્તાલાપ થયા પછી રામની આગળ એક પેદલરૂપે રહેવા ઈચ્છતા ભારતે હર્ષથી અયોધ્યા નગરીમાં મોટો ઉત્સવ કરાવ્યો. અન્યદા ભરતે રામભદ્રને પ્રણામ કરીને કહ્યું કે “હે આર્ય ! તમારી આજ્ઞાથી આટલે. કાળ મેં રાજ્ય ધારણ કર્યું, આ રાજ્યને પાળવામાં તમારી આજ્ઞારૂપી અર્ગલા જ આડી
SR No.032706
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy