SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬ સગ ૭ મે ઇદ્રજિત વિગેરે મારા બંધુ અને પુત્રો સ્વયમેવ મારી પાસે આવશે, પણ અત્યારે દેવની વિચિત્રતાથી લક્ષ્મણ તો સજીવન થયે; માટે હવે કુંભકર્ણ વિગેરેને મારે શી રીતે છોડાવવા ?” મંત્રીઓ બોલ્યા- “સીતાને છોડયા વગર કુંભકર્ણ વિગેરે વીરોનો છુટકારે થશે નહિ, પણ ઉલટું અશિવ થશે. હે સ્વામી ! આટલા વીરા તે ચાલ્યા ગયા તે ગયા, પણ હવે તે આપણા કુળની રક્ષા કરે, તેમાં રામના અનુનય કર્યા સિવાય બીજો કોઈ ઉપાય નથી.” આવાં મંત્રાઓનાં વચન રાવણને રૂટ્યાં નહિ, તેથી તેમની અવજ્ઞા કરીને સામંત નામના દૂતને આજ્ઞા કરી કે “રામની પાસે જઈ સામ, દામ અને દંડપૂર્વક તેને સમજાવી આવ.” દૂત રામની છાવણીમાં આવ્યું, અને દ્વારપાળને વિજ્ઞપ્તિ કરવા વડે અંદર પ્રવેશ કરીને સુગ્રીવાદિકથી વીંટાએલા રામને નમસ્કાર કરી ધીર વાણીથી આ પ્રમાણે બે-“મહારાજા રાવણે કહેવરાવ્યું છે કે મારા બંધુવર્ગને છોડી મૂકો, સીતા મને આપવાને સંમત થાઓ અને મારૂં અર્ધ રાજ્ય ગ્રહણ કરે, હું તમને ત્રણ હજાર કન્યા આપીશ; એટલાથી સંતોષ માનો, નહિ તો પછી તમારું આ સર્વ સૈન્ય અને જીવિત કાંઈ પણ રહેવાનું નથી.” પદ્મનાભ (રામ) બેલ્યા-“મારે રાજ્યસંપત્તિનું પ્રજન નથી તેમજ બીજી સ્ત્રીઓનું કે મોટા ભાગનું પણ પ્રજન નથી, માત્ર જે રાવણ સીતાને પૂજન કરીને અહી મોકલશે, તો હું તેના બંધુ અને પુત્રોને છોડી મૂકીશ, અન્યથા છોડીશ નહિ” સામંત બે“હે રામભદ્ર ! તમને આ પ્રમાણે કરવું યુક્ત નથી, માત્ર એક સ્ત્રીને માટે પ્રાણ યમાં શા સારૂ પડી છે ? રાવણે હણેલ લમણે એકવાર સજીવન થયા, પણ હવે ફરીવાર તે લક્ષમણ, તમે અને આ વાનરે શી રીતે જીવી શકશે ? એકલે રાવણ આ બધા વિશ્વને હણવાને સમર્થ છે, માટે તેનું વચન સર્વથા માન્ય કરવું જોઈએ. ન માનો તે તેનું પરિણામ વિચારે !” સામંતનાં આવાં વચન સાંભળી લક્ષ્મણ ક્રોધથી બેલી ઊઠયા-“અરે અધમ દૂત ! હજુ સુધી રાવણ પિતાની અને બીજાની શક્તિને જાણતો તેનો સર્વ પરિવાર હણાયો અને બંધાયો, માત્ર તેની સ્ત્રીઓ જ અશેષ રહી, તથાપિ તે હજુ સુધી સ્વમુખે પિતાનું પરાક્રમ બતાવ્યા કરે છે, તે તેની કેવી ધીઠતા ! એક મૂળરૂપ મુશલ અવશેષ રહેલું હોય, અને અશેષ જટા (શાખા) દાયેલી હોય તેવા વડવૃક્ષની જેમ તે રાવણ હવે એક અંગે રહેલું છે, તો તે હવે કેટલીવાર રહી શકશે ? માટે હવે તું સત્વર જા, અને રાવણને યુદ્ધ કરવા માટે મોકલ, તેને મારવાને માટે ભુજ તૈયાર થઈ રહેલે છે.” આ પ્રમાણે લમણે આક્ષેપ કર્યો એટલે તેના ઉત્તરમાં સામંત બોલવા જતો હતો, તેવામાં તે વાનરે એ ઊઠી ગળે પકડીને તેને કાઢી મૂક્યા. સામતે રામ અને લમણનાં બધાં વચના રાવણને કહ્યાં. પછી રાવણે મંત્રીઓને પૂછયું કે-કહો, હવે શું કરવું ?” મંત્રીઓ બેલ્યા-“સીતાને અર્પણ કરવાં તેજ ઉચિત છે. તમે વ્યતિરેક ફળ તે જોઈ લીધું. હવે અન્વયર ફળ જુઓ. અન્વય અને વ્યતિરેકથી સર્વ કાર્યની પરીક્ષા થાય છે; માટે હે રાજા ! તમે એકલા વ્યતિરેકમાંજ કેમ લાગ્યા રહો છો ? અદ્યાપિ તમારા ઘણા બંધુઓ અને પુત્રો અક્ષત છે, તો સીતાને અર્પણ કરીને તેમની સાથે આ રાજ્યસંપત્તિ વડે વૃદ્ધિ પામે.” મંત્રીઓના મુખથી આ પ્રમાણેની સીતાના અર્પણની વાણી સાંભળીને જાણે મર્મમાં હણાયો હોય તેમ રાવણ અંતરમાં બહુજ દુભાયો અને ચિરકાળ સુધી સ્વયમેવ ચિંતન કરવા લાગ્યો. પછી બહુરૂપા વિદ્યાને સાધવાને હૃદયમાં નિશ્ચય કરી શાંતીનાથના ચિત્યમાં ગયો. ભક્તિથી જેનું મુખ વિકાસ પામ્યું છે એવા રાવણે ઇંદ્રની જેમ જળકળ૧. વિપરીત વર્યાનું ફળ. ૨ અનુકૂળ વર્યાનું ફળ.
SR No.032706
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy