SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ - ૧૦૭ પર્વ ૭ મું જ્યારે ચિરકાળ યુદ્ધ ચાલ્યું, ત્યારે મહાબળવાન વાનરે એ વનની જેમ રાક્ષસોનું સૈન્ય ભાંગી નાંખ્યું, રાક્ષસોનું રૌન્ય ભગ્ન થતાં રાવણના જયના જામીનરૂપ હસ્ત અને પ્રહસ્ત બંને યુદ્ધ કરવાને તૈયાર થયા. તે બંનેની સાથે યુદ્ધ કરવા માટે નલ અને નીલ નામના બે મોટા કપિએ તેની સન્મુખ આવીને ઊભા રહ્યા. પ્રથમ નલ અને હસ્ત વક્ર અવક્ર ગ્રહની જેમ એક બીજાની સન્મુખ રથમાં આરૂઢ થઈને મળ્યા. તેમણે ધનુષ્યને પણછ પર ચડાવી તેનું એવું આસ્ફાલન કર્યું કે જેથી તેઓ જાણે પરસ્પર યુદ્ધ કરવાનું આમંત્રણ કરતા હોય તેમ દેખાવા લાગ્યા. પછી તે બંને પરસ્પર એવાં બાણોને વર્ષાવવા લાગ્યા કે જેથી તેઓને રથ બાણના શૂલથી ભરપૂર જણાવા લાગ્યા. ક્ષણવારમાં નલને અને ક્ષણવારમાં હસ્તનો જય પરાજય થવાથી નિપુણ પુરૂષે પણ તેમના બળનું અંતર જાણી શક્યા નહીં. છેવટે બળવાન નલે સભ્ય થઈને જેનારા વીરોની આગળ લજજા પામીને અવ્યાકુળપણે સુરમ બાણથી ક્રાધવડે હસ્તનું મસ્તક છેદી નાંખ્યું. હસ્તને જેમ નલે માર્યો તેમ તેજ વખતે નીલે પ્રહસ્તને મારી નાંખે; એટલે તકાળ નલ અને નીલની ઉપર આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ થઈ. હસ્ત અને પ્રસ્તના મરણથી રાવણના સૈન્યમાંથી મારીચ, સિંહજઘન, સ્વયંભૂ, સારણ, શુક, ચંદ્ર, અર્ક, ઉદ્દામ, બીભત્સ, કામાક્ષ, મકર, જવર, ગભાર, સિંહરથ અને અધરથ વિગેરે રાક્ષસસુભટ ક્રોધથી સામા આવ્યા. તેમની સાથે મંદનાકુર, સંતાપ, પ્રથિત, આક્રોશ, નંદન, દુરિત, અનઘ, પુષ્પાસ્ત્ર, વિન તથા પ્રીતિકર વિગેરે વાનરે પૃથ પૃથફ યુદ્ધ કરવા લાગ્યા, અને કુર્કટની સાથે કુર્કટના યુદ્ધની જેમ ઊંચા ઉછળવા અને પડવા લાગ્યા. એ પ્રમાણે યુદ્ધ ચાલતાં મારીચ રાક્ષસે સંતાપ વાનરને, નંદન વાનરે જવર રાસસને, ઉદ્દામ રાક્ષસે વિદન વાનરને, દુરિત વાનરે શુક રાક્ષસને અને સિંહજઘન રાક્ષસે પ્રથિત વાનરને યુદ્ધ કરીને સખ્ત પ્રહારો કર્યા. તે સમયે સૂર્ય અસ્ત પામી ગયે; એટલે રામનું અને રાવણનું સૈન્ય યુદ્ધથી પાછું નિવર્લ્ડ અને સૈનિકે પોતપોતાના મરણ પામેલા તેમજ ઘાયલ થયેલા સુભટને શોધવા લાગ્યા. રાત્રિ વીતીને જ્યારે પ્રભાતકાળ થયે ત્યારે દેવ પ્રત્યે દાનની જેમ રાક્ષસદ્ધાઓ રામના સૈન્ય સાથે યુદ્ધ કરવા માટે નજીક આવ્યા. રાક્ષસરીન્યની મધ્યમાં મેરૂગિરિની જેમ હાથીના રથમાં આરૂઢ થયેલે રાવણ યુદ્ધ કરવાને ચાલ્યા. વિવિધ અસ્ત્રો ધારણ કરતે અને તત્કાળ રક્ત દષ્ટિથી જાણે દિશાઓને પણ બાળતું હોય તે રાવણ યમરાજથી પણ ભયંકર વા લાગ્યા. ઈદ્રની જેમ પોતાના પ્રત્યેક સેનાપતિને જાતે અને શત્રુઓને તૃણ સમાન ગણતે રાવણ રણભૂમિમાં આવ્યો. તેને જોતાંજ આકાશમાંથી દેવતાઓએ જોયેલા રામના પરાક્રમી સેનાપતિએ સૈન્ય સહિત યુદ્ધ કરવાને માટે રણભૂમિમાં આવ્યા. ક્ષણવારમાં કોઈ ઠેકાણે ઉછળતા રૂધિરજળથી જાણે નદીવાળું હોય, કોઈ ઠેકાણે પડેલા હાથીઓથી જાણે પર્વતવાળું હોય, કોઈ ઠેકાણે રથમાંથી ખરી પડેલી મકરમુખ ધ્વજાઓથી જાણે મગરવાળું હેય, અર્ધનગ્ન થયેલા મહા રથી જાણે દાંતાળું હોય અને કેઈ ઠેકાણે નાચતા કબંધે (ધડ) થી જાણે નૃત્યસ્થાન હોય તેવું રણભૂમિનું આંગણું દેખાવા લાગ્યું પછી રાવણના હુંકારથી પ્રેરાએલા સર્વ રાક્ષસે એ સર્વ બળથી વાનરેના સૈન્યને હઠાવી દીધું. પિતાના સૈન્યના ભંગથી કોધ પામીને સુગ્રીવે પોતાનું ધનુષ્ય ચડાવ્યું અને પ્રબળ સેનાથી પૃથ્વીને કંપાવત તે સામે ચાલ્યો. તે વખતે રાજન્ ! તમે અહીં જ ઊભા રહે, અને મારું પરાક્રમ જુઓ” એમ કહી સુગ્રીવને અટકાવીને હનુમાન યુદ્ધ કરવા ચાલ્ય. અગણિત સેનાનીથી દુર્મદ એવા રાક્ષસોના દુ:ખે પ્રવેશ થઈ શકે એવા સૈન્યમાં સમુદ્રમાં
SR No.032706
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy