SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ ૭ મુ ૧૧૩ પ્રમાણે કહીને જેવા રામ ધનુષનું આસ્ફાલન કરીને ઉભા થયા કે તરતજ સુગ્રીવે આવીને વિનયપૂર્વક કહ્યું–“સ્વામી ! આ રાત્રિ છે, નિશાચર રાવણ લ'કામાં ચાલ્યા ગયા છે, અને અમારા સ્વામી આ લક્ષ્મણ શક્તિના પ્રહારથી વિધુર થયેલા છે; માટે ધીરજ રાખા, હવે રાવણને હણાયેલા જ જાણી લ્યા; પર’તુ હમણાં તા લક્ષ્મણને જાગ્રત કરવાના ઉપાય ચિ‘તવા.’ ફરી પાછા રામ ખેલ્યા-“અરે! સ્ત્રીનું હરણ થયું અને અનુજ બધુ લક્ષ્મણુ મરાયા, તથાપિ આ રામ હજુ સુધી જીવતા રહેલા છે, તે કેમ સેંકડો પ્રકારે વિદ્વારણ થતા નથી ? હે મિત્ર સુગ્રીવ! હું હનુમાન ! હે ભામડલ ! હે નલ ! હું અગઢ ! અને હું વિરાધ વિગેરે સર્વ વીરા ! તમે હવે પોતપોતાના સ્થાનકે ચાલ્યા જાઓ. હે મિત્રવિભીષણ ! તમને મે' જે કૃતાર્થ કર્યા નથી તે મારે સીતાના હરણથી અને લક્ષ્મણના વધથી પણ અધિક શેકને માટે છે; તેથી હું બધુ ! કાલે પ્રાતઃકાળે તમારા ખરૂપ બૈરી એવા રાવણને મારા બાંધવ લક્ષ્મણને માર્ગે જતા તમે જોશેા. પછી તમને કૃતાર્થ કરીને હું પણ મારા અનુજ ખ લક્ષ્મણની પછવાડે જઇશ, કારણ કે લક્ષ્મણુ વિના મારે સીતા અને જીવિત શાં કામનાં છે ?’” વિભીષણે કહ્યું-“હે પ્રભુ ! આવું અધૈર્ય કેમ રાખેા છે ? આ શક્તિથી હણાયેલા પુરૂષ એક રાત્રિ સુધી જીવે છે; માટે જ્યાં સુધી આ રાત્રિનિ મન થાય નહિ ત્યાં સુધીમાં મંત્ર તંત્ર વિગેરેથી લક્ષ્મણના ઘાતના પ્રતિકાર કરવાને પ્રયત્ન કરો.” રામે તેમ કરવાને કબુલ કર્યુ., એટલે સુગ્રીવ વિગેરે કપિએ વિદ્યાના બળે રામલક્ષ્મણુની આસપાસ ચાર ચાર દ્વારાવાળા સાત કિલ્લા કરી દીધા. પછી પૂર્વ દિશાના દ્વાર ઉપર અનુક્રમે સુગ્રીવ, હનુમાન, તાર, કુંદ, દધિમુખ, ગવાક્ષ અને ગવય રહ્યા. ઉત્તર દિશાના દ્વાર ઉપર અંગદ, ધૂમ', અંગ, મહેંદ્ર, વિહંગમ, સુષેણ અને ચંદ્રરશ્મિ અનુક્રમે રહ્યા. પશ્ચિમ દિશાના દ્વાર ઉપર નિલ, સમરશીલ, દુર્ધર, મન્મથ, જય, વિજય અને સભવ રહ્યા, અને દક્ષિણ દિશાના દ્વાર ઉપર ભામંડલ, વિરાધ, ગજ, ભુવનજિત્ નળ, મૈ'દ અને વિભીષણ રહ્યા. રામ અને લક્ષ્મણને વચમાં રાખી સુગ્રીવ વિગેરે રાજાએ આત્મારામ હોય તેમ ઉદ્યમીપણે જાગ્રત થઇને રહેવા લાગ્યા. એ અવસરે કોઇએ જઈને સીતાને કહ્યું કે-‘રાવણની શક્તિથી લક્ષ્મણ મરાયા છે અને ભાઈના સ્નેહને લીધે રામભદ્ર પણ પ્રાતઃકાળે મરણ પામશે.’ વજાના નિષિ જેવા તે ભયંકર ખબર સાંભળી પવનથી હણાએલી લતાની જેમ સીતા મૂર્છા પામીને પૃથ્વી ઉપર પડી ગયાં. વિદ્યાધરીએએ જળથી સિ'ચન કર્યુ એટલે સીતા સચેતન થયાં; પછી બેઠા થઇને કરૂણ સ્વરે વિલાપ કરવા લાગ્યાં કે-“હા વત્સ લક્ષ્મણ ! તમારા અગ્ર બંધુને એકલા મૂકીને તમે કયાં ચાલ્યા ગયા ? તમારા વિના એક મુહૂત્ત પણ રહેવાને તે સમર્થ નથી. હું મંદભાગિણીને ધિક્કાર છે કે જેને માટે મારા દેવ જેવા સ્વામી અને દિયરને આવુ કષ્ટ પ્રાપ્ત થયુ' ! હે પૃથ્વી! મારા પર પ્રસન્ન થા અને મારા પ્રવેશને માટે તું એ ભાગે થઇને મને માર્ગ આપ, અથવા હે હ્રદય ! પ્રાણને નીકળવાને માટે તું એ ભાગે થઈ જા’ આ પ્રમાણે કર્ણ સ્વરે વિલાપ કરતાં સીતાને જોઇને એક કૃપાળુ વિદ્યાધરી અવલેાકિની વિદ્યાવડે જોઈને બેલી- હે દેવી ! તમારા દિયર લમણુ પ્રાતઃકાળે અક્ષતાંગ થશે અને રામભદ્ર સહિત અહી આવીને આનદ પમાડશે.’ તેની આવી વાણી સાંભળીને સીતા સ્વસ્થ થયાં અને ચક્રવાકીની જેમ સૂર્યોદયની રાહ જોતા સતાં જાગ્રત રહ્યાં, ૧૫
SR No.032706
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy