SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૭ મુ ૯૧ પછી સુગ્રીવ અશ્વોના ગ્રીવાભરના શબ્દોથી સર્વ દિશાઓને ગજાવતા અને વેગથી દુરને અદૂર કરતા ચાલી નીકળ્યા અને ક્ષણવારમાં જેમ ઉપગ્રહ (પાસેના ઘર) માં આવે તેમ તે પાતાળલકામાં આવી પહેાંચ્યા. વિરાધની પાસે આવતાં વિરાધ હ થી સામેા ઉભા થયે; પછી વિરાધે તેને સાથે લઇ જઇને દયાળુ રામભદ્રને નમસ્કાર કરાબ્યા, અને તેનું બધુ દુ:ખ નિવેદન કર્યુ. સુગ્રીવ બેલ્યા “હે પ્રભુ! આ મારા દુઃખમાં તમે જ મારી ગતિ છે. જ્યારે છિક તદ્દન ખધ થઇ જાય છે ત્યારે સૂર્યનું જ શરણ થાય છે; એટલે તેની સામું જોવાથી જ પાછી પ્રાપ્ત થાય છે.’” પાતે સ્ત્રીવિયેાગથી દુ:ખી હતા છતાં તેના દુ:ખના ઉચ્છેદ કરવાનું રામે કબુલ કર્યું. મહાન પુરૂષો પાતાના કાર્ય કરતાં બીજાના કાર્યમાં અધિક યત્ન કરે છે, પછી વિરાધે સીતાના હરણનુ અધુ' વૃત્તાંત સુગ્રીવને જણુાવ્યું, એટલે સુગ્રીવે અલિ જોડી રામભદ્રને કહ્યું કે- હે દેવ ! વિશ્વની રક્ષા કરવાને સમર્થ એવા તમારે અને વિશ્વને પ્રકાશ આપનાર સૂ ને કાંઈ કારણની અપેક્ષા નથી; તથાપિ હું કહું છું કે તમારા પ્રસાદથી મારા શત્રુના નાશ થશે એટલે સૈન્ય સહિત હુ તમારા અનુચર, થઈ ને રહીશ અને અલ્પ સમયમાં સીતાની શેાધ લાવીશ.' પછી રામ સુગ્રીવની સાથે કિષ્કિંધાનગરીએ આવ્યા. વિરાધ સાથે આવતા હતા તેને સમજાવીને પાછે! વાગ્યે. રામચંદ્ર કિષ્કિંધાપુરના દ્વાર પાસે આવીને સ્થિત થયા; એટલે સાચા સુગ્રીવે જાર સુગ્રીવને યુદ્ધ કરવા બેલાબ્યા. બેલાવતાં જ જાર સુગ્રીવ ગ ના કરતા નગરની બહારઆવ્યા. ભાજનને માટે બ્રાહ્મણેાની જેમ રને માટે શૂરવીરા આળસુ હોતા નથી.” પછી દુર્ધાર ચરણના ન્યાસથી પૃથ્વીને કપાવતા તે બન્ને વીરા વનના ઉન્મત્ત હાથીની જેમ યુદ્ધ કરવા લાગ્યા. રામ તેઓને સમાન રૂપવાળા જોઇને પોતાના સુગ્રીવ કર્યો અને ખીન્ને સુગ્રીવ કયા? એમ સંશય પામી ક્ષણવાર તટસ્થપણે ઉભા રહ્યા. પછી પ્રથમ તેા ‘આ પ્રમાણે કરવુ’ એવા વિચાર કરીને રામે વજાવત્ત ધનુષ્યનેા ટંકાર કર્યાં. તે ધનુષ્યના ૮'કારમાત્રથી જ સાહસગતિ વિદ્યાધરની રૂપાંતર કરનારી વિદ્યા ક્ષણવારમાં હિરણીની જેમ પલાયન કરી ગઈ; એટલે તેને ઓળખીને રામે કહ્યું-રે પાપી ! માયાથી સને માહિત કરીને તું પરસ્ત્રી સાથે રમવાને ઈચ્છે છે, પણ હવે ધનુષ્ય ચડાવ. આ પ્રમાણે રામે તેના તિરસ્કાર કર્યા. પછી એક જ બાણથી રામે તેના પ્રાણ હરી લીધા. “સિંહને રિણને મારવામાં બીજા ઝપાટાની જરૂર હોતીજ નથી.’’ પછી વિરાધની જેમ સુગ્રીવને કિષ્કિંધાપુરીના રાજ્ય ઉપર બેસાર્યા, અને તેના પુરજનો તથા સેવકો પૂર્વાંની જેમ એ સાચા સુગ્રીવને નમવા લાગ્યા. પછી વાનરપતિ સુગ્રીવે અં જલિ જોડીને પેાતાની અતિ સુંદર તેર કન્યાએ આપવા માટે રામને પ્રાના કરી, રામે કહ્યું– હે સુગ્રીવ. ! સીતાની શેાધને માટે પ્રયત્ન કરો, આ કન્યાએની કે બીજી કોઇ વસ્તુની મારે જરૂર નથી.’ આ પ્રમાણે કહીને રામ નગરની બહાર ઉદ્યાનમાં રહ્યા, અને તેમની આજ્ઞાથી સુગ્રીવે નગરીમાં પ્રવેશ કર્યા. 66 : આ તરફ લંકાપુરીમાં માંદોદરી વિગેરે રાવણના અંતઃપુરની સ્ત્રીએ ખર, દૂષણ વિગેરેના વધનો વૃત્તાંત સાંભળીને રૂદન કરવા લાગી, રાવણુની બેન ચંદ્રણખા પણ સુદની સાથે રૂદન કરતી અને બે હાથે છાતી કુટતી રાવણના ઘરમાં આવી. રાવણને જોઇ તેને કઠે વળગી પડીને તે ઊચે સ્વરે રોતી બેલી કે- “ અરે ! દેવે મને મારી નાંખી, મારો પુત્ર; મારો પતિ, મારા એ દિયર અને ચૌદહજાર કુલપતિએ માર્યા ગયા. હે બંધુ ! તુ જીવતાં છતાં અભિમાની શત્રુએ તારી આપેલી પાતાળલકાની રાજધાની પણ અમારી પાસેથી આંચકી લીધી ! તેથી આ સુંદ પુત્રની સાથે હું જીવ લઈ નાસીને તારે શરણે
SR No.032706
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy