SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ સગ ૬ ઠું સાથે યુદ્ધ કરવા બે લાવ્યું. પર્વત ઉપર વીજળીની જેમ હનુમાન ઉપર વારંવાર પ્રહાર કરતી તે રણભૂમિમાં ચતુરાઈથી ચાલી આવી. હનુમાન પોતાનાં અસ્ત્રોને છેદવા લાગ્યો. છેવટે તરતની ઊગેલી લતા જેવી તેને અશ્વરહિત કરી દીધી પછી “આ વીર કેણ છે ?” એમ તે આશ્ચર્યથી હનુમાનને જેવાને પ્રવત, એટલે તેના ઉપર કામદેવે પિતાના બાણથી તાડન કર્યું (અર્થાત્ તે કામપીડિત થઈ ગઈ. તેણે હનુમાનને કહ્યું કે “હે વીર ! પિતાના વધથી ક્રોધ પામીને મેં તમારી સાથે વિચાર્યા વગર વ્યર્થ યુદ્ધ કરેલું છે. મને એક સાધુએ પૂર્વે કહેલું હતું કે “જે તારા પિતાને મારશે તે તારો સ્વામી થશે.” માટે હે નાથ ! આ વશ થયેલી કન્યાનું તમે પાણિગ્રહણ કરશે. આ સર્વ જગતમાં તમારા જેવો બીજે કઈ સુભટ નથી, તેથી તમારા જેવા પતિવડે હું સર્વ સ્ત્રીઓમાં ગર્વ ધરીને રહીશ.” આ પ્રમાણે કહેતી તે વિનયવાળી કન્યાને હનુમાન હષયુક્ત ચિરો ગાંધર્વવિધિથી અનુરાગ સહિત પર. તે સમયે આકાશમાર્ગમાં ફરવાના શ્રમથી જાણે સ્નાન કરવાને ઈચ્છતો હોય તેમ સૂર્ય પશ્ચિમસમુદ્રમાં મગ્ન થઈ ગયે. પશ્ચિમ દિશાને ઉદ્દેશીને જતા એવા સૂયે સંધ્યાકાળના વાદળાંના મિષથી તેનાં વસ્ત્ર ખસેડયાં હોય તેમ જણાવા લાગ્યું. પશ્ચિમ દિશાની ઉપર અરૂણ વાદળાંની પરંપરા, જાણે અસ્તકાળે સૂર્યને છોડીને તેજ જુદું રહ્યું હોય તેવી દેખાવા લાગી. “મારો ત્યાગ કરીને આ નવીન રાગવાળો સૂર્ય હવે નવીન રાગવાળી પશ્ચિમ દિશાને સેવે છે એવા અપમાનથી પ્રાચી દિશા ગ્લાનિ પામી ગઈ હોય તેમ દેખાવા લાગી. કીડાસ્થાનની પૃથ્વીને ત્યાગ કરવાની પીડાને લીધે કોલાહલના મિષથી પક્ષીઓ આકદ કરવા લાગ્યા. રજસ્વલા થયેલી લલના પોતાના પ્યારા પતિથી દૂર થવાને લીધે જેમ ગ્લાનિ પામે તેમ રાંક ચક્રવાકી પતિના વિયેગથી ગ્લાનિ પામવા લાગી. પતિને જવાથી પતિવ્રતા સ્ત્રીની જેમ સૂર્યરૂપ પતિ અસ્ત થતાં પદ્મિનીએ પિતાના મુખનો સંકેચ કર્યો. વાયવ્ય સ્નાનની પ્રાપ્તિથી હર્ષ પામતા બ્રાહ્મણે એ વંદના કરેલી ગાયે પિતાના વાછરડાને મળવાને ઉત્કંઠિત થઈ સત્વર વનમાંથી પાછી વળી. જેમ રાજા યુવરાજને રાજ્યસંપત્તિ આપે તેમ સૂર્ય અસ્ત સમયે પિતાનું તેજ અગ્નિને આપ્યું. આકાશમાંથી ઊતરતા નક્ષત્રની શ્રેણીની શોભાને ચરી લેતા અર્થાત નક્ષત્રણ જેવા જણાતા દીવાઓ નગરસ્ત્રીઓએ પ્રત્યેક સ્થાને સળગાવવા માંડયા. સૂર્ય અસ્ત થયા છતાં હજુ ચંદ્રને ઉદય થયેલ ન હોવાથી લાગ જોઈને અંધકારે પ્રસરવા માંડયું. કેમકે “ખળ પુરૂષે છળમાં ચતુર હોય છે. અંજનગિરિના ચૂર્ણથી અથવા અંજનથી પૂર્ણ હોય તેવું ભૂમિ અને આકાશરૂપ પાત્ર અંધકારથી પૂર્ણ દેખાવા લાગ્યું. તે સમયે સ્થળ, જળ, દિશા, આકાશ કે ભૂમિ કાંઈ દેખાતાં નહિ, વધારે શું કહેવું ! પિતાને હાથ પણ જોવામાં આવતું નહિ. અંધકારથી વ્યાપ્ત અને ખગના જેવા શ્યામ આકાશમાં તારાઓ ટિભાગમાં જડેલી કેડીઓ હોય તેવા દેખાવા લાગ્યા. કાજલના જેવું શ્યામ અને સ્પષ્ટ નક્ષત્રવાળું આકાશ પુંડરીક કમળવાળા યમુના નદીના શ્યામ જળવાળા દ્રહ જેવું જણાવા લાગ્યું. જ્યારે એકાકાર કરતે અંધકાર તરફ ફરી વળ્યું ત્યારે પ્રકાશ વગરનું બધું વિશ્વ પાતાળ જેવું દેખાવા લાગ્યું. અંધકાર વૃદ્ધિ પામતાં કામીજનને મેળવવામાં ઉત્સુક દૂતીએ કહમાં માછલીઓની જેમ નિઃશંક થઈને સ્વેચ્છાએ વિહાર કરવા લાગી. જાનુપર્યત પગમાં આભૂષણ પહેરી, તમાલ વૃક્ષ જેવા શ્યામ વસ્ત્ર ધરી અને અંગે કસ્તુરીને લેપ કરી અભિસારિકાએ ફરવા લાગી; એવામાં ઉદયગિરિરૂપ પ્રસાદની ઉપર સુવર્ણકલશની જેવા કિરણોરૂપ અંકુશનાં મહાકંદભૂત ચંદ્ર ઉદય પામ્યું. તે વખતે સ્વાભાવિક વેરને લીધે કલંકના મિષે જાણે ચંદ્ર સાથે બાહુયુદ્ધ કરતું હોય તેમ અંધકાર જોવામાં આવ્યું. વિશાળ ગોકુળમાં ગાયોની સાથે વૃષભની જેમ વિશાળ ગગનમાં તારાઓની સાથે ચંદ્ર વેચ્છાએ
SR No.032706
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy