SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ પવ ૭ મું આવે. સુગંધી જળની વૃષ્ટિના ગંધથી ગંધ નામનો કોઈ રોગી પક્ષી જે ત્યાં રહેતું હતું તે વૃક્ષ ઉપરથી ઉતરીને નીચે આવ્ય, મુનિનું દર્શન થતાં જ તેને જાતિસ્મરણ જ્ઞાન થયું; તેથી મૂછ પામીને તે પૃથ્વી ઉપર પડી ગયે. સીતાએ તેની પર જળસિંચન કર્યું, એટલે થોડીવારે સંજ્ઞા મેળવીને તે મુનિઓના ચરણમાં પડ્યો; એટલે તે મુનિને પ્રાપ્ત થયેલી સ્પૌષધી લબ્ધિના પ્રભાવથી મુનિચરણના સ્પર્શવડે તે તત્કાળ નિરોગી થઈ ગયો. તેની પાંખ સોના જેવી થઈ ગઇ, ચાંચ પરવાળાનો ભ્રમ કરાવવા લાગી, ચરણ પદ્મરાગ મણિ જેવા થયા અને આખું શરીર અનેક પ્રકારના રત્નની પ્રભાવાળું થયું. તેના મસ્તક ઉપર રનાંકુરની શ્રેણી સમાન જટા દેખાવા લાગી, તેથી તે પક્ષીનું જટાયુ એવું નામ ત્યારથી પ્રસિદ્ધ થયું. તે વખતે રામે તે મુનિને પૂછયું કે- ગીધ પક્ષી માંસ ભક્ષણ કરનાર અને માઠી બુદ્ધિવાળા હોય છે. છતાં આ ગીધ પક્ષી તમારા ચરણમાં આવીને શાંત કેમ થક વળી હે ભદંત ! આ પક્ષી પ્રથમ અત્યંત વિરૂપ હતું, તે ક્ષણવારમાં આ સુવર્ણરત્નની કાંતિવાળો કેમ થઈ ગયો ?” સુગુપ્ત મુનિ બોલ્યા-અહીં પૂર્વે કુંભકારકટ નામે એક નગર હતું, ત્યાં દંડક નામે આ પક્ષી રાજા હતા. તે સમયમાં શ્રાવસ્તી નગરીમાં જિતશત્રુ નામે રાજા હતા. તેને ધારણી નામે પત્ની, સ્કંદક નામે પુત્ર અને પુરંદરયશા નામે એક પુત્રી હતી. તે પુત્રીને કુંભકારકટ નગરને પતિ દંડક રાજા પરણ્યા હતા. એક વખતે દંડક રાજાએ કોઈ કાર્યને માટે જિતશત્રુ રાજાની પાસે પાલક નામના એક બ્રાહ્મણ જાતિના દૂતને મોકલ્યો. પાલક ત્યાં આવ્યું તે વખતે જિતશત્રુ રાજા જૈનધર્મની ગોષ્ઠીમાં તત્પર હતું તેથી તે દુષ્ટબુદ્ધિવાળો પાલક જૈનધર્મને દ્વષિત કરવા લાગ્યા. તે સમયે એ દુરાશય અને મિથ્યાદછી પાલકને સ્કંદકકુમારે સભ્યસંવાદપૂર્વક યુક્તિવડે નિરૂત્તર કરી દીધે; એટલે સભ્ય જને એ તેનું બહુ ઉપહાસ્ય કર્યું, તેથી પાલકને સ્કંદક ઉપર અત્યંત ક્રોધ ચડ. અન્યદા રાજાએ વિદાય કરવાથી તે કુંભકારકટ નગરે ગયે. અનુક્રમે સ્કંદ, વિરક્ત થઈ પાંચ રાજપુત્રોની સાથે મુનિસુવ્રત પ્રભુની પાસે દીક્ષા લીધી. એકદા તેમણે પુરંદરયશાને તથા તેના પરિવારને બોધ આપવાને માટે કુંભકારકટ નગરે જવા સારૂ પ્રભુની આજ્ઞા માગી. પ્રભુ બેલ્યા-ત્યાં જવાથી પરિવાર સહિત તમને મરણાંત ઉપસર્ગ થશે.” ક દ મુનિએ ફરીવાર મુનિસુવ્રત સ્વામીને પૂછયું- હે ભગવન ! અમે તેમાં આરાધક થઈશું કે નહીં ?” પ્રભુ બોલ્યા-‘તમારા વિના સર્વે આરાધક થશે.” &દકે કહ્યું કે-“તે મારે બધું પૂર્ણ થયું એમ હું માનીશ.” આ પ્રમાણે કહી &દક મુનિએ પરિવાર સાથે ત્યાંથી વિહાર કર્યો. પાંચસે મુનિઓની સાથે વિહાર કરતાં કરતાં અંદાચાર્ય અનુક્રમે કુંભકારકટ પર સમીપે આવ્યા. તેને દૂરથી જોતાંજ ક્રૂર પાલકે પોતાના પૂર્વ પરાભવનું સ્મરણ કરીને તત્કાળ સાધુને ઉપયોગી એવાં ઉદ્યાનમાં જઈને પૃથ્વીમાં શસ્ત્ર દાટયાં. તેમાંના એક ઉદ્યાનમાં સ્કદકાચાય સમોસર્યા, દંડક રાજા પરિવાર સહિત તમને વાંદવાને આવ્યું. સ્કંદકાચાયે દેશના આપી. તે સાંભળી ઘણું લેકો હર્ષ પામ્યા. દેશનાને અંતે હર્ષિત થયેલે દંડક રાજા ઘેર આવ્યા. તે અવસરે પેલા દુષ્ટ પાલકે એકાંતમાં લઈ જઈને રાજાને કહ્યું કે “આ સ્કંદ મુનિ બગભક્ત છે, તેમજ પાખંડી છે, એ મહાશઠ મુનિ હજાર હજાર યોદ્ધાઓની સાથે યુદ્ધ કરી શકે તેવાં સહસ્ત્રધી મુનિવેષધારી પુરૂષોને સાથે લઈ તેના વડે તમને મારીને તમારું રાજ્ય લેવા માટે અહીં આવેલા છે. આ ઉદ્યાનમાં એ મુનિવેષધારી સુભટોએ પોતપોતાના સ્થાનમાં
SR No.032706
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy